આપણા લોહીમાં અનેક પ્રકારની વસ્તુઓ આવેલી હોય છે. જેમાં લાલ રક્ત કોષિકાઓ એટલે કે રેડ બ્લડ સેલ્સ પણ છે. આરબીસીનું મુખ્ય કામ શરીરના દરેક ભાગ સુધી ફ્રેશ ઓક્સિજન લઈ જવાનું છે. હિમોગ્લોબીન લાલ રક્તકોશિકાઓની અંદરનું પ્રોટીન છે. આ ઓક્સિજનને લઈ જવાનું કામ કરે છે. લાલ રક્તકોષિકાઓ તમારા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડને પણ હટાવે છે, અને તેને ફેફસામાં લાવે છે જેથી તમે શ્વાસ છોડી શકો.
શરીરમાં આરબીસીનું યોગ્ય રીતે ઉત્પાદન થતું રહે તેના માટે શરીરમાં આયર્નનું લેવલ યોગ્ય હોવું જરૂરી છે. એવું માનવામાં આવે છે કે, શરીરમાં આયર્નની ઉણપથી તમને થાક અને શ્વાસ લેવામાં તકલીફ જેવી અનેક ગંભીર લક્ષણોનો અહેસાસ થઈ શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે, શરીર બ્લડ સેલ્સ બનાવવા માટે અસમર્થ હોય છે.તેના સિવાય શરીરમાં આયર્નની કમીથી એનીમિયા નામનો એક ગંભીર રોગ થઈ શકે છે. આ એક એવો જીવલેણ રોગ છે જેના કારણે તમને થાક, કમજોરી, આંખોમાં પીળાશ, શ્વાસ લેવામાં કમી, છાતીમાં દુખાવો અને હાથ પગ ઠંડા થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
1 ) આંખોમાં જ નજર આવી શકે છે આયર્નની કમી:- આયર્નની કમી શરીરમાં લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનને પ્રભાવિત કરે છે. તેનાથી શરીરના અનેક કામકાજ અસરગ્રસ્ત થાય છે. તેની સૌથી મોટી અસર આંખોમાં જોવા મળે છે. તજજ્ઞોનું માનવું છે કે, આયર્નની કમી લોહીને આંખના પેશીઓમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનને પહોંચતા અટકાવી શકે છે, જેથી આંખમાં પીળાશ થઈ શકે છે. આજ કારણે ડોક્ટર આયર્નની કમીનું લક્ષણ જાણવા માટે દર્દીની આંખની તપાસ કરે છે.2 ) આંખની નીચેની પલકમાં જોવાઈ શકે છે આયર્નની કમીના લક્ષણ:- સતત કમજોરી, થાક, ચિંતા સિવાય આયર્નની કમીનું એક મોટું લક્ષણ આંખની નીચેની પલકોમાં જોવાઈ શકે છે. આયર્નની ઉણપથી આ ભાગ પીળો પડી શકે છે. લાલ રક્તકોષિકાઓમાં હિમોગ્લોબિન જ લોહીને તેનો રંગ પ્રદાન કરે છે. તેથી તેની કમી તમારા લોહીને પ્રભાવિત કરી શકે છે. આમ તો આંખનો રંગ હળવો ગુલાબી જોવાય છે, પરંતુ શરીરમાં આયર્નની ઉણપ હોય તો તમારી આંતરિક પલક વધારે સફેદ થઈ શકે છે.
3 ) આયર્નની કમીના સંકેત અને લક્ષણો:- એવું માનવામાં આવે છે કે, હલકા અને મધ્યમ આયર્નની કમી વાળા એનિમિયા વાળા લોકોમાં કોઈ લક્ષણ નથી હોય શકતા. વધારે આયર્નની ઉણપ વાળા લોકોમાં થાક, શ્વાસ લેવાની તકલીફ કે છાતીમાં દુખાવા જેવા લક્ષણો જોવાઈ શકે છે. તેના સિવાય આયર્નની ઉણપથી ચક્કર આવવા, ઠંડા હાથ અને પગ, આંખમાં પીળાશ, તૂટેલા નખ અને જીભમાં સોજા સહિત અન્ય લક્ષણો જોવાઈ શકે છે.4 ) કેવી રીતે તપાસ કરવી કે તમને આયર્નની કમી છે ?:– તેના માટે તમારા ડોક્ટર ફુલ બ્લડ કાઉન્ટ ટેસ્ટની સલાહ આપી શકે છે તેનાથી લાલ રક્ત કોષિકાઓના આકાર, રંગ, હેમટોક્રિટના વિશે જાણી શકાય છે. તેના સિવાય ઉપર જણાવેલા લક્ષણ પર પણ નજર રાખવી.
5 ) શરીરમાં આયર્નનું લેવલ વધારવાના ઉપાય:- એવા અનેક ખાદ્ય પદાર્થ છે જે શરીરમાં આયર્નના સ્તરને વધારી શકે છે. એક ક્લિનિકમાં જણાવ્યા પ્રમાણે લાલમાંસ, સી ફૂડ, બિન્સ, લીલા પાનવાળા શાકભાજી જેમ કે પાલક, સૂકો મેવો અને આયર્નથી ભરપૂર અનાજ જેમ કે બ્રેડ અને પાસ્તા ખુબ જ સ્વાસ્થ્ય વર્ધક છે. તેના સિવાય આયર્નનું અવશોષણ વધારવા માટે આહારમાં વિટામિન સી કે એસ્કોર્બિક એસિડથી ભરપૂર ખાદ્ય પદાર્થો સામેલ કરવા.
6 ) શું તમારે આયર્નની સપ્લીમેન્ટ લેવી જોઈએ ?:- સપ્લીમેન્ટ લેવી સંપૂર્ણ રીતે એ વાત પર નિર્ભર કરે છે કે, તમારી કમી કેટલી ગંભીર છે. તમારી સ્વાસ્થ્ય તપાસ કરાવ્યા બાદ ડોક્ટર જ તમને સૂચન કરશે કે તમારે સપ્લીમેન્ટ લેવાની એટલી આવશ્યકતા છે કે નહીં. આયર્નનું સ્તર અત્યંત ઓછું હોવા પર જ સપ્લીમેન્ટ આપવામાં આવે છે નહીંતર ડોક્ટર આયર્ન યુક્ત ખાદ્ય પદાર્થ ખાવાની સલાહ આપે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી