દિવસભર પેટ ભારે -ભારે લાગે છે ? તો કરો આ ઉપાય બદહજમી કે ભારેપણું તરત થઈ જશે દૂર | મફત દેશી ઉપાય

ઘણીવાર આપણને કાંઇપણ ખાધા-પીધા વગર પણ પેટ ભારી લાગતું હોય છે. એનું સૌથી મોટું કારણ બદહજમી છે. નાનપણથી લઈને અત્યાર સુધી આપણને એ શીખવવામાં આવ્યું છે કે, ભોજનને ચાવી-ચાવીને ખાવું જોઇ. પરંતુ આપણાં માથી ઘણા લોકો જલ્દી-જલ્દીમાં ઓછું ચાવ્યા વગર જ ભોજન કરે છે, જે કારણથી પેટ ભારે લાગે એવો અનુભવ થાય છે.

બદહજમીની ફરિયાદ હોવાના કારણે, જમવાની ખુબ જ ઓછી ઇચ્છા થતી હોય છે, કારણ કે વગર ખાયે જ પેટ ભરેલું છે તેવું લાગતું હોય છે. જો તમને પણ આ પ્રકારની સમસ્યા થઈ રહી છે, તો ઘરમાં રહેલ વસ્તુથી જ તમે આ સમસ્યાનો હલ કાઢી શકો છો. ચાલો જાણીએ પેટ ભારી હોવા પર, કઈ ટિપ્સને અપનાવવી જોઇ.

1)પેટની કોઈપણ સમસ્યા દૂર કરવા માટે અજમાને ખુબ જ લાભકારી માનવામાં આવે છે. ભરીપણાની સમસ્યાને દૂર કરવા માટે અજમા અને ત્રિફળાનું ચૂર્ણ ખાવો. આનાથી તમારી સમસ્યા દૂર થશે. પેટનું ભારીપણું દૂર કરવા માટે લગભગ 10 ગ્રામ અજમા લો. હવે તેમાં 10 ગ્રામ સિંધાલુણ મીઠું અને 10 ગ્રામ ત્રિફળા ચૂર્ણને મિક્સ કરો. આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરીને ચૂર્ણ તૈયાર કરી લો. હવે આ ચૂર્ણને નિયમિત રૂપથી નવશેક પાણીની સાથે ખાવો. આમ, કરવાથી પેટનું ભારીપણું દૂર થશે. સાથે જ, કબજીયાતની સમસ્યાથી પણ મુક્તિ મળશે.

2) જીરું અને અજમાનું પાણી : જો તમે તમારા પેટનું ભારીપણું દૂર કરવા માંગો છો, તો સવારે ઉઠીને અજમા અને જીરાનું પાણી પીવો. આમ, કરવાથી જૂનામાં જૂની બદહજમીની ફરિયાદ દૂર થાય છે. અજમા અને જીરું તમારા પેટ માટે જાદુની જેમ કામ કરે છે. આનું પાણી પીવાથી તમારું મેટાબોલીજ્મ બુસ્ટ થશે. સાથે જ, આ પાચન શક્તિને મજબૂત કરે છે.

3)આંબલી અને ગોળની ચટણી : આંબલી એન્ટીઓક્સિડેન્ટના ગુણોથી ભરપૂર હોય છે, જે પેટની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. જો તમને પેટમાં હેવીનેસ ફિલ થઈ રહ્યું છે, તો ગોળ અને આંબલીની ચટણી બનાવીને સેવન કરો. આમ, કરવાથી તમારું પેટ સાફ થશે, જેથી તમને પેટ ભારી નહીં લાગે. સાથે જ, આનાથી કબજીયાતની સમસ્યા પણ દૂર થશે.

4) કબજીયાતની સમસ્યાને દૂર કરવા માટે તમે ખાવાના સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે એક ગ્લાસ પાણી લો. હવે આમાં એક ચમચી સોડા નાખો. પાણીમાં સોડાને સારી રીતે મિક્સ કરી લો અને પછી પીવું. આમ, કરવાથી તમને પેટની સમસ્યામાં રાહત મળશે. પેટની સમસ્યાને દૂર કરવા માટે લગભગ સોડા ખુબજ કામ આવે છે.

5) ઘણા લોકોને કબજીયાત રહેવાના કારણે પેટમાં ભારીપણું લાગે છે. આવી સ્થિતિમાં દરરોજ એક સફરજનનું સેવન કરવું જોઇ. સફરજન સ્વાસ્થ્ય માટે ખુબજ લાભકારી છે. નિયમિત રૂપથી સફરજનનું સેવન કરવાથી ઘણા રોગો દૂર થાય છે. આ સિવાય સફરજનમાં ફાઈબર હોય છે, જે પેટથી જોડાયેલ સમસ્યાને દૂર કરે છે. સાથે જ સફરજન બદહજમી અને ગેસને દૂર કરે છે.

પેટમાં ભારીપણાંની સમસ્યાને દૂર કરવા માટે, તમે આ ઘરેલુ ટિપ્સને અપનાવી શકો છો. પરંતુ તમારી સમસ્યા ખુબ જ વધી રહી છે, તો એકવાર ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઇ. કારણ કે પેટથી જોડાયેલ ગંભીર સમસ્યાથી તમે બચી શકાય છે.

આમ તમે ગેસ, કબજિયાત અને એસીડીટીની સમસ્યાથી પરેશાન છો તો તમે ઘણા ઘરેલું ઉપાયો અપનાવીને પોતાની આ સમસ્યા દુર કરી શકો છો સાથે પેટ સાફ થવાથી તમે અન્ય બીમારીથી પણ પોતાનું રક્ષણ કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment