એક સારો સ્વાદ અને ઘણા બધા પોષક તત્વોથી ભરપુર આવતું પૃન્સ શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે તે યુરોપિયન પ્લમને સુકાયા બાદ બાદ તૈયાર થતું એક ડ્રાયફ્રુટ છે. તેની અંદર ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ અને સોલ્યુબલ ફાઈબર હોય છે જે તેને હેલ્ધી બનાવે છે. તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને તેના કારણે આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, તથા વજન પણ વધતું નથી.
તે સિવાય અત્યારે પ્રકાશિત થયેલ નુટ્રીશન બુલેટિન લેખમાં જણાવવામાં આવ્યું છે કે, જે લોકો પૃન્સનું સેવન કરે છે તે દિવસભરમાં ખુબ ઓછી કેલેરીનું સેવન કરી શકે છે, તે એટલા માટે કારણ કે તેનું સેવન કરવાથી તમને ભૂખ ઓછી લાગે છે અને તમે વધુ પડતાં ભોજનનું સેવન કરતા નથી. આવો વિસ્તારથી જાણીએ આખરે કંઈ રીતે પૃન્સ વજન ઓછું કરવામાં તમારી સહાય કરે છે.
શું કહે છે અઘ્યયન : લિવરપૂલ યુનિવર્સિટી દ્વારા અત્યારે જ એક અધ્યયન કરવામાં આવ્યું છે. આ અધ્યયનથી જાણકારી મળે છે કે, પૃન્સના સેવનથી સંપુર્ણ કેલરી ઇન્ટેકને ઓછું કરી શકાય છે, જેના કારણે વજન ઘટાડવાનું ખુબ જ આસાન થઈ જાય છે. તે સિવાય લીડ યુનિવર્સિટી એન્ડ યુરોપિયન એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ સીટીના પ્રોફેસર અનુસાર આ અધ્યયનમાં પૃન્સને ડાયટમાં સામેલ કરવાથી આપણા વજનને મેનેજ કરી શકાય છે.
અધ્યાયનો પહેલો ફેસ : તમને જણાવી દઇએ કે, આ અધ્યાય બે ચરણમાં આયોજિત કરવામાં આવ્યું છે, તેના પહેલા ફેઝમાં અધ્યયનના ભાગ લઇ રહેલા વ્યક્તિઓનું પેટ ભરેલું રહેવા કેલેરીને ઇન્ટેક તથા ભુખ વચ્ચેની તુલના ઉપર નજર બનાવીને રાખવામાં આવી, અને તેમાં જોવામાં આવ્યું કે, જે લોકોએ નાસ્તાના રૂપે કેન્ડી, દ્રાક્ષ અથવા પૃન્સનું સેવન કર્યું હતું, તેમાં શોધકર્તાએ જોયું કે જે લોકો પૃન્સનું સેવન કર્યું હતું તેમને પોતાની સંપૂર્ણ કેલેરીની જરૂરિયાતની ઓછી કરી દીધી હતી, તેનાથી શોધકર્તાઓને જાણકારી મળી કે પૃન્સના સેવનથી માત્ર કેલરી ઇન્ટેકને ઓછું કરી શકાય છે, પરંતુ તે પેટને પણ લાંબા સમય સુધી ભરેલું રાખે છે.
અધ્યયનનો બીજો ફેસ : આ અધ્યાયના બીજા ફેસ દરમિયાન શોધકર્તાઓ એ પોતાનું સંપૂર્ણ ફોકસ વજન ઘટાડવા ઉપર જ રાખ્યું, એમાં 12 અઠવાડિયા સુધી લોકોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા, જેમાં અમુક લોકોને નાસ્તાના રૂપે પૃન્સનું સેવન કરાવવામાં આવ્યું, જ્યારે અમુક લોકોને માત્ર હેલ્ધી નાસ્તાની જાણકારી આપવામાં આવી અને તેનું સેવન કરાવવામાં આવ્યું.
અધ્યયનનું પરિણામ : અધ્યયનના અંતમાં જોવા મળ્યું કે બંને સમૂહના વચ્ચે વજન ઓછું કરવાનું કંઈક ખાસ અંતર મળ્યું નથી, પરંતુ જે ગ્રુપે પૃન્સનું નિયમિત રૂપે સેવન કર્યું હતું તેમને વજન ઓછું થવાનો અનુભવ મળ્યો, જ્યારે તે સમૂહ જેને માત્ર હેલ્ધી નાસ્તાને લઈને દિશા નિર્દેશ કરવામાં આવ્યા હતા તેમને એવો કોઈ જ અનુભવ થયો નહીં, તે સિવાય તેનું સેવન કરતા લોકોએ વધુ સમય સુધી પેટ ભરેલું હોવાનો અનુભવ કર્યો અને વજન ઘટાડવાને આસાન થતું જોયું.
કેલિફોર્નિયા પ્રુન બોર્ડના આરડી પોષણ સલાહકાર, એમ.પી. એચ એન્ડ્રીયા એન.જિયાનકોલીના જણાવ્યા અનુસાર, આ અધ્યયન દર્શાવે છે કે પૃન્સની અંદર આવા પોષક તત્વો હોય છે જે ન માત્ર ભૂખને નિયંત્રિત કરે છે, પરંતુ તે તમારા પેટને પણ ભરેલું રાખવામાં મદદ કરે છે. તેની સાથે જ અન્ય હેલ્ધી નાસ્તાના મુકાબલામાં વજન ઓછું કરવાનું આસાન બનાવી શકાય છે. તે સિવાય વિશેષ અગ્રણીઓએ જણાવ્યું કે અમુક લોકો તેની પેટ પર થતી અસરને લઈને ચિંતિત થઈ શકે છે. પરંતુ આ અધ્યયનો પહેલો ડેટા છે જે આ દરમિયાન કોઈ પણ પ્રતિયોગીમાં કોઈ જ નકારાત્મક અસર પૃન્સનું સેવન કરીને જોવા મળી નહીં.
નિષ્કર્ષ : આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ અત્યારે લગ્નની ઋતુ છે અને એવામાં આ સમયે લોકો કંઈ પણ ખાય છે તેથી વજન ઘટાડવા માટે તમારા લક્ષ્યને પૂરું કરવા તમે નવા વર્ષ પછી પૃન્સનું સેવન કરી શકો છો.
આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે તે કોઈ પણ પ્રકારની દવા અથવા ઈલાજનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી