દરેક પતિ અજમાવો પત્નીને પ્રેમ કરવાની આ ટેકનીક, ગમે તેવી નારાજ થયેલી પત્ની માની જશે તરત જ અને આજીવન રહેશે તમારાથી ખુશ…

મિત્રો દરેક ઈચ્છે છે કે, તેનું લગ્નજીવન ખુબ જ શાંતિપૂર્ણ હોય અને સુખેથી આખી જીંદગી પસાર થાય. આ માટે જરૂરી છે કે, બંને પતિ-પત્ની સાથે મળીને પ્રયત્ન કરતા રહે. પરંતુ આપણે જોઈએ છીએ કે મોટાભાગની પત્નીઓને તેના પતિ તેની પ્રશંસા કરે એ ખુબ જ ગમતું હોય છે. તો ચાલો આપણે જાણી લઈએ કે તમારે પોતાની પત્નીની પ્રશંસા કરવી જોઈએ.

લગ્ન પછી દરેક પતિ પત્નીનું ધ્યાન પોતપોતાની જવાબદારી પર લાગી જાય છે. તેવામાં ન તો તેઓ પોતાના પર કે ન પોતાના પાર્ટનર પર ધ્યાન આપી શકે છે. પત્ની ચાહે વર્કિંગ હોય કે હાઉસવાઈફ જ્યારે તેઑ અનુભવવા લાગે કે તમારા તેના પ્રતિ વલણો ઘટી રહ્યા છે તો તેઓ માત્ર ઉદાસ જ નથી થતી પરંતુ તેની તમારા સંબંધ પર પણ અસર પડે છે. તેવામાં જરૂરી છે કે, તમે તેને કેટલો પ્રેમ કરો છો અને તેના કામની પ્રસંશા કરો છો, તેના વિશે તેને જણાવો. આજનો લેખ એ વિષય પર જ છે. જો ક્યારેક પત્ની નારાજ થઈ જાય, અથવા તેને નાની વાતમાં જ ખુશ કરવી હોય તો આ લેખ વાંચીને અજમાવો આ ટીપ્સ ગમે તેવી નારાજ પત્ની તરત જ માની જશે અને થઈ જશે એકદમ ખુશ…

એક ગુલાબ : લગ્ન પછી જરૂરી નથી કે પત્નીને મોંઘા મોંઘા ગિફ્ટ જ આપવામાં આવે અને તમારા પ્રેમને જણાવવામાં આવે. તમે કામની વચ્ચે અચાનક જ નાનું ગુલાબ લઈને તેના હાથમાં આપી શકો છો. એવું કરવાથી તમારો પ્રેમ મજબૂત થશે અને સાથે સાથે તમારા સંબંધમાં પણ નવી ઉર્જા આવશે. નાની નાની ખુશીઓને એકબીજા સાથે શેર કરો, એકબીજા સાથે ખુલ્લીને વાત કરો.

સમય : આજે આપણે જોઈએ છીએ કે પતિ પોતાના કામથી ફ્રી નથી થતો આથી તે પોતાની પત્નિને સમય નથી આપી શકતો. આથી જ મોટા ભાગે પત્નીઓની ફરિયાદ રહે છે કે, તમે સમયસર ઘરે નથી આવતા અથવા દરેક વખતે ઓફિસના કામમાં જ લાગેલા રહો છો. તેવામાં જો તમે તમારી પત્નીને સમય આપશો તો એમને સ્પેશિયલ અનુભવ થશે અને સાથે જ તેમને લાગશે કે તમે હજુ પણ તેમને એટલો જ પ્રેમ કરો છો. તમે દિવસમાં થોડો સમય અથવા તો રાત્રે ઓફિસથી આવીને તમારી પત્ની સાથે થોડો ક્વોલિટી ટાઈમ પસાર કરો અને તેમની સાથે તેમના વિશે વાત કરો.

જવાબદારીઓ : લગ્ન પછી પતિ-પત્ની જવાબદારી વધી જાય છે. આથી જરૂરી છે કે તમે એકબીજા સાથે જવાબદારીઓને વહેંચી લો. જો તમે ઓફિસમાં છો અને ઘરનું બધુ જ કામ તમારી પત્ની કરી રહી છે અથવા તે વર્કિંગ હોવા છતાં પણ ઘરે પોતાનો પૂરતો સમય આપી રહી છે તો એવામાં તમારી જવાબદારી બને છે કે તમે તેમની મદદ કરો અને દરેક જવાબદારીઓને અડધી અડધી વહેંચી લો.

રસોઈ : શું ઘરે રસોઈ બનાવવી એ માત્ર પત્નીનું જ કામ છે ? નહીં, જો બંને મળીને રસોઈ બનાવશો તો તેનાથી પ્રેમ પણ વધશે અને સમય પણ ઓછો લાગશે. એવામાં તમે થોડો સમય તમારી પત્ની માટે કાઢો અને રસોઈમાં તેમની મદદ કરો.

થેન્ક યુ : આપણને ખબર છે કે, ઘરનું બધુ જ કામ આપણી પત્ની કરે છે છતાં પણ આપણે તેમણે આભાર કહેવાનું ભૂલી જઈએ છીએ. ક્યારેક ક્યારેક આ ભૂલ પત્નીના મનમાં હિન ભાવનાને જન્મ આપે છે. માટે સમયે- સમયે તેમણે થેન્ક યુ કહેવું જોઈએ. તેનાથી બંને વચ્ચેનો પ્રેમ ગાઢ બને છે.

સોરી : આપણે આખા દિવસમાં કેટલી ભૂલો કરતાં હશું, જેના માટે આપણે સોરી પણ નથી બોલતા, અને આપણાં પાર્ટનર પણ આપણને નથી કહેતા કે, આપણે આ ભૂલ કરી છે. એવામાં દિવસના અંતે પત્નીને નાનકડું સોરી બોલવાથી તેમના ચહેરા પર સ્માઇલ આવી જાય છે અને સાથે જ તમારો સંબંધ પણ મજબૂત બને છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment