પતંગના રસિયાઓને મોંઘી પડશે આ વર્ષની ઉતરાયણ ! ચેક કરો પતંગ અને ફીરકીના ભાવ…..

મિત્રો જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે. એટલે તમે જાણતા હશો કે, હવે ઉતરાયણ આવશે. જો કે હાલ પણ લોકોના ઘરની ઉપર છોકરાઓ પતંગ ઉડાવતા જોવા મળી રહ્યા છે. આ સિવાય સ્કુલમાં પણ રજાનો માહોલ હોવાથી હાલ તો ઠેર ઠેર અગાસી પર પતંગ ઉડતી જોવા મળે છે. પરંતુ પતંગના માહોલમાં એવા સમાચાર આવી રહ્યા છે કે, આ વર્ષે પતંગમાં વેપારીઓને ખેંચ પડવાની છે. ચાલો તો આ અંગે વધુ જાણી લઈએ.

ગુજરાત રાજ્યમાં ઉતરાયણ એ સૌથી લોકપ્રિય તહેવારો માંથી એક છે. નાના બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક લોકોને પતંગ ચકાવવી બહુ ગમે છે. પણ આ વર્ષે ઉતરાયણ પર પણ કોરોનાની અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત ઉતરાયણમાં કરોડો રૂપિયાની પતંગ અને ફીરકીઓનું વેચાણ થાય છે. પણ આ વર્ષે કોરોનાના થયેલા લોકડાઉનથી ઓછી પતંગો બની છે. આમ પતંગ ઓછી બની હોવાથી બજારમાં પતંગની તંગી દેખાઈ છે. તેથી પતંગના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે, પતંગના વેપારી દિવાળી પછી તરત જ પતંગનો ખરીદી કરી લે છે. પણ આ વર્ષે બજારમાં પતંગ ઓછી આવી હોવાથી તેના ભાવ વધી ગયા છે.

પતંગના ભાવમાં 20 થી 25% નો ભાવ વધારો છે : આ અંગે એક પતંગના વેપારી સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે, ‘આ વર્ષે કોરોના મહામારીને કારણે પતંગો ઓછી બની છે. આ સિવાય હોલસેલ વેપારી અને રીટેલ વેપારી બંનેએ પતંગોની ખરીદી કરી લીધી છે. જો કે આ વર્ષે કોરોનાના કારણે બજારમાં પતંગ અને ફીરકીની ઘરાકી ઓછી રહેશે.આમ તેના ભાવમાં 20 થી 25% નો વધારો થયો છે. ગયા વર્ષે 1000 પતંગના બંડલના ભાવ 2600 થી 2800 રૂપિયા હતા, જેનો આ વર્ષે ભાવ 3500 થઈ ગયા છે અને ઉત્તરપ્રદેશની બરેલીની જે ફીરકી આવતી હતી તે પણ ઓછી આવી છે અને ફીરકીના ભાવ વધ્યા છે.

5000 વાર દોરીની ફીરકીના ભાવ 600 થી 700 રૂપિયા : પતંગ બજારના એક રીટેલ વેપારી સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે, આ વર્ષે રીટેલમાં જે ખરીદી જોવા મળતી હતી તેવી નથી જોવા મળી. આ વર્ષે કોરોનાના કારણે પતંગો ઓછી છે અને તેનો ભાવ વધુ છે. પતંગની હોલસેલ ખરીદી પણ મોંઘી છે. 5000 વાર દોરીની ફીરકીની કિંમત 600 થી 700 રૂપિયા છે. અને પીપુડી કે અવાજ કરતા રમકડા તો કોઈ ખરીદી જ નથી કરતા. જાણો નીચે ચાર્ટમાં જણાવ્યા છે ભાવ.

પતંગની એક કોડીનો ભાવ :

કોડી ભાવ
વ્હાઇટ ચિલ રૂ.80
રંગીન ચિલ રૂ.80
રંગીન ચાંદ રૂ.90-100
ખંભાતી રોકેટ રૂ.100
ખંભાતી કાટ(ડિઝાઇન) રૂ.100
અડધિયા ચિલ રૂ.150-160
કોણિયા ચિલ- પાવલા રૂ.200
આખિયા પતંગ રૂ.150 (5 નંગ)
મોટી ઢાલ (તવા- દોઢ તવા) રૂ.250 (1 નંગ)

ફિરકીના ભાવ :

1000 વાર રૂ.200
2000 વાર રૂ.350- 380
5000 વાર રૂ.600-750

રાત્રી કર્ફ્યુંને કારણે વેચાણ ઓછું : અમદાવાદમાં પતંગ માટે પ્રખ્યાત એવા રાયપુર બજાર અને જમાલપુર બજારમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોઈ પણ વેપારી અહીં જોખમ લેવા તૈયાર નથી. કોરોનાને કારણે પતંગ અને ફીરકીના ઓડર પણ ઓછા કરાવ્યા છે. આમ લોકો ખરીદી જ ઓછી કરશે એમ વિચારીને માલ જ ઓછો મંગાવ્યો છે. જ્યારે રાત્રી કર્ફ્યું 10 વાગ્યે અમલમાં થઈ જશે. અને 9 થી 9.30 સુધી જ દુકાનો શરૂ રહે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment