માંસપેશીઓના દુખાવામાં દવાઓ ખાવા કરતા અજમાવો આ ઉપાય, મફતમાં મળશે જલ્દી રાહત… જાણો દુખાવાના કારણો અને ઉપચારો…

મિત્રો આપણા શરીરમાં અનેક સ્નાયુઓ આવેલા છે. પરંતુ આ સ્નાયુઓમાં જયારે દુખાવો અથવા તો જકડાઈ જાય ત્યારે ખુબ જ તકલીફ થાય છે. જો કે સ્નાયુઓ જકડાઈ જવા એ અમુક ઉંમરના તબક્કે સંભવ બને છે. પણ જો તમે પુરતું ધ્યાન ન આપો તો નાની ઉંમરે પણ માંસપેશીઓ જકડાઈ જાય છે. ત્યારે તમને સખત દુખાવો થાય છે. પણ તમે આ સમયે કેટલાક ઘરેલું ઉપાય અજમાવીને દુર કરી શકો છો. 

ઘણી વખત જ્યારે આપણે ઘણા લાંબા સમય સુધી એક જ મુદ્રામાં બેસી રહીએ છીએ, એકસરસાઈઝ કે કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરીએ છીએ તો થોડા સમય પછી આપણી માંસપેશીઓમાં દુખાવો થાય છે અને તે જકડાઈ જવાની સમસ્યા થાય છે. જેના કારણે લોકોને ઘણી સમસ્યા થાય છે. તે ઘણી વખત ખુબ જ દર્દનાક પણ થઈ શકે છે. માંસપેશીઓનું જકડાઈ જવું એ બ્લડ સર્ક્યુલેશન સરખી રીતે ન થવાથી, માંસપેશીઓમાં સોજો, લોહીની સપ્લાઈ સરખી રીતે ન થવાથી અને ધમનીઓમાં સંકોચનના કારણે થાય છે. જેના કારણે માંસપેશીઓ જકડાઈ જાય છે. પરંતુ તેનાથી લોકોને ઘણી સમસ્યા થાય છે અને તેનાથી છુટકારો મેળવવા માટે અલગ-અલગ પ્રકારના ઉપાય કરે છે.પરંતુ શું તમે જાણો છો, અમુક માંસપેશીઓની જકડન દૂર કરા માટે અમુક ઘરેલુ ઉપાયો ઘણા મદદરૂપ સાબિત થઈ શકે છે. સાથે જ તેની મદદથી તમે માંસપેશીઓની જકડનની સમસ્યાથી જલ્દી છુટકારો મેળવી શકો છો. આ લેખમાં અમે તમને માંસપેશીઓની જકડન દૂર કરવાના 5 ઘરેલુ ઉપાયો જણાવી રહ્યા છીએ. તો ચાલો જાણીએ માંસપેશીઓની જકડન દૂર કરવાના ઉપાયો. 

પોષકતત્વોથી ભરપૂર આહાર લેવો:- જો તમારો ખોરાક પોષક તત્વોથી યુક્ત હશે તો તમારી માંસપેશીઓ મજબુત બનશે. આથી પૌષ્ટિક આહારનું વધુ સેવન કરવું જોઈએ. માંસપેશીઓની જકડન ઘણી વખત શરીરમાં જરૂરી પોષકતત્વોની ઉણપનો સંકેત પણ હોઈ શકે છે. જેમ કે, પોટેશિયયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે. જેના કારણે પગની માંસપેશીઓ જકડાઈ જાય છે. માટે જ સંતુલિત અને પોષકતત્વોથી ભરપૂર આહાર લેવો.1 ) સ્ટ્રેચિંગ કરવી:- જયારે તમે કોઈ એક પોઝીશનમાં એકધારા બેસી રહો છો અથવા સૂઈ રહો છો આ માંસપેશીઓ જકડાઈ જતી હોય છે તેનાથી રાહત મેળવવા માટે તમારે સ્ટ્રેચિંગ કરવું જોઈએ. ઘણી વખત માંસપેશીઓનું જકડાઈ જવું એ લાંબા સમય સુધી એક જ મુદ્રામાં બેસી રહેવાથી પણ થાય છે. તેને દૂર કરવાનો સૌથી અસરકારક ઉપાય છે સ્ટ્રેચિંગ કરવી. 10 થી 15 મિનિટ સ્ટ્રેચિંગ કરો, તેનાથી જલ્દી આરામ મળે છે. 

2 ) શેક કરવો:- સામાન્ય રીતે જયારે તમારા સ્નાયુઓ જકડાઈ જાય ત્યારે તમારે ગરમ અથવા તો ઠંડો શેક કરવો જોઈએ. જેનાથી તમારું બ્લડ સર્ક્યુલેશન સરખું થઈ જાય છે અને દુખાવો ધીમે ધીમે ગાયબ થઈ જાય છે. શેક કરવાથી માંસપેશીઓનો સોજો ઓછો થાય છે અને બ્લડ સર્ક્યુલેશન સારું કરવામાં મદદ મળે છે. તમે ગરમ કે ઠંડો બંને પ્રકારનો શેક કરી શકો છો. તેનાથી માંસપેશીઓના દુખાવા અને જકડનમાં આરામ મળે છે. 3 ) માલિશ કરવી:- માંસપેશીઓ જકડાઈ જાય ત્યારે તેલથી માલીશ કરવી ખુબ જ અસરકારક સાબિત થઈ શકે છે. માંસપેશીઓની ગરમ તેલ કે ઘીથી માલિશ કરવી જોઈએ. તેનાથી પણ ઘણો ફાયદો મળી શકે છે. તે માંસપેશીઓમાં બ્લડ સર્ક્યુલેશનના ફ્લોને વધુ સારો બનાવે છે. તમે માલિશ માટે સરસોના તેલ, નારિયેળ તેલ કે ઘીનો ઉપયોગ કરી શકો છો. 

4 ) હોટ શાવર લેવો:- માંસપેશીઓના જકડાઈ જવા પર તમે ગરમ પાણીનો શાવર પણ લઈ શકો છો. ગરમ પાણીથી સ્નાન કરવાથી માંસપેશીઓનો થાક દૂર થાય છે અને સોજો મટે છે. સાથે જ બ્લડ સર્ક્યુલેશન પણ સરખું થાય છે. માટે હોટ શાવર માંસપેશીઓની જકડન દૂર કરવા માટે રામબાણ ઈલાજ છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment