સાવધાન ! બજારમાંથી ઘી લેતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી. બ્રાન્ડેડ કંપનીના નામે રિટેલરો વેંચે છે નકલી ઘી….

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, આજકાલ લોકો ઘણી એવી વસ્તુઓ વહેંચતા હોય છે, જે આપણને ઓરીજીનલ લગતી હોય, પરંતુ તે નકલી હોય છે. તો સુરતમાં એક એવી જ બનાવટી કંપની મળી આવી છે. સુરતના રાંદેરમાં એક વર્ષથી ઘરમાં જ મિલાવટ વાળું ઘી બનાવીને બ્રાન્ડેડ કંપનીઓના નામે વહેંચતા ત્રણ આરોપી પકડાયા છે. આરોપીઓના ઠેકાણાથી 358.5 લિટર ઘી સહિત 3.20 લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ ગોડાઉનમાં મિલાવટી ઘીના ઘણા પેકેટ મળી આવ્યા. કુલ મળીને 1.73 લાખ રૂપિયાનું ઘી અને બાકી તેલ હતું.

મિલાવટી તેલ અને ઘી પાલનપુર પાટિયાના મશાલ ચોંકની પાસે આવેલ સીમા નગર સોસાયટીની દુકાન નંબર 8 માં દીવા ટ્રેડર્સને આપવામાં આવતું હતું. ત્યાર બાદ ત્યાંથી રિટેલર દુકાનદારોને આપવામાં આવતું હતું. અત્યાર સુધીમાં કેટલાનો માલ વેંચી દેવામાં આવ્યો હશે તેનો કોઈ જાણ નથી.

આરોપીઓ વિરુદ્ધ પહેલા પણ બે વાર ફરિયાદ આવી ગઈ હતી, પરંતુ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આરોપી જનક અને સંજીવ બંને પાર્ટનર છે. આરોપી જયેન્દ્ર લખાણી હોલસેલ પર તેનો માલ વેંચતો હતો. તેની સાથે લગભગ 25 જેટલા રીટેલર જોડાયેલા હતા.અસલી-નકલીમાં ફર્ક ન લાગે એવું પેકેટ ઉપયોગમાં લેતા : પોલીસ ઇન્સ્પેક્ટર ભાટિયાએ જણાવ્યું કે, જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલમાં અસલી થતા નકલીનો ફર્ક જણાવી શકવો ખુબ જ મુશ્કેલ હતું. કોઈ સામાન્ય વ્યક્તિ તેની ઓળખ ન કરી શકે. ઓળખ કરવા માટે અસલી અને નકલી બંનેને એક સાથે રાખવા પડે. જો કે, અમારી સાથે બ્રાન્ડેડ કંપનીના કર્મચારીઓ હતા, તેમને જ અસલી અને નકલી ઘી ની ઓળખ મેળવી. બે થી અઢી કલાક તપાસ કર્યા બાદ ખબર પડી કે આ માલ નકલી છે.

બ્રાન્ડેડ કંપનીના કર્મચારી સાથે રેડ પાડી : પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જે. ભાટિયાએ જણાવ્યું હતું કે, અમને સુચના મળી હતી કે, રાંદેરમાં મિલાવટી તેલ અને ઘી વેંચતી દુકાન છે. ત્યાર નાદ એક બ્રાન્ડેડ કંપનીના અધિકૃત કર્મચારીઓ સાથે રાંદેર રોડ પરના પાલનપુર પાટિયા પર આવેલ મશાલ ચોંક પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 55 514 પર રેડ પાડવા માટે ગયા હતા.આ ઘર વિનોદ ભજીયાવાલા થતા સંજીવ નાકરાણીનું છે. ત્યાંથી અમુલ, સુમુલ તેમજ સાગર કંપનીના ઘીના પેકેટ જપ્ત કર્યા છે. તેમાં મિલાવટી ઘી ભરેલું હતું. જેને દીવા ટ્રેડર્સ નામની દુકાનમાં સપ્લાય કરવામાં આવતું હતું. તેના માલિક આરોપી જય્નેદ્ર લખાણીને પણ ગિરફ્તાર કરવામાં આવ્યા છે. તેની પાસેથી પણ મિલાવટી માલ જપ્ત કરવામાં આવ્યો છે. ઘટના સ્થળેથી પોલીસે લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો છે. તેમાં મંગલ મારવાડી અને શંકર મારવાડી પણ શામિલ છે. જે વરાછામાં રહે છે.

કેવી રીતે બનાવતા હતા નકલી ઘી : આરોપી જનક અને સંજીવે જણાવ્યું કે, તેઓ વધુ પૈસા કમાવવા માટે આ કામ કરતા હતા. ગોડાઉનમાં કઢાઈમાં વનસ્પતિ ઘી, રીફાઈન્ડ ઓઈલ, સુગંધ અને પીળા રંગને ઉકળતા હતા. ત્યાર બાદ એલ્યુમિનિયમના ડબ્બામાં અને પેકેટમાં ભરતા હતા. ડબ્બા તેમજ પેકેટ પર સુમુલ, અમુલ અને સાગર જેવી બ્રાન્ડેડ કંપનીઓનું લેબલ લગાવી દેતા હતા. તેના કાર્ટુન પર પણ બ્રાન્ડેડ કંપનીઓના નામ સ્ટીકર લગાવેલ હતા. ફોર્ચ્યુન જેવી કંપનીઓના નામે તેલ પણ બનાવતા હતા. કાર્ટુન અને પેકેટ મંગલ અને શંકર મારવાડી આપતા હતા.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “સાવધાન ! બજારમાંથી ઘી લેતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી. બ્રાન્ડેડ કંપનીના નામે રિટેલરો વેંચે છે નકલી ઘી….”

  1. There will be 100 years before these Pure Indian realise their efforts to fool the ignorant public. Hope there are honest and clean people come forward to represent their country of pride.

    Reply

Leave a Comment