વાળ પર મહેંદીનો કલર અને અસર લાંબા સમય સુધી રાખવા, મહેંદી લગાવતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ… એકાએક વધી જશે વાળની ચમક અને સુંદરતા…

આજકાલ નાની ઉમરમાં જ લોકોના વાળ સફેદ થઈ રહ્યા છે, માટે લોકો વાળ સફેદ ન દેખાય તેના માટે કુત્રિમ કલરનો ઉપયોગ કરી રહ્યા છે, ઘણા રીસર્ચમાં પણ સાબિત થય ચૂક્યું છે કે બજારમાં મળતા કુત્રિમ પ્રોડકટ જેવા કે ક્રિમ, હેર ક્લીયરીંગ લોશન અને પાવડર હાનિકારક છે. આવી કુત્રિમ પ્રોડકટ હાનિકારક હોવા ઉપરાંત વાળને લાંબા સમય સુધી કાળા રાખવામાં પણ મદદરૂપ નથી.

આ સમસ્યાનો છુટકારો મેળવવાનો બેસ્ટ ઉપાય છે મહેંદી. મુખ્ય ફાયદો એ છે કે મહેંદી નુકસાનકારક નથી અને મહેંદીમાં અમૂક વસ્તુ મેળવી દેવાથી વાળ લાંબા સમય સુધી કાળા રહે છે. કામા આયુર્વેદમાં પણ વાળને લાંબો સમય કાળા રાખવા મહેંદીમાં અમૂક વસ્તુ મેળવવાની સલાહ આપવામાં આવી છે. ચાલો તો જાણીએ એવી કઈ વસ્તુઓ જેને મહેંદીમાં મેળવવાથી વાળ લાંબા સમય સુધી કાળા અને ચમકદાર રહે છે.

1) મહેંદી, શિકાકાઈ અને ઈંડાની પેસ્ટ : મહેંદી, શિકાકાઈ અને ઈંડાની પેસ્ટથી વાળમાં અદભૂત ચમક આવે છે અને વાળ લાંબા સમય સુધી કાળા રહે છે, આ મિશ્રણને બનાવવા બે ચમચી મહેંદી અને એક ચમચી શિકાકાઈ જોઈશે. સૌ પ્રથમ મહેંદી અને શિકાકાઈને આખી રાત પાણીમાં પલાળી રાખવા, તેની પેસ્ટ બનાવી લેવી.

ત્યારબાદ સવારે આ પેસ્ટમાં એક ઈંડું અને થોડું દહીં મેળવી લેવું. તેને યોગ્ય રીતે મિક્સ કરી લ્યો. હવે આ પેસ્ટ તૈયાર છે તમારા વાળમાં લગાવા માટે, ઓછામાં ઓછી એક કલાક માથામાં રાખ્યા પછી તમે માથું ધોઈ શકો છો. માથું ધોવા માટે નવશેકું ગરમ પાણી લેવું, પહેલાં દિવસે શેમ્પુનો ઉપયોગ ન કરવો બીજા દિવસે શેમ્પુનો ઉપયોગ કરી શકો છો. બે દિવસની અંદર તમે જાતે જ વાળમાં પરિવર્તન જોઈ શકશો.

2) મહેંદી, હળદર અને મુલતાનની માટીની પેસ્ટ : મહેંદી, હળદર અને મુલતાનની માટીની પેસ્ટથી વાળમાં આવશે જાદુઈ ચમક. ખાસ ધ્યાન રાખવું કે આ પેસ્ટનો ઉપયોગ રાતે સૂતા સમયે જ કરવો. સૌ પ્રથમ બે ચમચી મહેંદી, બે ચમચી મુલતાનની માટી અને એક ચમચી હળદર લઈ બધી વસ્તુને પાણીમાં મેળવી પેસ્ટ બનાવી લેવી.

રાતે સૂતા સમયે આ પેસ્ટને વાળમાં મૂળ સુધી લગાવો અને કલાક પછી જયારે માથામાં લગાવેલ પેસ્ટ સૂકાય જાય ત્યારે વાળને પ્લાસ્ટિકના કવરથી ઢાંકી લેવા. સવારે વાળને નવશેકા ગરમ પાણીથી ધોઈ લેવા. મુલતાનની માટી વાળના મૂળમાં રહેલી ગંદગીને સાફ કરે છે અને મૂળમાં રહેલા ફોલીક્લ્સના છીદ્રોને ખોલે છે જેથી વાળની મજબૂતી વધે છે.

3) મહેંદીમાં કોફી મેળવવાનો ફાયદો : મહેંદીમાં કોફી મેળવવાથી વાળને લાંબો સમય સુધી કાળા રાખી શકાય છે. જો કે વાળમાં મહેંદી સાથે કોફી મિક્સ કરી લગાવવાથી વાળનો રંગ હલકો બરગંડી જેવો લાગે છે, પરંતુ તેનાથી વાળમાં જબરદસ્ત ચમક આવે છે. આ પેસ્ટ બનાવવા માટે એક કપ પાણીમાં એક ચમચી કોફી પાવડર મેળવી ધીમી આંચ પર ઉકળવા દેવું. હવે ઠંડુ થઈ ગયા પછી તેમાં 4 થી 5 ચમચી કોફી પાવડર નાખો અને સારી રીતે મેળવી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળમાં ઓછામાં ઓછી 3 થી 4 કલાક રાખ્યા બાદ નોર્મલ પાણીથી માથું ધોઈ લેવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment