આ દાણા છે પોષકતત્વોનો ભંડાર.. દરરોજ ભૂખ્યા પેટે આનું સેવન શરીરીની અસંખ્ય બીમારીઓને કરી દેશે દૂર

મિત્રો તમને જણાવી દઈએ કે, બદામ બે પ્રકારની હોય છે. એક મીઠી બદામ અને બીજી તીખી બદામ. મીઠી બદામનો ઉપયોગ ખાવામાં કરવામાં આવે છે, જ્યારે તીખી બદામમાંથી તેલ બનાવવામાં આવે છે. જો કે બદામમાં ખુબ જ વિપુલ પ્રમાણમાં ન્યુટ્રીશન અને મિનરલ્સ મળે છે, જેમ કે પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ, ઓમેગા-6 ફેટી એસિડ, વિટામિન ઈ, કેલ્શિયમ અને ફોસ્ફરસ વગેરે ખુબ જ વધુ હોય છે.

આમ બદામને તમે કોઈ પણ રીતે ખાઈ શકો છો તેને કાચી પણ ખાઈ શકાય છે. અથવા તો કોઈ વાનગીમાં પણ તેનો ઉપયોગ કરીને પણ ખાઈ શકાય છે. આ રીતે તમે મીઠી બદામ ખાઈ શકો છો. આ સિવાય બદામ બ્લડ પ્રેશરના દર્દી માટે ખુબ જ ફાયદાકારક છે. તેમજ તે શરીરની નર્વ અને માંસપેશીઓની ગતિવિધિને સામાન્ય રૂપમાં ચલાવવામાં મદદ કરે છે.જ્યારે ઘણા નિષ્ણાંતોનું એવું માનવું છે કે, કાચી બદામ કરતા પલાળેલી બદામ વધુ ફાયદાકારક હોય છે. કારણ કે આખી રાત પલાળવાથી તેની છાલમાં રહેલ ટોક્સિક પદાર્થ બહાર નીકળી જાય છે અને વધુ ન્યુટ્રીએન્ટ મળે છે. ચાલો તો જાણીએ પલાળેલી બદામના કેટલાક ફાયદા અંગે.

પાચન : જ્યારે બદામને પલાળીને ખાવામાં આવે છે ત્યારે તે ખુબ જ સરળ રીતે પચી જાય છે. તેમજ તે પાચનની સમગ્ર ક્રિયાને પણ સારી કરે છે અને આમ તે પેટને પણ સ્વસ્થ રાખે છે.

ગર્ભવતી મહિલા : ગર્ભવતી મહિલાઓએ પલાળેલી બદામનું સેવન જરૂર કરવું જોઈએ. કારણ કે તેનાથી તેને અને તેના બાળક બંનેને પુરતું ન્યુટ્રીશન મળે છે અને તેનું સ્વાસ્થ્ય પણ સારું રાખે છે.મગજ : ડોક્ટર્સનું માનવું છે કે, દરરોજ 4 થી 6 બદામ પલાળેલી બદામનું સેવન કરવાથી તમારું મગજ તેજ થાય છે અને તમારી સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ બરાબર કામ કરે છે અને તેનાથી મગજ પણ સ્વસ્થ રહે છે.

કોલેસ્ટ્રોલ : બદામની અંદર મોનો સેચ્યુરેટેડ ફેટી એસિડ અને વિટામિન ઈના કારણે તે શરીરમાં રહેલ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને બ્લડમાં સારા કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે.હૃદય : પલાળેલી બદામમાં રહેલ પ્રોટીન, પોટેશિયમ, અને મેગ્નેશિયમ હૃદયને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. આ સિવાય તેમાં ઘણા એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોવાના કારણે તે હૃદયની ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે.

બ્લડ પ્રેશર : પલાળેલી બદામમાં વધુ પોટેશિયમ અને ઓછા પ્રમાણમાં સોડીયમ હોવાના કારણે તે બ્લડ પ્રેશરની સાથે બીજી હૃદયથી જોડાયેલ સમસ્યાઓને પણ કંટ્રોલમાં રાખે છે. તેમાં રહેલ મેગ્નેશિયમ બ્લડને સારી રીતે કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.વજન : જો તમે વજન વધારાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો તો પોતાના ડાયેટમાં પલાળેલી બદામને સામેલ કરો. આમ કરવાથી તમને ભૂખ જલ્દી નથી લાગતી અને તેના કારણે વજન નથી વધતો.

કબજિયાત : પલાળેલી બદામનું સેવન કરવાથી તમને કબજિયાતની તકલીફ નથી રહેતી. કારણ કે બદામમાં વધુ પ્રમાણમાં ફાઈબર હોવાના કારણે તમારું પેટ સારી રીતે સાફ કરે છે.રોગ પ્રતિકારક શક્તિ : ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, પલાળેલી બદામમાં પ્રી-બાયોટીક ગુણ હોય છે જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. પ્રી-બાયોટીક ગુણ હોવાના કારણે તે આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાનું નિર્માણ કરે છે. તેનાથી કોઈ બીમારી નથી થતી.

ત્વચા : સ્કીનથી કરચલીઓને દુર કરવા માટે બીજી કોઈ વસ્તુ ઉપયોગ કરવા કરતા પલાળેલી બદામ ખાવ, કારણ કે તે એક કુદરતી એન્ટી એજિંગ ફૂડ માનવામાં આવે છે. સવારે પલાળેલી બદામનું સેવન કરવાથી ચહેરા પર કરચલીઓ નથી પડતી અને તમારી ત્વચા સ્વસ્થ રહે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “આ દાણા છે પોષકતત્વોનો ભંડાર.. દરરોજ ભૂખ્યા પેટે આનું સેવન શરીરીની અસંખ્ય બીમારીઓને કરી દેશે દૂર”

Leave a Comment