મિત્રો જેમ કે તમે જાણો છો, તેમ હાલ કોરોનાને કારણે આપણે સાવચેતી રાખવી ખુબ જરૂરી છે. તેથી જ આપણે આપણા ખોરાકમાં ઘણો ફેરફાર કર્યો છે અને હાલ તો શિયાળો હોવાથી આપણે મોટાભાગે ગરમ વસ્તુનું સેવન કરતા હોઈએ છીએ. તેથી ઘણા લોકો ઉકાળો પણ પીતા હશે. પણ અહીં સવાલ એ છે કે, આ ઉકાળો પીવો જોઈએ કે નહિ. તમને પણ આવો પ્રશ્ન થઈ રહ્યો છો તો તમે એક વખત આ લેખ જરૂર વાંચો.
આખી દુનિયા છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસના પડછાયામાં જીવી રહી છે. કોવિડ-19 મહામારી દિવસે દિવસે વધી રહી છે. અત્યારે વાયરસ વિરુદ્ધ વેક્સીનની રાહ જોવી પડે છે. આયુષ્ય મંત્રાલય અને સ્વાસ્થના જાણકાર નિરંતર ઇમ્યુનિટી વધારવા પર ભાર આપે છે. તેથી જ વાયરસની શરૂઆતથી આયુર્વેદિકના રૂપમાં ઉકાળાને ઈમ્યુનિટીના બુસ્ટરના રૂપમાં જોવા આવી રહ્યો છે. અમે તમને બતાવી દઈએ કે શિયાળામાં ઉકાળો પીવા માટે તમારે કંઈ કંઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ કે, જેનાથી તમારા ઉપર ખરાબ અસર ન પડે.
ખોટી રીતે કાઢો પીવાથી થતા નુકશાન : આપણે જાણીએ છીએ કે, કોઈ પણ વસ્તુનું જરૂરતથી વધારે ઉપયોગ કરવાથી નુકશાન થાય છે. આ વાત પણ અહીં લાગુ પડે છે. ઉકાળાને વધારે ઉકાળવું અને વારંવાર તેનું સેવન કરવાથી તમને નુકશાન થઈ શકે છે. તેનાથી તમારું યુરિન સંક્રમણ, ખીલ, એસિડિટી, શરીરમાં ગરમી વધી જવી, ત્વચા સુકાય જવી, અને મો આવી જવું જેવી સમસ્યા થઈ શકે છે. જો તમે તમારી ઈમ્યુનિટીને વધારવા માંગો છો તો આ સરળ ટિપ્સથી તમે યોગ્ય માત્રામા ઉકાળાનું સેવન કરી શકો છો.ઉકાળાને ઓછો ઉકાળવો : જેમ કે તમે પહેલેથી જાણો છો કે, જો ઉકાળાને વધારે ઉકાળવામાં આવે તો તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે. ઉકાળાને વધારે ઉકળવાથી તે વધુ પડતો કડવો થઈ જશે, જેનાથી તમને પેટમા બળતરા અને એસીડીટીની સમસ્યા થઈ શકે છે.
દિવસે પીવો અડધો કપ ઉકાળો : આ વિશે તમને જણાવી દઈએ કે, જો તમે પણ એ લોકોમાં શામેલ છો જે દિવસમાં 3 વખત ઉકાળાનું સેવન કરે છે. જો હા, તો એવું કરવાનું તરત બંધ કરી દો. અમે તમને જણાવી દઈએ કે આખા દિવસમા અડધા કપથી વધારે ઉકાળાનું સેવન ન કરવું.
ઠંડી જડી બુટ્ટી મિક્સ કરો : મિત્રો જો તમે જાણતા ન હો, તો તમને જણાવી દઈએ કે, આ ખૂબ જ જરૂરી છે કે ઉકાળામાં ઠંડી જડી બુટ્ટીઓનું મિશ્રણ કરવું જોઈએ. તેનાથી તમારા પેટ સંબંધિત કોઈ સમસ્યા નહીં થાય , તેના માટે તમે તમારા ઉકાળામાં નદયપાન, એલચી અને ગુલાબના પાનને શામિલ કરી શકો છો.ઠંડી વસ્તુઓનું સેવન કરવું : ઉકાળો શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે જેનાથી ત્વચા સુકાય જાય છે અને ચેહરા પર ખીલ નીકળે છે. તેનાથી બચવા માટે તમે આખો દિવસ મોસંબી, કેળા અને દ્રાક્ષ જેવા ઠંડા ફળોનું સેવન કરી શકો છો.
નિયમિત રૂપથી પાણી પીવું : ઉકાળાની તાસીર ખૂબ જ ગરમ હોય છે. જે પેટમાં કેટલાક પ્રકારની સમસ્યા ઉત્પન્ન કરી શકે છે તો યાદ રાખો કે, જો તમે ઉકાળાનું સેવન કરો છો તો તમે પેટની સમસ્યાથી બચવા માટે ફુદીનો અને નારિયેળના પાણીનું સેવન કરી શકો છો તેનાથી તમારા પેટની અંદર ઠંડક મળશે.
નિયમિત ઉકાળો ન પીવો : જો કે ઉકાળો કોરોના વાયરસ અને અન્ય બીમારી વિરુદ્ધ લડવામાં મદદ કરે છે પણ તમે તેનું સેવન લાંબા સમય સુધી નિયમિત રૂપથી ન કરો. 3 અઠવાડીયા નિયમિત સેવન પછી 2 અઠવાડિયા માટે ઉકાળાનું સેવન કરો પછી બંધ કરી દો અને પછી એને ફરીથી પીવાનું શરૂ કરી નાખો. ઉકાળાનું સેવન તમને કોરોના સામે લડવામાં ખુબ જ મદદરૂપ કરે છે. આ કોરોનાકાળમાં ઉકાળો એ અમ્રુત સમાન છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી