મેગ્નેશિયમની કમીના કારણે શરીર બની શકે છે ખોખલું, ખાવા લાગો આ વસ્તુ, જીવો ત્યાં સુધી નહિ થાય મેગ્નેશિયમની કમી અને અનેક બીમારીઓ…

આપણું શરીર અનેક પોષક તત્વોથી બનેલું છે. આથી આપણા શરીરમાં દરેક તત્વની યોગ્ય માત્ર હોવી જરૂરી છે. આવું જ એક તત્વ છે મેગ્નેશિયમ. જેની ઉણપ શરીરમાં થવાથી અનેક સમસ્યાઓ થઇ શકે છે. આથી શરીરમાં તેનું લેવલ જળવાઈ રહેવું જોઈએ. આથી તમારે મેગ્નેશિયમ યુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ. 

મેગ્નેશિયમથી ભરપૂર ખાદ્ય પદાર્થોનું સેવન જરૂરી છે. આ પોષકતત્વો શરીર માટે મહત્વપૂર્ણ છે, વિશેષ રૂપથી નસો, માંસપેશીઓ, પ્રતિરક્ષા પ્રણાલીના સ્વસ્થ કામકાજ માટે અને હાડકાંને મજબૂત રાખવામા મદદ કરવા માટે પણ. તે સિવાય મેગ્નેશિયમ એક પોષકતત્વ છે જે રક્ત શર્કરાના સ્તર અને રક્તચાપને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેનાથી હ્રદયના ધબકારા સ્થિર રહે છે. 

મેગ્નેશિયમની ઉણપથી શું નુકસાન થાય છે?:- શરીરમાં મેગ્નેશિયમનું નિમ્ન સ્તર થાક, ભૂખ ન લાગવી, ઉલ્ટી, ઊંઘ ન આવવી, માંસપેશીઓની સમસ્યા અને બીજા ઘણા વધારે લક્ષણો ઉત્પન્ન કરી શકે છે. મેગ્નેશિયમની ગંભીર ઉણપ હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોરોનરી આર્ટરી ડીસીઝ સહિત ઘણી જૂની બીમારીઓથી જોડાયેલ છે. 

મેગ્નેશિયમ માટે શું ખાવું?:- મેગ્નેશિયમથી ભરપૂર ઘણા ખાદ્ય પદાર્થો છે જેનું તમારે દરરોજ સેવન કરવું જોઈએ. આ પોષકતત્વને લેવા માટે તમે તમારા દિવસની શરૂઆત હેલ્થી રેસીપીથી કરી શકો છો.જુવારની રોટલી:- જુવારની રોટલી એક પારંપારિક ભારતીય ફ્લેટબ્રેડ છે જેને જુવારના લોટ અને મીઠાથી બનાવવામાં આવે છે. તે મેગ્નેશિયમ, ફાઈબરમાં સમૃદ્ધ છે. તેને બનાવવા માટે તમારે એક કપ જુવારનો લોટ, ¾ કપ ગરમ પાણી અને 2-3 ચપટી મીઠું જોશે. બધી વસ્તુઓ મિક્સ કરીને લોટ બાંધી લેવો. તેના રોટલા બનાવીને શેકીને ઘી, માખણ કે શાક સાથે ગરમાગરમ પીરસો. 

બદામ બટર ટોસ્ટ:- બદામ બટર ટોસ્ટ એક સરળતાથી બનતી ટોસ્ટ રેસીપી છે, જેમાં તમે થોડા કેળાં પણ મિક્સ કરી શકો છો. આખા અનાજની બે સ્લાઈસ લેવી. ટોસ્ટના બે કટકા પર બદામનું માખણ અને પછી કેળાં રાખો. દરેક સ્લાઈસ પર થોડું મધ નાખો અને તે ખાવા માટે તૈયાર છે.બનાના ઓટ પેનકેક્સ:- બનાના ઓટ્સ પેનકેક્સ બનાવવા માટે તમારે દૂધ, રોલ્ડ ઓટ્સ, બેકિંગ પાવડર, વેનીલા એક્સટ્રેક્ટ, મીઠું, તજ, પાકેલાં કેળાં અને ઓલિવ ઓઇલ ગ્રીસ કરવાની જરૂરિયાત રહે છે. સૌથી પહેલા રોલ્ડ ઓટ્સને જીણા પાવડરમાં મિક્સ કરો, પછી દૂધ, કેળાં, વેનીલા એક્સટ્રેક્ટ, બેકિંગ પાવડર વગેરે મિક્સ કરીને ફરીથી બ્લેન્ડ કરો. બેટરને એક મોટા બાઉલમાં કાઢી લો. એક નોન-સ્ટિક પેનને ચીકણું કરો અને તેમાં એક ચમચી મિશ્રણ નાખીને ગોળાકાર ગતિમાં ફેલાવવું. બંને તરફ સરખું શેકવું. તેને ઉપરથી થોડું મધ નાખીને ગરમાગરમ પીરસવું. 

પાલક ડોસા:- પાલક ડોસા બનાવવા માટે તમારે બસ પાલક, અડદની દાળ, મેથી દાણા, ઘઉંનો લોટ, મીઠું અને ઓલિવ ઓઇલ જોશે. સૌથી પહેલા એક બાઉલમાં અડદની દાળ અને મેથી દાણા લઈને તેમાં પાણી ઉમેરો. 2 કલાક માટે પલાળવા રાખો. તેમાં પાલકની પ્યુરી, ઘઉંનો લોટ, મીઠું અને એક કપ પાણી નાખીને મિક્સ કરો. એક ગરમ નોન-સ્ટિક પેન પર તેનો ડોસો તૈયાર કરી લો અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. સાંભર અને ચટણી સાથે પીરસો.ફણગાવેલા મગનું સલાડ:- જો તમે સલાડ પસંદ કરતાં હોય તો ફણગાવેલા માગ જરૂરથી અજમાવો, જે મેગ્નેશિયમનો એક સારો સ્ત્રોત છે. તેને બનાવવા માટે તમારે ફંગાવેલા મગ, જીણી સમારેલી ડુંગળી, ટામેટું, લીલું મરચું, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, લીંબુનો રસ, કોથમીર અને મીઠું જોશે. ફણગાવેલા મગને ઉકાળો તે બફાઈ જાય એટલે બાકીની સામગ્રી મિક્સ કરી લીંબુ અને મીઠું નાખી કોથમરીથી સજાવો. આમ આ વસ્તુઓનું સેવન તમારા શરીરમાં મેગ્નેશિયમની કમીને પૂરી કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment