મિત્રો રોટલી એ આપણા ભારતીય ભોજનનો મુખ્ય ભાગ છે. રોટલી વગર આપણું ભોજન અધૂરું લાગે છે. પરંતુ જે રોટલી આપણા આહારમાં સામેલ હોય તે સ્વાસ્થ્યવર્ધક હોવી જોઈએ તો જ આપણા સ્વાસ્થ્યને ફાયદા થાય છે નહીં તો તેના નુકસાન પણ થઈ શકે છે. તેવી જ રીતે મિત્રો આજે અમે તમને જે રોટલી વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે છે મેંદા ની રોટલી. જો દરરોજ તેનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને અનેક પ્રકારના ગંભીર પરિણામો ભોગવવા પડે છે.
મિત્રો સ્વાદમાં મેંદો જેટલો સારો લાગે છે, સ્વાસ્થ્ય માટે તેટલો જ હાનિકારક હોય છે. આજના સમયમાં આપણે કોઈના કોઈ રૂપે મેંદાનું સેવન અવશ્ય કરીએ છીએ. કોઈ પીઝા, સમોસા, વાઈટ બ્રેડ થી મેદાનું સેવન કરે છે, તો કોઈ બિસ્કીટ દ્વારા મેંદો ખાઈ રહ્યા છે. તેમજ કેટલાક લોકો મેદાની પૂરી અને રોટલી બનાવીને પણ ખાવાનું પસંદ કરે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે મેંદાથી બનેલી રોટલીઓ ખાવાથી તમારા સ્વાસ્થ્યને કોઈપણ વિટામીન અને મિનરલ નથી મળી શકતા. પરંતુ મેદાની રોટલી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન જ પહોંચે છે.તમને જણાવી દઈએ કે મેદાને રિફાઇન્ડ લોટ ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે તેમાં ફાઇબર બિલકુલ નથી હોતું. જેનાથી આ આંતરડાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે જો તમે પણ મેદાની રોટલી ખાતા હોય તો તેને આજથી જ ખાવાનું છોડી દો. કારણ કે મેંદો તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો આવો ડાયટીશિયન દ્વારા જાણીએ કે મેદાની બનેલી રોટલી ખાવાથી સ્વાસ્થ્ય ને કયા નુકસાન થાય છે.
1) પાચન થી જોડાયેલી સમસ્યા:- જો તમે મેંદાની રોટલી ખાતા હોય તો તેનાથી તમને પાચન થી જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મેંદામાં ફાઇબર નથી હોતું. તેથી શરીર તેને સરળતાથી પચાવી નથી શકતું. તેથી મેદો આંતરડામાં ચોંટી જાય છે અને પાચન ક્રિયાને અટકાવે છે. મેંદાની રોટલી ખાવાથી તમને ગેસ કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો નિયમિત રૂપે મેદાની રોટલી ખાવામાં આવે તો આંતરડાને ગંભીર નુકસાન પહોંચી શકે છે. મેંદો આંતરડાની બીમારીઓનું પણ એક મુખ્ય કારણ બની શકે છે. તમારી સિસ્ટમને કંજેસ્ટેડ કરી શકે છે અને તેથી તમારું ચયાપચય ધીમું પડી શકે છે.2) વજન વધવાનું જોખમ:- મેદાની રોટલી ખાવાથી તમારા પાચનતંત્રને નુકસાન પહોંચી શકે છે. મેદાની રોટલી ચયાપચયને પણ ધીમું કરી શકે છે. જો તમે વધુ માત્રામાં મેદાની રોટલી ખાવ છો તો તેનાથી તમારું મેટાબોલિઝ્મ પ્રભાવિત થઈ શકે છે. તેનાથી તમારા દ્વારા ખાવામાં આવેલ ભોજન નું પાચન થવું મુશ્કેલ બને છે. જેથી તમારું વજન વધી શકે છે. નિયમિત રૂપે મેંદાની રોટલી ખાવાથી સ્થૂળતા નો શિકાર બની શકો છો.
3) ડાયાબિટીસનું જોખમ:- મેદાની રોટલી ખાવાથી ડાયાબિટીસ થવાનું જોખમ પણ ઘણું વધી જાય છે. વળી મેદામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે, તેનાથી સોજો આવી શકે છે અને ડાયાબિટીસના લક્ષણ વિકસિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે હાઈ GI હોવાના કારણે મેંદો બ્લડમાં સુગરને છોડે છે, તેનાથી બ્લડ સુગરનું સ્તર વધવા લાગે છે. તેથી જો તમને ડાયાબિટીસ હોય તો તમારે મેદાની સંપૂર્ણ રીતે પરેજી કરવી જોઈએ. તમારે મેદાની રોટલી ની સાથે જ પીઝા, બર્ગર, સમોસા વગેરેનું પણ સેવન ન કરવું જોઈએ. તેની જગ્યાએ તમારે ઘઉં, રાગીના લોટ થી બનેલી રોટલી ખાઈ શકો છો. તેમાં ફાઇબર વધારે હોય છે સાથે જ GI પણ ઓછું હોય છે.4) ઇમ્યુનિટી કમજોર બનાવે:- મેંદાની રોટલી તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ને કમજોર બનાવી શકે છે. વધુ પ્રમાણમાં મેદાનું સેવન કરવાથી એડ્રેનલ પર દબાણ પડી શકે છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા કમજોર થઈ શકે છે. એટલું જ નહીં મેદામાં કોઈપણ પ્રકારના વિટામિન કે મિનરલ પ્રાપ્ત નથી થતા એવા માં તમને પોષણ નથી મળી શકતું અને તમારી ઇમ્યુનિટી બુસ્ટ નથી થઈ શકતી.
5) કોલેસ્ટ્રોલનું સ્તર વધારે:- મેદાની રોટલી ખાવાથી તમને હૃદય રોગ થવાનું જોખમ પણ વધી શકે છે. જો તમે વધુ પ્રમાણમાં મેદાનું સેવન કરો છો તો તેનાથી તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે. તેના સિવાય સ્ટ્રોક સહિત હૃદયથી જોડાયેલી અન્ય બીમારીઓ પણ થવાની સંભાવના વધી જાય છે. તમારા હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે તમારે મેંદો ખાવાથી પરેજી કરવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી