અમૃત સમાન આ ઔષધી પીવાથી પેટ, પાચન, ડાયાબિટીસ અને કબજિયાત જેવા રોગો નાબુત કરી શરીરનો ખૂણે ખૂણો કરી દેશે સાફ… જાણો પીવાથી રીત…

મિત્રો આપણને રોજિંદા જીવનમાં સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક નાની મોટી સમસ્યાઓ થાય છે. આવી સમસ્યાના ઉપચાર રૂપે આમળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળાનું સેવન લોકો અલગ-અલગ પ્રકારે કરે છે. આમળા ખાવા થી સ્વાસ્થ્યને અઢળક ફાયદા થાય છે. 

પોષક તત્વોથી ભરપૂર આમળા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન, ઓમેગા થ્રી, ફોલેટ, ફાઇબર અને વિટામિન સી વગેરે ઉપલબ્ધ હોય છે. આમળા શિયાળાની ઋતુમાં બજારમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. તેને ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે સાથે હૃદય સંબંધી બીમારીઓનું જોખમ પણ દૂર રહે છે. આમળાનું સેવન કરવાથી શરીરમાં ઝેરીલા પદાર્થો બહાર નીકળે છે અને શરીર સ્વસ્થ બને છે.તેનું સેવન કરવાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે. મોટાભાગના લોકો આમળાનો રસ, કેન્ડી અને અથાણું વગેરેના રૂપમાં તેનું સેવન કરે છે. પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે શરીરને સ્વસ્થ રાખવા માટે આમળા ડિટોક્સ ડ્રિંક વિશે. આ ડ્રિન્ક શરીરમાંથી ગંદકીને બહાર કાઢીને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. તો આવો જાણીએ તેને બનાવવા ની રીત વિશે અને તેના ફાયદા વિશે.

આમળા ડિટોક્સ ડ્રિંક બનાવવાની રીત:-

સામગ્રી:- આ ડ્રિન્ક બનાવવા માટે આમળા, આદુ અને લીંબુ ની જરૂર રહેશે. બનાવવાની રીત:- શિયાળામાં શરીરને ડીટોક્ષ કરવા માટે આ આમળાનું ડ્રીંક ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. તેને બનાવવા માટે આમળા અને આદુને લઈને થોડું પાણી મેળવીને બ્લેન્ડરમાં પીસી લો. ત્યારબાદ તેને ગરણીથી ગાળીને અલગ કરી લો. હવે તેને ગેસ પર પાંચ મિનિટ માટે ગરમ થવા દો. ત્યારબાદ ઠંડુ થવા પર ડિટોક્સ ડ્રિંકને પીવો. તે વખતે તેમાં સ્વાદ પ્રમાણે લીંબુનો રસ પણ મેળવી લો. તૈયાર છે તમારું આમળા ડિટોક્સ ડ્રિંક.

આમળાનું ડિટોક્સ ડ્રિંક પીવાના ફાયદા:- 

1) ઇમ્યુનિટી મજબૂત બનાવે:- આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામીન સી ઉપલબ્ધ હોય છે જે ઇમ્યુનિટીને મજબૂત કરીને શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આમળા ડિટોક્સ ડ્રિંક પીવાથી શરીરમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન નથી થતું. આ સંક્રમણ થી બચાવવામાં મદદ કરે છે. શિયાળામાં આ ડ્રિંક પીવાથી મોસમી બીમારીઓથી પણ બચાવ થાય છે.2) પાચનતંત્ર મજબૂત બનાવે:- આમળા પાચન તંત્રને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર ઉપલબ્ધ હોય છે, જે પેટમાં કબજિયાત વગેરે જેવી સમસ્યાઓને થતા અટકાવે છે. આમળા ડિટોક્સ ડ્રિંક પીવાથી ખાવાનું પણ સારી રીતે પચે છે અને પેટ પણ સ્વસ્થ રહે છે. 

3) ડાયાબિટીસમાં ફાયદાકારક:- આમળા ડિટોક્સ ડ્રિંક ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને પીવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે અને શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ પણ ઓછું થાય છે. આમળા ડિટોક્સ ડ્રિંક પીવાથી શરીરને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. આમળા ડિટોક્સ ડ્રિંક શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. પરંતુ ધ્યાન રાખવું જો તમને કોઈ બીમારી કે એલર્જી ની સમસ્યા હોય તો ડોક્ટર થી પૂછીને જ આનુ સેવન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment