શાકભાજી સમાર્યા બાદ હાથમાં પડી જતા કાળા દાગ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, હાથ પર લગાવીલો આ એક વસ્તુ…

મિત્રો ખાસ કરીને મહિલાઓને એ વાતનો ખ્યાલ હશે કે જ્યારે તેઓ શાકભાજી સમારે છે ત્યારે અમુક એવી શાકભાજી હોય છે તેને સુધાર્યા પછી હાથ પર કાળા ડાઘ થઈ જાય છે જેને કાઢવા ખુબ જ અઘરા થઈ જાય છે. જો તમને પણ શાકભાજી સમારતી વખતે હાથને આંગળીઓમાં કાળા ડાઘના નિશાન થઈ જાય છે તો તેને દુર કરવા માટે અપનાવો આ સરળ ટીપ્સ.

એમ કહેવું કે ડાઘ એ માત્ર કપડા પર જ નથી લગતા પણ, તે ઘરની દીવાલ, ગાડી, અથવા શરીરમાં પણ લાગે છે, જો કે ડાઘ ગમે ત્યાં લાગે પણ ડાઘ એ કોઈને ગમતા નથી, કારણ કે તે કોઈ પણ વસ્તુનો શો બગાડી નાખે છે. તમે જોયું હશે કે ઘણી વખત શાકભાજી સમારતી વખતે તેનો રસ કપડા પર લાગી જાય છે. પછી તેને કાઢવા ખુબ જ મુશ્કેલ થઈ જાય છે. તેવી જ રીતે જ્યારે આ શાકભાજીનો રસ જ્યારે હાથ અને આંગળીઓ પર લાગે છે ત્યારે તેને કાઢવા પણ ખુબ જ અઘરા થઈ જાય છે. અને આ ડાઘ ક્યારેક સ્કીનને પણ નુકસાન કરી શકે છે.

તમે ઘણી વખત જોયું હશે કે, અમુક શાકભાજી અથવા તો ફળનો રસ હાથમાં લાગી જાય છે. જેમ કે કાચા કેળા, પૈપયા, કટહલ. જેમને સમારતી વખતે હાથ અને આંગળીઓમાં કાળા ડાઘના નિશાન પડી જાય છે. તેવામાં જો તમે તેને તરત જ નથી કાઢતા તો તે મુશ્કેલીનું કારણ બની શકે છે. આ લેખમાં થોડી ટીપ્સ જણાવવામાં આવી છે જેને અપનાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

લીંબુનો ઉપયોગ કરવો :

એકદમ સાચી વાત છે કે, લીંબુ એક એવી વસ્તુ છે જેનાથી તમે કોઈ પણ ડાઘ સરળતાથી કાઢી શકો છો. હાથ અને આંગળીઓ પર લાગેલા શાકભાજીના કાળા ડાઘ દુર કરવા માટે લીંબુ એ સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય છે. આ માટે તમારે એક વાસણમાં પાણીને ગરમ કરી લો, આ પાણીમાં એકથી બે ચમચી લીંબુનો રસ નાખો, આમ કર્યા પછી આ પાણીમાં આંગળીઓને થોડી વાર માટે ડુબાડી રાખો. 5 થી 7 મિનીટમાં શાકભાજીના ડાઘ નીકળી જશે. ત્યાર પછી કોઈ પણ લિક્વિડથી હાથને સારી રીતે ધોઈ નાખો.

બટેટાનો ઉપયોગ કરો :

તમે કદાચ નહિ જાણતા હો પણ બટેટા પણ શાકભાજી સમારતી વખતે હાથ અને આંગળીઓમાં પડેલ કાળા ડાઘ દુર કરવા માટે એકદમ બેસ્ટ ઉપાય છે. તેની મદદથી તમે થોડી મિનીટમાં જ ડાઘને દુર કરી શકો છો. આ માટે પહેલા એક મોટા બટેટાને લઈ લો. અને તેને બે થી ત્રણ ભાગમાં સમારી લો. ત્યાર પછી આ બટેટાને હાથ પર થોડી વાર ઘસો. આ રીતે જ આંગળીઓ પર પણ ઘસો. આમ કરવાની ડાઘ નીકળી જાય છે અને જો ન નીકળે તો તમે બીજી વાર આ પ્રક્રિયા કરો.મીઠું અને ગરમ પાણીનો ઉપયોગ :

હવે તમે ગરમ પાણી અને મીઠાથી પણ શાકભાજીના કાળા ડાઘ દુર કરી શકો છો. ગરમ પાણી અને મીઠાનું મિશ્રણ કાચા કેળા, પૈપયા, અને કટહલ જેવા ઘણા ફળ કે શાકભાજી સમારતી વખતે હાથ અને આંગળીઓ પર પડતા કાળા ડાઘને સરળતાથી કાઢી શકે છે.  આ માટે તમે મીઠા અને ગરમ પાણીનું મિશ્રણ બનાવી લો અને શાકભાજી સમારી લીધા પછી તરત જ હાથને 4 થી 5 મિનીટ ડુબાડીને રાખો. પણ પાણી વધુ ગરમ ન હોય તેનું ધ્યાન રાખવું. વધુ પડતું ગરમ પાણીથી હાથ દાઝી શકે છે. આથી નવશેકા પાણીનો ઉપયોગ કરવો.

વિનેગરથી હાથના ડાઘ દુર કરો :

વિનેગરનો પણ તમે શાકભાજી સમારતી વખતે હાથમાં થયેલ કાળા ડાઘને દુર કરવા માટે ઉપયોગ કરી શકાય છે. આ ઉપયોગથી ખાસ કરીને કાચા કેળાના કાળા ડાઘ ઝડપથી દુર કરી શકાય છે. આ માટે તમે હાથ પર એકથી બે ચમચી સિરકા નાખીને હાથને ઘસો. હાથને ઘસ્યા પછી કોઈ સાબુ અથવા લિક્વિડથી સાફ કરી લો. આમ તમારા હાથ પરના ડાઘ દૂર થઈ જશે. આ રીતે તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment