શિયાળામાં વારંવાર બીમાર પડતા પાછળ હોય શકે છે આવા ગંભીર બીમારીઓના લક્ષણો અને અસર… જાણો આવી નાની મોટી બીમારીથી બચવાના ઘરેલું ઉપાય…

મિત્રો શિયાળાના દિવસો જ એવા હોય છે કે, મોટાભાગના લોકો આ ઋતુમાં બીમાર પડે છે. સામાન્ય રીતે આપણી ઈમ્યુન સીસ્ટમ નબળી હોવાના કારણે આપણે વારંવાર બીમાર પડતા હોઈએ છીએ. પણ ઘણી વખત અન્ય કારણો પણ હોય શકે છે. આથી જરૂરી છે કે તમારે તેના સાચા કારણો શોધવા અને તેનો યોગ્ય રીતે બચાવ કરવો.

ઠંડીના દિવસોમાં ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે ? ઠંડીના દિવસોમાં અસ્થમાની સમસ્યા વધી શકે છે. અસ્થમા એક પ્રકારની એલર્જીક બીમારી છે જેનું જોખમ ઠંડી આવતા જ વધી જાય છે. તમારા શરીરમાં અસ્થમાના લક્ષણ દેખાતા હોય તો ડોક્ટરને મળો, તમારે સમયે દવા લેવી જોઈએ, અને ચિકિત્સાલયની મદદ લેવી જોઈએ. ઠંડીના દિવસોમાં ટોન્સિલમાં સંક્રમણની સમસ્યા વધી જાય છે, જેના કારણે તમારા ગળામાં દુખાવો થવા લાગે છે.

તમને તાવ પણ આવી શકે છે. ટોન્સિલની સમસ્યા બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે થાય છે માટે પોતાની સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. ઠંડીના દિવસોમાં પોતાને બીમારીઓથી બચાવવા માટે જરૂરી ટિપ્સ ફોલો કરવા જોઈએ. આ લેખમાં આપણે ઠંડીના દિવસોમાં જલ્દી બીમાર પડવાના કારણો અને બીમારીથી બચવાના ઉપાયો પર ચર્ચા કરીશું. તો ચાલો જાણીએ ઠંડીમાં વારંવાર બીમાર થવાના શું કારણ હોય શકે.

ઠંડો પવન કરી શકે છે બીમાર : ઠંડો પવન શરીરની અંદર જતા તમે બીમાર પડી શકો છો. ઠંડીના દિવસોમાં તમે ઠંડા પવનનો શિકાર થઈને બીમાર પડી શકો છો. ઠંડીના દિવસોમાં ઠંડા પવનની ઝપેટમાં આવવાથી મોટા ભાગે લોકો બીમાર પડતાં હોય છે. તમારે બહાર નીકળતા પહેલા ગરમ કપડાની સુવિધા કરવી જોઈએ, કાનને બરાબર કવર કરવા જોઈએ, જો ઠંડી હવા તમારા રેસ્પિરેટ્રી ટ્રૈકમાં જાય તો તમને મુશ્કેલી થઈ શકે છે.

ડિહાઈડ્રેશનની સમસ્યા : ઠંડી પડવાથી આપણે શિયાળામાં પાણી ખુબ ઓછું પીએ છીએ. જેના કારણે શરીરમાં પાણીની કમી આવે છે. ઠંડીના દિવસોમાં આપણે પાણીનું સેવન ઓછું કરીએ છીએ. જેના કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. આ સિવાય તમારે ઠંડીના દિવસોમાં યુટીઆઇના લક્ષણો પણ જોવા મળી શકે છે. ઠંડીના દિવસોમાં પણ આપણે રોજ ઓછામાં ઓછું 7 થી 8 ગ્લાસ પાણી પીવું જોઈએ.

વિટામિન ડી ની ઉણપ : શિયાળામાં તડકો બહુ ઓછો આવે છે, આથી શરીરને પુરતું વિટામીન ડી નથી મળતું. આમ ઠંડીના દિવસોમાં તમારા શરીરમાં જો વિટામિન ડી ની ઊણપ આવે તો તેના કારણે પણ તમે બીમાર પડી શકો છો. માટે શિયાળાની ઋતુમાં તમારે ઇમ્યુનિટી વધારવા માટે વિટામિન ડી રીચ ફૂડ્સનું સેવન કરવું જોઈએ, તેનાથી તમે સંક્રમણથી બચી શકો છો. પરંતુ ઠંડીમાં તમારે વિટામિન ડી માટે સવારનો તડકો જરૂરથી લેવો જોઈએ.

ત્વચા સાથે સંકળાયેલી સમસ્યા : શિયાળામાં ત્વચા એકદમ બેજાન અને રફ બની જાય છે, આથી સ્કીનને લગતી સમસ્યા થઈ શકે છે. ઠંડીના દિવસોમાં તમને ત્વચા સાથે સંકળાયેલી સમસ્યાઓ થઈ શકે છે, જો તમે પાણી ઓછું પીઓ છો તો તમારી ત્વચા રૂખી થઈ શકે છે. જેના કારણે ત્વચામાં રેડનેસ, દાણા, શુષ્કતા વગેરે સમસ્યાઓ થઈ શકે છે. તમારે ઠંડીના દિવસોમાં ત્વચાને મોઈશ્ચરાઇઝ રાખવા માટે ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ.

ઠંડીના દિવસોમાં બીમારીથી કેવી રીતે બચવું જોઈએ : 1 ) ઠંડીના દિવસોમાં જો તમે વારંવાર બીમાર પડતાં હોય તો તમારે પોતાની ડાયેટમાં તાજા ફળ અને શાકભાજીને એડ કરવા જોઈએ.
2 ) શિયાળામાં રોગપ્રતિકારક શક્તિઓ વધારવા માટેની રીત અજમાવવી જરૂરી છે. માટે તમારે તમારી ડાયેટમાં લીમડો, તુલસી, અશ્વગંધા જેવા ઇમ્યુનિટી બુસ્ટિંગને એડ કરવા જોઈએ.
3 ) તમારે ઠંડીના દિવસોમાં બીમાર પડવાથી બચવું હોય તો ધૂળ-માટીથી દૂર રહેવું જોઈએ, તેનાથી તમને ઘણા પ્રકારની એલર્જી થઈ શકે છે.
4 ) તમારે પોતાનો બચાવ કરવા માટે સાફ સફાઈ પર પણ ધ્યાન આપવું જોઈએ જેથી તમે ઇન્ફેક્શનથી બચી શકો. જેથી બીમાર પડવાનો ભય ઓછો રહે.
ખાસ કરીને આ સમયે તાવ, શરદી કે કોવિડના લક્ષણો જોવા મળે તો ચેકઅપ કરાવવાનું ભૂલવું ન જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment