શરદી ઉધરસ માથાનો દુઃખાવો જેવા 50 થી પણ વધુ રોગોમાં 100% અસરકારક છે આનું સેવન. છાતીમાં જામેલા કફનો પણ કરી દેશે સફાયો…

મિત્રો નાગરવેલના પાંદ વિશે તો મોટાભાગના લોકો જાણતા હશે, પરંતુ તેના અદ્દભુત ફાયદાથી ઘણા લોકો અજાણ હોય છે. નાગરવેલના પાન સામાન્ય રીતે આપણે મુખવાસના રૂપમાં ઉપયોગ કરીએ છીએ. જો કે મોટાભાગના લોકો આ પાનનો ઉપયોગ તેમાં સોપારી, તમાકુ તેમજ ચૂનો નાખીને કરે છે. પરંતુ તેનાથી તમને સ્વાસ્થ્ય સંબંધી નુકસાન થઈ શકે છે. પણ જો તમે નાગરવેલના આ પાનને એકલા જ ખાવ છો તો તેનાથી તમને સ્વાસ્થ્ય સંબંધી ઘણા લાભ થઈ શકે છે.

જો કે નાગરવેલના પાનના ઉપયોગની વાત કરવામાં આવે તો આ પાનનો ઉપયોગ પૂજામાં તેમજ અનેક ધાર્મિક કાર્યોમાં પણ કરવામાં આવે છે. તેમાં વિપુલ પ્રમાણમાં પ્રોટીન, વિટામીન સી અને ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા છે. ચાલો તો જાણીએ નાગરવેલના પાંદના ફાયદાઓ વિશે જણાવી દઈએ.

નાગરવેલના પાનનું સેવન પાચનક્રિયા માટે : જો કે આ પાનના પાંદને ચાવવા માટે મહેનત કરવાની જરૂર પડે છે જેના કારણે તમારી લાળ ગ્રંથી વધુ કામ કરે છે. જે લાળને રિલીઝ કરે છે, જે પાચનનું પહેલું ચરણ હોય છે, કારણ કે તેમાં એન્જાઈમ વિભિન્ન ખાદ્ય પદાર્થને તોડે છે, જેના કારણે તે પચવામાં સરળ રહે છે.

કબજિયાત માટે : જો તમને કબજિયાતની તકલીફ રહેતી હોય તો તમારા માટે નાગરવેલના પાનનું સેવન ખુબ જ સારું રહેશે. આ પાનમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે, તે શરીરમાંથી મુક્ત કણને દુર કરે છે. તે ખરાબ પેટના સામાન્ય PH ના સ્તરને ફરી સ્થાપિત કરે છે. જેના કારણે કબજિયાતનું પ્રમાણ ઘટે છે. કબજિયાતથી રાહત મેળવવા માટે દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો.

ગેસ્ટ્રીક સમસ્યાઓનું સમાધાન : જીઈઆરડીમાં સુધારો કરવા માટે નાગરવેલના પાનનું સેવન ખુબ જ ઉપયોગી છે. તે પાચનતંત્રને હાનિકારક મુક્ત કણ અને વિષાક્ત પદાર્થથી મુક્ત કરે છે. તે પેટના અસંતુલિત PH સ્તરના કારણે અમ્લતાને ઓછું કરે છે. PH સ્તર સારું કરે છે અને સોજાથી રાહત આપે છે.

તમારી ભૂખમાં વધારો : શું તમે જાણો છો કે, તમારી ભૂખ ઓછી થવાથી પણ તમારું પેટ ખરાબ થઈ શકે છે. સામાન્ય PH સ્તર ભૂખ હાર્મોનને નિશાનો કરવા માટે વધુ પ્રમાણમાં સક્રિય થાય છે. નાગરવેલના પાન પેટના બધા જ ઝેરીલા પદાર્થ કાઢીને સામાન્ય PH સ્તર બનાવી રાખવામાં મદદ કરે છે. આથી તે ભૂખને વધારે છે.

નાગરવેલના પાનના સેવનથી દાંતને લાભ : આ પાન શ્વાસને તાજી રાખવામાં પણ મદદ કરે છે. તે મોઢાના રોગાણુઓ, બેક્ટેરિયા અને અન્ય મૌખિક રોગજનકોથી બચાવે છે. જ્યારે તમે એક નાગરવેલનું પાન ચાવો છો ત્યારે તે તમારા મોઢાને સાફ કરે છે. તે દાંતના ક્ષયને રોકે છે. પેઢાને મજબુત બનાવે છે. મૌખિક રક્તસ્ત્રાવને રોકે છે. તમે તેનો ઉપયોગ કરવા માટે પહેલા થોડા પાન પાણીમાં ઉકાળીને તેનાથી કોગળા કરો, આથી તમારા ખરાબ ગળાને તે રાહત આપે છે.

ઉધરસ અને કફના ઇલાજમાં : શ્વસન સંબંધી સમસ્યાઓના ઈલાજમાં આ પાનના પાંદ ખુબ જ સારા માનવામાં આવે છે. તે ઉધરસ અને ઠંડીનો ઈલાજ કરવામાં મદદ કરે છે. તે બંધ છાતી, ફેફસાઓ અને અસ્થમાના દર્દીઓને ખુબ જ રાહત પહોંચાડે છે. તે શ્વાસ લેવાની સમસ્યામાં મદદ કરે છે. તમે નાગરવેલના પાંદમાં સરસવનું તેલ લગાવી તેને ગરમ કરો, અને છાતી પર રાખો. તેમજ બે કપ પાણીમાં એલચી, લવિંગ, ક્યુબ્સ અને તજ નાખીને તેને ઉકાળી લો. આ પાણી 1 ½ કપ થઈ જાય ત્યાં સુધી ઉકાળો. તેનું દિવસમાં ત્રણ વખત સેવન કરો. તેના એન્ટી બાયોટીક ગુણ કફ અને ઉધરસમાં તરત જ રાહત આપે છે.

પેશાબની સમસ્યા : નાગરવેલના પાંદને એક સારો એવો મુત્રવર્ધક માનવામાં આવે છે. આ માટે એક પાનને પીસીને તેનો રસ કાઢી લો, તેમાં થોડું પાતળું દૂધ મિક્સ કરીને સેવન કરો. તે શરીરમાં પાણીની ઉણપને પૂરી કરે છે. આથી ઓછું અથવા બંધાયેલ પેશાબથી પીડિત લોકોને રાહત આપે છે.

ઈજાના ઉપચાર : નાગરવેલના પાનમાં ઈજા અને સંક્રમણનો ઉપચાર કરવાના ગુણ રહેલા છે. પહેલા થોડા પાનને ક્રશ કરી લો, તેનો રસ કાઢો, તેને ઈજા અથવા સંક્રમણ વાળી જગ્યાએ લગાવો. પછી તેના પર એક પાન લગાવીને કપડાથી બાંધી દો, તમને થયેલ ઈજા બે દિવસમાં રૂઝાઈ જશે.

માથાનો દુઃખાવો : માથાના દુઃખાવાથી પીડિત લોકો માટે નાગરવેલના પાન ખુબ જ ઉપયોગી છે. તેમાં એનાલજેસિક અને કુલીંગ ગુણ હોય છે. માથાના દુઃખાવાને ઓછો કરવા માટે તમે આ પાનને માથા પર લગાવો. તમે પાનના પાંદનું તેલ પણ લઈ શકો છો.

ખીલની સમસ્યાનો ઘરેલું ઉપચાર : આ પાન ખીલ, બ્લેક હેડ્સ વગેરે માટે સારો ઉપાય છે. તેનાથી ઈજા, એલર્જી, ખંજવાળ અને શરીરની ગંધનો ઈલાજ કરવામાં મદદ મળે છે. થોડા પાનને પહેલા ક્રશ કરી લો, તેનો રસ કાઢો, તેમાં થોડી હળદર મિક્સ કરીને ખીલ અને એલર્જી વાળી જગ્યાએ લગાવો. આમ તે ત્વચા સંબંધી સમસ્યાના ઈલાજ માટે ઉપયોગી છે. તે ત્વચાને સંક્રમણથી બચાવે છે.

સોજાને ઓછો કરવા : આ નાગરવેલના પાનના તેલમાં ફીનોલ હોય છે, જેને મિથાઈલ કહે છે, તેમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. સાંધા અને ઓર્કાઈટીસ જેવી ગંભીર સ્થિતિમાં સોજાનો ઈલાજ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ડાયાબિટીસ : નાગરવેલના પાનના અર્કનો ઉપયોગ રક્ત શર્કરાના સ્તરને નિયંત્રિત કરવા માટે થાય છે. તેમાં એન્ટી ડાયાબિટીક ગુણ રહેલા છે.નાગરવેલના પાનના અન્ય ફાયદાઓ : 1 ) જો તમે કાનમાં દુઃખાવો રહે છે તો તેના માટે તમે નાગરવેલના પાનનો રસ અથવા તેલને નારિયેળ તેલ સાથે મિક્સ કરીને કાનમાં બે ટીપા નાખી દો. તેનાથી તરત જ રાહત મળી જશે.
2 ) યોનીમાં થતી ખંજવાળ અને યોની સ્ત્રાવથી પીડિત મહિલાઓ માટે પહેલા પાનના પાંદને ઉકાળો અને તેનાથી ગુપ્તાંગની સફાઈ કરો. ઘણા દેશમાં તેનો ઉપયોગ બાળકના જન્મ પછી મહિલાઓ માટે વધુ કરવામાં આવે છે.

3 ) નાગરવેલના પાંદ શરીરની ગંધ રોકવામાં મદદ કરે છે. આખો દિવસ તાજગી માટે તમે સ્નાનના પાણીમાં તેનો રસ નાખીને સ્નાન કરો. તે પરસેવો અને માસિક ધર્મની અપ્રિય ગંધને દુર કરે છે.
4 ) નાગરવેલના પાન નસકોરી માટે સારો ઉપચાર છે. ગરમી લાગવાથી નાકમાંથી લોહી નીકળે છે આથી શરીરને ઠંડક આપવા માટે તમે નાગરવેલના પાનનો ઉપયોગ કરી શકો છો.5 ) જો તમે થાકનો અનુભવ કરી રહ્યા છો અને તમને સુસ્તીનો અનુભવ થઈ રહ્યો છે તો મધની સાથે પાનનો રસ એક ટોનિકની જેમ કામ કરે છે.
6 ) તેમાં એન્ટી ફંગલ ગુણ રહેલા છે આથી તે ફંગલ સંક્રમણથી બચાવે છે.
7 ) જો તમે પીઠના નીચેના ભાગમાં દુઃખાવો રહે છે તો તેના માટે નાગરવેલ પાંદ સારો ઉપાય છે. આ માટે પાનના રસને નારિયેળ તેલ સાથે મિક્સ કરીને પીઠના નીચેના ભાગે માલીશ કરો. તેનાથી દર્દમાં તરત જ રાહત મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment