મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે જ્યારથી કોરોના દુનિયા અને દેશમાં આવ્યો ત્યારથી બધા જ લોકોને પોતાની સેફ્ટી માટે માસ્ક અને સેનિટાઈઝર સાથે રાખવા જણાવવામાં આવ્યું છે. પરંતુ ઘણા લોકોને માસ્ક પહેરવાથી પરેશાની થતી હોય છે. પરંતુ માસ્ક પહેરવામાં આવે તો કોરોનાથી બચી શકવાની શક્યતા રહે છે. માટે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ હાલ આપણે જોઈએ છીએ તો લોકો માસ્ક નથી પહેરતા.
પરંતુ ગુજરાત, સુરતમાં એક નવી અને અનોખી પહેલ સામે આવી છે. જેમાં હવે માસ્ક વગર કોઈ નીકળે તો તેને દંડના બદલે એવી વસ્તુ આપવામાં આવશે કે જે જાણીને તમને પણ આશ્વર્ય થશે. કેમ કે આ અનોખી વસ્તુથી તમારી સુરક્ષા અને શીખ બંને મળશે. તો ચાલો જાણીએ કંઈ છે આ અનોખી પહેલ.મિત્રો તમને જણાવી દઈએ કે હવે માસ્ક ન પહેરતા લોકો પાસેથી પોલીસ દંડ નહિ વસુલે, પરંતુ એવાને સામેથી જ માસ્ક આપશે. પોલીસે દંડ નહિ, માસ્ક પહેરો નામથી અભિયાન શરૂ કર્યું છે. તેમાં લોકોને વિનંતી કરવામાં આવી રહી છે કે, સરકારી ગાઈડલાઈનને માનો અને પોતાની જવાબદારીને સમજો અને ખુદની સાથે બીજાને પણ બચાવો. માસ્ક પહેરવાથી જ કોરોનાને રોકી શકાય છે.
સેક્ટર-1 ના એડિશનલ સીપી પ્રવીણ મલે જણાવ્યું કે, સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. એટલા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમાં દંડ વસુલવામાં નહિ આવે, પરંતુ પોલીસ ખુદ સામેથી માસ્ક આપશે. લોકોએ પોતાની જવાબદારીઓને સમજવી જોઈએ. આ પહેલ અનુસાર સુરત પોલીસ અલગ અલગ જગ્યાઓ પર માસ્ક વિતરણ કરશે. એવી ઉમ્મીદ છે કે, આ પહેલથી 100% લોકો માસ્ક પહેરશે અને પોતાની જવાબદારીને સમજશે. આ અભિયાન અનુસાર ગુરુવારના રોજ ગોડાદરા ત્રણ રસ્તા અને ઉધનામાં પોલીસે માસ્ક વિતરણ કર્યું.સુરતમાં કોરોનાની સ્થિતિ : કોરોનાના કેસોની સાથે હવે અવસાન નોંધ પણ વધવા લાગી છે. 118 દિવસ બાદ ગુરુવારના રોજ ચાર દર્દીઓના અવસાન થયા છે. આ પહેલા 27 નવેમ્બર 2020 ના રોજ ચાર દર્દીઓના કોરોનાના કારણે અવસાન થયા હતા. 2021 ના વર્ષમાં ગુરુવારના રોજ સૌથી વધુ 628 નવા કેસ સામે આવ્યા હતા, તેમાં 501 એક દર્દી શહેરના હતા અને 127 ગ્રામીણ હતા.
અત્યાર સુધીમાં માત્ર સુરતની વાત કરવામાં આવે તો 60850 પોઝિટીવ કેસ આવી ચુક્યા છે. શહેરના 402 અને ગ્રામીણ વિસ્તારના 32 એટલે કે ટોટલ 434 દર્દીઓ ડિસ્ચાર્જ થયા. હવે એક્ટીવ દર્દીઓ 3065 ની પાર થઈ ગયા છે. તેમાંથી ચાર દર્દીઓના અવસાનથી હવે મૃત્યુઆંક 1157 સુધી પહોંચી ગયો છે. અત્યારે 621 દર્દીઓ સુરત શહેરની હોસ્પિટલમાં ભરતી છે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
માસ્ક વિશે તમારું શું કહેવું છે, કોમેન્ટ કરીને અવશ્ય જણાવો…