કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે, તે આમ જ કહેવામાં આવતો નથી. કેમ કે ગરમીની ઋતુમાં આવતું આ ફળ દરેક લોકોને ખુબ જ ગમે છે. આપણા ભારતમાં તો કેટલીય પ્રકારની પ્રદેશ પ્રમાણે કેરીઓ આવે છે, જેમાં આલ્ફાન્સો, દશહરી, લંગડા, ચૌસા, તોતાપુરી, કેસર જેવી કેરીઓ ખુબ જ પ્રખ્યાત છે.
તમે કેરીને કોઈ પણ પ્રકારની ખાવો, તેમાં વિટામિન અને પોષકતત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે. ખાસ કરીને વિટામિન-ઇની માત્રા તેમાં ખુબ જ હોય છે. કેરી એક રસરૂપ અને મીઠું ફળ છે, જેથી લોકો તેને જરૂર કરતાં પણ વધારે ખાઈ લે છે અને તેના કારણે સમસ્યા શરૂ થાય છે.
કેરીની તાસીર ગરમ હોય છે, તેથી જ તેના વધુ સેવનથી મોં માં અને શરીરમાં ફોડલા-ખીલ નીકળી શકે છે. આવો જાણીએ કે એક દિવસમાં કેટલી કેરીને ખાવી જોઈએ અને કેરી ખાવાની યોગ્ય રીત વિશે.વધારે કેરી ન ખાવી જોઈએ :
ઉદ્યોગપતિઓ કેરીમાં કેલ્શિયમ કાર્બાઈડ ઉમેરીને તેને ઝડપથી પકવી લે છે. આ કેમિકલ આરોગ્યને અનેક નુકશાન પહોંચાડી શકે છે. તમે કેરી ખાતા પહેલા જરૂરથી પાણી વડે ધોઈ લેતા હશો, પરંતુ એટલાથી જ તેની અસર નાશ પામતી નથી. એટલે જ કોશિશ કરો કે વધારે માત્રામાં કેરીને ન ખાવી જોઈએ. જો તમે ઓછી માત્રામાં કેરીને ખાશો તો તમને કેરી વધારે નુકશાન નહિ પહોંચાડે અને જો વધારે માત્રામાં ખાશો તો નુકશાન થઈ શકે છે.
સીમિત માત્રામાં ખાવો :
કેરી એ બીજા ફળોની તુલનામાં વધારે મીઠી હોય છે, એટલા માટે કેરીને તમારે સીમિત માત્રામાં ઓછામાં ઓછી 1 કપ તેના ટુકડા તમારા ડાયટમાં ખાવી જોઈએ.જાણો કેરીને ખાવાની સાચી રીત :
જો તમે જમ્યાના 1 કલાક પહેલા અથવા તો પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા તત્વોથી ભરપૂર કેરીનું સેવન કરો તો વધુ સારું છે. તેની તાસીર ગરમ હોય છે, જેથી દૂધ સાથે મિક્સ કરીને તેનું સેવન કરી શકાય છે અને આ રીતે ખાવાથી તે વધુ લાભકારી થાય છે. તેથી આ ફળની સાચી રીતને તમે ધ્યાનમાં રાખજો.
કેરી ક્યારે ખાવી જોઈએ :
કેરીને સવારે નાસ્તા સમયે અને બપોરે લંચ પછી તેનું સેવન કરવું જોઈએ, જેથી તમને ફાયદો થશે. સવારે કેરી ખાવાથી એનર્જી અને તાજગી આવે છે અને બપોરે લંચ પછી લેવાથી ભોજન પચવામાં સહેલાઈ થાય છે. પરંતુ જો તમે કેરીને રાત્રે સૂતા પહેલા જમો છો, તો તમારે તરત જ આ ટેવને સુધારી લેવી જોઈએ, કારણ કે આમ કરવાથી તમારી પાચનશક્તિ નબળી પડે છે.
વજન વધારી શકે છે કેરી :
એક મધ્યમ આકારની કેરીમાં 135 કેલેરી હોય છે. એટલા માટે વધારે કેરી ખાવાથી તમારો વજન વધી શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કેરી ખાવાનું છોડી દો, પરંતુ કેરીને સીમિત માત્રામાં ખાવી. તમે જ્યારે પણ કેરી ખાવ ત્યારે ધ્યાનમાં રાખો કે વધારે કેલેરી વાળી વસ્તુઓને ટાળો એટ્લે કે બંધ કરો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Very helpful
Very helpful