ખાટો ઓડકાર, પેટમાં દુખાવો અને ભૂખ ન લાગવા જેવા 8 લક્ષણોને નજરઅંદાજ ન કરતા, નહિ તો જઈ શકે છે તમારો જીવ… હોય શકે છે આ કેન્સર…

આજની ભાગદોડ ભરેલી અને વ્યસ્ત લાઈફ સ્ટાઈલના કારણે આપણે ખાણીપીણી પર પણ ધ્યાન નથી આપી શકતા, તેથી આપણા સ્વાસ્થ્ય માં અનેક પ્રકારની બીમારીઓ નો રાફડો ફાટે છે. તેવીજ એક બીમારી ગેસ્ટ્રીક ની સમસ્યા છે. શિયાળાની ઋતુમાં ગેસ્ટ્રીક ની સમસ્યા થવી ખૂબ જ સામાન્ય છે.

આજકાલ મોટાભાગના લોકો આ સમસ્યાથી ગ્રસ્ત હોય છે. એક્સપર્ટ ના જણાવ્યા પ્રમાણે આ સમસ્યા ખરાબ ખાનપાન અને બદલતી જીવન શૈલીના કારણે થાય છે. પરંતુ જો આ આદત લાંબા સમય સુધી બનેલી રહે તો એસીડીટીના કારણે ગેસ્ટ્રીક કેન્સર હોવાનું જોખમ વધી જાય છે. સવારના સમયમાં નાસ્તો ન કરવાના કારણે એસીડીટી થઈ શકે છે અને ભવિષ્યમાં ગેસ્ટ્રીક કેન્સરનું જોખમ વધી જાય છે.ગેસ્ટ્રીક કેન્સર ને લોકો સામાન્ય ભાષામાં પેટના કેન્સરથી પણ ઓળખે છે. ભારતમાં ગેસ્ટ્રીક કેન્સર ની સમસ્યા દક્ષિણી ભાગ અને ઉત્તર પૂર્વી રાજ્યો માં વધારે છે. ભૂખ ન લાગવી, ખાવાનું ગળવામાં પરેશાની, પેટમાં દુખાવો, પેટમાં બળતરા, ખાટો ઓડકાર વજન ઓછું થવું, લોહીની ઉલટી, ખાધા બાદ પેટ ફુલેલુ હોવાનો અહેસાસ થવો અને ઓછું ખાવા છતાં પેટ ભરેલું હોવાનું લાગે તો આ ગેસ્ટ્રીક કેન્સર ના લક્ષણ છે.

ડોક્ટરના જણાવ્યા પ્રમાણે બદલાતી જીવન શૈલી જેમ કે ધુમ્રપાન અને આલ્કોહોલનું વધુ પડતા સેવન ના કારણે ગેસ્ટ્રીક કેન્સરનું જોખમ થાય છે. એટલું જ નહીં પરંતુ, હેલિકોબેક્ટર પાયલોરી સંક્રમણ, ખાસ કરીને અમુક જીનોટાઇપ્સ (vacAs1, vacAm1 અને cagA-પોઝિટિવ) એક મહત્વપૂર્ણ જોખમનું પરિબળ છે.

1. મહિલાઓને ઓછું જોખમ:- પુરુષોની તુલનામાં મહિલાઓને ગેસ્ટ્રીક કેન્સરનું જોખમ ઓછું છે. ગેસ્ટ્રીક કેન્સરની સારવાર માટે સીટી સ્કેન, બ્લડ ટેસ્ટ જીઆઇ એન્ડોસ્કોપી, બાયોપ્સી કરાવવાની સલાહ ડોક્ટર આપે છે. કારણ કે સમય રહેતા કેન્સરની સારવાર અને તેનો ઈલાજ થાય તો દર્દી ઠીક થઈ શકે છે.2. ગેસ્ટ્રીક કેન્સરથી બચવા માટે શું ખાવું:- ગેસ્ટ્રીક કેન્સર ના જોખમને ઘટાડવા માટે કેટલાક ખાદ્ય પદાર્થ છે જેના સેવનથી વ્યક્તિને આ સમસ્યાથી રાહત મળી શકે છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ફળ અને શાકભાજી વિશેષ રૂપે ફળોનું સેવન લોકોને ગેસ્ટ્રીક કેન્સરથી દૂર રાખે છે.

3. ફળ અને શાકભાજીનું સેવનમાં કરો વધારો:- પેટના કેન્સર ને રોકવા માટે પપૈયું, કોળું, મકાઈ, ઈંડા ની જર્દી, પાલક, કેરોટીનોઇડ થી ભરપૂર ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઈએ. સંતરા, મરચા, સ્ટ્રોબેરી, બ્રોકોલી, બટાકા, ભોલર મરચું, ટામેટું, કેરી વગેરે વિટામીન સી થી ભરપૂર હોય છે અને ગેસ્ટ્રીક કેન્સરથી બચાવી શકે છે.4. વિટામીન સી જરૂરી:- વિટામીન સી ખાદ્ય પદાર્થમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે સામાન્ય રીતે ખાટા ફળો અને જાંબુમાં ઉપલબ્ધ હોય છે. તે એન્ટિઓક્સિડન્ટ નો એક સમૃદ્ધ સ્ત્રોત છે. વિટામીન સી નો ઉચ્ચ ઔષધીય ખોરાક પ્રોક્સીડેન્ટ પ્રભાવ ઉત્પન્ન કરે છે જે કેન્સર કોશિકાઓ માટે નુકસાનદાયક હોય છે. પેટના કેન્સર ને અટકાવવામાં વિટામિન સી અને કેરોટીનોયડ એન્ટિઓક્સિડન્ટ ના રૂપમાં કાર્ય કરે છે. આ કેન્સર કોષોના વિકાસને અટકાવે છે અને તેને નાશ કરવાનું કામ કરે છે.

5. ખાટા ફળ છે લાભદાયક:- ફળ અને શાકભાજીનું સેવન ગેસ્ટ્રીક કેન્સરને 30 થી 40% સુધી ઘટાડે છે. કેટલાક અધ્યાયનો દ્વારા જાણવા મળે છે કે સાઇટ્રસ ફળોમાં ઓછો ખોરાક ગેસ્ટ્રિક કાર્સિનોમા સાથે સૌથી મજબૂત સમ્બન્ધ દર્શાવે છે. એચ પાયલોરી  સાથે સંક્રમણ એ ગેસ્ટ્રિક કેન્સર માટે એક મહત્વપૂર્ણ જોખમ પરિબળ છે. જીઆઈ એન્ડોસ્કોપી દ્વારા  એચ પાયલોરી સંક્રમણ શોધી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment