અઠવાડિયામાં ફક્ત એક મુઠ્ઠી આનું સેવન હૃદય માટે છે વરદાનરૂપ… પુરુષોએ જરૂર ખાવી જોઈએ આ એક વસ્તુ

નમકીન અને સ્વાદિષ્ટ સિંગદાણાનું સેવન કરવું આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. તે સ્વાદમાં ટેસ્ટી ઉપરાંત તેનાથી શરીરને ફાયદા આપતા મેગ્નેશિયમ, ફોલેટ, વિટામીન ઈ જેવા પોષક તત્વો પણ મળે છે. ચાલો તો આજે તમને જણાવી દઈએ તેને ખાવાથી પુરુષોને કેટલો ફાયદો થાય છે અને તે કેવી રીતે તમારી સેકસુઅલ હેલ્થ માટે ફાયદાકારક છે.

તમને જણાવી દઈએ કે સિંગદાણામાં આર્જીનાઈન નામનો એક એમીનો એસીડ હોય છે. જે નાઈટ્રીક ઓક્સાઈડમાં ફેરવે છે. નાઈટ્રીક ઓક્સાઈડ એક એવું તત્વ છે જે આપણી રક્ત કોશિકાઓ ને ડાઈલેટ કરીને બદલ ફ્લો અને સર્ક્યુલેશનને સારું બનાવવાનું કામ કરે છે.

આ સિવાય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે તેમજ એવો દાવો કરવામાં આવ્યો છે કે આર્જીનાઈન સપ્લીમેન્ટ ઇરેકટાઈલ ડીસફંક્શન (નપુસંકતા) ને લગતી સમસ્યાઓને ઘણા અંશે ઓછી કરવામાં મદદ કરે છે. ઘણી અન્ય શોધને પ્રાણીઓ પર થયેલા અભ્યાસમાં એ જાણવા મળ્યું છે કે આર્જીનાઈન સીમેન (વીર્ય) ક્વોલીટીમાં સુધારવામાં પણ મદદ કરે છે.

સિંગદાણાને રેસવેરેટ્રોલ નામના એક એન્ટી ઓક્સીડેન્ટનો પણ સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે આ એન્ટી ઓક્સીડેન્ટ પુરુષોની સેક્યુઅલ હેલ્થને સપોર્ટ કરે છે, માણસ અને પ્રાણીઓ પર થયેલા થોડા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આર્જીનાઈનની જેમ રેસવેરેટ્રોલ પણ પુરુષોના સ્પર્મ ક્વોલીટી અને ઇરેકટાઈલ ડીસફંક્શનમાં સુધાર કરી શકે છે. 

સેકસુઅલ હેલ્થ સિવાય સિંગદાણા આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ પહોચાડે છે. શું તમે જાણો છો કે સિંગદાણા ખાવાથી હૃદયની બીમારીઓમાં પણ ઘણો ફાયદો થાય છે. તેમજ તેનું જોખમ ઓછુ રહે છે. ડોક્ટર્સ પણ પોતે દર્દીઓને સિંગદાણા અથવા તો પીનટ બટર જેવી વસ્તુઓ ખાવાની સલાહ આપે છે.

લીનોલીક એસીડ જેવા પોલીઅનસેચુરેટેડ ફેટથી યુક્ત સિંગદાણા હૃદયને ખુબ જ મોટો ફાયદો આપે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કાર્બોહાઈડ્રેટ અને સેચુરેટેડ ફેટની જગ્યાએ પોલીઅન સેચુરેટેડનું સેવન કરવાથી હાર્ટ ડીસીઝનું જોખમ ઓછુ થાય છે. બજારના પેકેટ બંધ વસ્તુઓમાં આનું પ્રમાણ વધુ જોવા મળે છે.

એક રીવ્યુ અનુસાર અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વખત સિંગદાણા અથવા તો બદામ ખાવાથી હૃદયની બીમાંરીઓનું જોખમ ૧૩% ઓછુ કરી શકો છો. એક અન્ય અભ્યાસ અનુસાર સિંગદાણા ખાવાથી શરીરનું HDL (ગુડ કોલેસ્ટ્રોલ) લેવલ વધે છે. જેનાથી હૃદયના સ્વાસ્થ્યને સીધો ફાયદો થાય છે. 

સિંગદાણા પ્રોટીનનો સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે. 28 ગ્રામની એક સર્વિંગમાં લગભગ 7 ગ્રામ પ્રોટીન હોય છે. પ્રોટીન એ માત્ર આપણા શરીરના વિકાસ માટે જરૂરી છે, પણ ઇજાને ભરવા માટે, ટીશું રિપેયર અને ઈમ્યુન ફંક્શન માટે પણ ખુબ જ જરૂરી છે. વેટ ટ્રેનીંગ કરતા લોકો માટે સ્નાયુઓની રીકવરી માટે પણ પ્રોટીન ખુબ જ જરૂરી છે.

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સિંગદાણા માંથી બનેલ કોઈપણ વસ્તુઓ સ્નાયુઓ અને માસ વધારવાનું કામ કરે છે. તેમજ વજન વધારાથી પીડિત 65 લોકો પર થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લો કેલેરી ડાયેટના રૂપમાં સિંગદાણાનું સેવન કરતા લોકોનું વજન ખુબ જ ઝડપથી ઓછુ થાય છે. ફેટ ઝડપથી બર્ન થાય છે. અને આમ તમારી વધારાની ચરબી ઓછી થવા લાગે છે.

આમ તમે સિંગદાણાનું સેવન કરીને સ્વાસ્થ્યની અનેક બીમારીઓ સામે રક્ષન્ન મેળવી શકો છો. તેમજ પુરુષોની સેકસુઅલ લાઈફ માટે પણ સિંગદાણાનું સેવન ખુબ જ સારું માનવામાં આવે છે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment