આજ આપણે જોઈએ છીએ કે લોકોની જિંદગી ખુબ ભાગદોડ ભરેલી થઈ ગઈ છે. એવા પોતાના શરીર પ્રત્યે ધ્યાન આપવું બહુ ઓછા લોકો કરે છે. જેના કારણે તમે અમુક સમયે ઘણી બીમારીનો ભોગ બની શકો છો. જો કે આ બીમારી થવાનું કારણ થોડી આપણી બેદરકારી પણ હોય શકે છે. આથી જો તમે સમય રહેતા સાવધાન થઈ જાવ તો આ બીમારીનો તમે સહેલાઈથી સામનો કરી શકો છો.
ભાગદોડ ભરેલી જિંદગીમાં પીઠ અને ખભાનો દુઃખાવાને સામાન્ય રીતે લોકો બહુ તેને ગંભીર નથી લેતા. પણ ડોક્ટરનું માનવામાં આવે તો શરૂઆતમાં આ દુઃખાવાને નજરઅંદાજ કરવાથી ઉંમર વધવાની સાથે મોટી પરેશાની બની શકે છે. ડોક્ટર આ માટે કમ્પ્યુટર પર એક અવસ્થામાં કલાકો સુધી બેસી રહેવું અને ખરાબ લાઈફ સ્ટાઈલને જવાબદાર માને છે. એ જ રિપોર્ટ અનુસાર ખરાબ અવસ્થામાં બેસવું અને સુવાથી પીઠ અને ખભાની સમસ્યા વધી શકે છે. સક્રિય લાઈફ સ્ટાઈલના અભાવ અને ઓફિસમાં કલાકો સુધી બેસીને કામ કરવાના કારણે યુવાઓમાં આ સમસ્યા હાલ ખુબ ઝડપથી વધી રહી છે. તો પહેલા આપણે જાણી લઈએ પીઠ અને ખભાના દુઃખાવાને કેવી રીતે સમજવું જોઈએ.પીઠના નીચેના ભાગે દુઃખાવો થવો : જો તમને પીઠના નીચેના ભાગમાં દુઃખાવો છે તો તેને લંબર અથવા કોકસીડીનીયા (ટેલબોન અથવા સેક્રલ દર્દ) કહેવામાં આવે છે. આ બેકબોન અને આસપાસના ક્ષેત્રો જેમ કે નિતંબ, ઉપરની જાંઘ, કમરના ભાગને પ્રભાવિત કરે છે. અહીંનો દુઃખાવો લોકોને ખુબ જ પ્રભાવિત કરે છે.
પીઠની વચ્ચે દુઃખાવો : આ સર્વાઇકલ અને લંબરના ક્ષેત્રની વચ્ચેના ભાગનો દુઃખાવો છે. જેને થોરાસિક દુઃખાવાના રૂપમાં ઓળખવામાં આવે છે. આ પણ એક સામાન્ય દુઃખાવો છે.
ઉપરના ભાગે પીઠમાં દુઃખાવો : પીઠની ઉપરના ભાગમાં દુઃખાવો એટલે કે સર્વાઇકલ ક્ષેત્ર. આ ગળું અને ખભાના ભાગનો દુઃખાવો છે. જે સ્લાઉંચીંગ, સૂતા અને બેસવાની ખોટી સ્થિતિને કારણે થાય છે. તેને અવગણના કરવાથી તે આગળ જતા ઘાતક થઈ શકે છે. તો હવે જાણીએ કે આ દુઃખાવાને દુર કેવી રીતે કરવા.સ્ટ્રેચિંગ અને કસરત કરો : જો તમારી પીઠ અને ખભામાં સતત દુઃખાવો થઈ રહ્યો છે તો તમે પોતાની લાઈફ સ્ટાઈલ માં સ્ટ્રેચિંગ અને કસરતને જરૂર સામેલ કરો. દુઃખાવો રહેવા પર તમે કોબ્રા પોઝ, કાઓ પોઝ, ચાઈલ્ડ પોઝ, જેવું સ્ટ્રેચિંગ કરી શકો છો. આ સિવાય વોકિંગ, જોગિંગ, પીતી કસરતને પોતાની લાઈફમાં જરૂર સામેલ કરો. આ તમારા મસલ્સની સ્ટિફનેસને દુર કરશે અને થોડા દિવસોમાં તમે આરામ અનુભવશો.
પેઈન રિલીઝ ક્રીમનો ઉપયોગ કરો : પેઈન રિલીઝ ક્રીમમાં મેન્થોલ તત્વ હોય છે, એ દર્દ વાળી જગ્યા પર કુલીંગ ઈફેક્ટ આપે છે. એટલું જ નહિ, તેમાં કેપ્સેસિન કોમ્પોનન્ટ દુઃખાવામાં તરત આરામ આપવામાં મદદ કરે છે.ફૂટવેર બદલો : ઘણી વખત ગલત ફૂટવેર પહેરવાથી ગળા, પીઠ અને ખભામાં દુઃખાવાની ફરીયાદ થાય છે. એવામાં તમે બુટનો ઉપયોગ કરો છો તો પહેરવામાં ઠીક લાગતું હોય તેમજ તમારી સ્થિતિ યોગ્ય રાખે છે. હાઈ હિલ, અને એકદમ ફ્લેટ બંને પ્રકારના બુટ તમારી પીઠને પ્રભાવિત કરે છે. તમારા પગ માટે યોગ્ય બુટ કેવા હોય તે માટે તમારા ડોક્ટરની સલાહ લો.
વર્ક એરિયામાં બદલાવ લાવો : જો તમે હોમ ઓફિસ કરો છો અને સતત બેડ પર બેસીને, નીચા નમીને અથવા સુઈને કામ કરો છો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. ખોટી સ્થિતિમાં કલાકો સુધી કામ કરવાથી તમે કોઈ ગંભીર બીમારીની ચપેટમાં આવી શકો છો. જ્યારે પણ લેપટોપ પર કામ કરો તો યોગ્ય ઊંચાઈ વાળા ટેબલ ચેર પર સીધા બેસીને જ કામ કરો. વચ્ચે વચ્ચે ઉભા થઈને ચાલતા રહો.
ભોજનમાં સામેલ કરો વિટામીન ડી અને કેલ્શિયમ : પોતાના ભોજનમાં વિટામીન ડી અને કેલ્શિયમને જરૂર સામેલ કરો. દૂધ, દહીં, ઇંડા વગેરેનું સેવનથી તમારા બોન તો મજબુત રહેશે જ સાથે કોઈ પણ પ્રકારની આંતરિક સમસ્યા થવા પર તેને હિલ પણ કરશે. તમે ડોક્ટરની સલાહ પર વિટામીન ડી અને કેલ્શિયમને ટેબ્લેટ પણ લઈ શકો છો.
હિટીંગ અને કોલ્ડ પેડનો પ્રયોગ : દુઃખાવાથી છુટકારો મેળવવા માટે તમે દર્દ વાળી જગ્યાએ હિટીંગ કે કોલ્ડ પેડથી શેક કરી શકો છો. તેનાથી આસપાસના મસલ્સની સ્ટિફનેસ ઘટશે અને બોન રીલેક્સ થશે. તમે પહેલા કરતા સારું અનુભવશો.સ્ટ્રેસને રાખો દુર : એક રિપોર્ટ અનુસાર જો લાંબા સમયથી તમે સ્ટ્રેસમાં છો તો તમારા મસલ્સને પણ તે પ્રભાવિત કરે છે. સ્ટ્રેસના કારણે તમારી પીઠ અને ખભાના ભાગમાં દુઃખાવો થઈ શકે છે. સ્ટ્રેસ દુર કરવા માટે તમે સ્ટ્રેસ રીલીફ ટેકનીકનો પ્રયોગ કરી શકો છો. આ માટે તમે પોતાના જીવનમાં યોગા, ધ્યાન વગેરેને સામેલ કરો.
ભરપુર નીંદર લો : એક સ્ટડી અનુસાર નિંદરનો અભાવ પણ ઘણી વખત ગંભીર મસલ્સ પેઈનનું કારણ બની શકે છે. આ માટે સૂતા પહેલા એ જરૂર ધ્યાન આપો કે તમારી પથારી આરામદાયક હોય અને ઓશીકું વધુ ઉચું ન હોય. સેન્ટર ફોર ડીજીજ કંટ્રોલ એન્ડ પ્રીવેશન અનુસાર 7 થી 9 કલાકની નીંદર લેવી જરૂરી છે. કારણ કે નીંદરના અભાવમાં આપણા મસલ્સ પણ રીલેક્સ નથી થતા અને આ દુઃખાવો વધી શકે છે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી