વૈજ્ઞાનિકોએ શોધેલી આ તરકીબથી 3 વર્ષ પહેલા જ ખબર પડી જશે હાર્ટએટેક આવશે કે નહિ… જાણો તેના લક્ષણો અને સંપૂર્ણ માહિતી…

મિત્રો આજકાલ તમે જોતા હશો કે, મોટાભાગના લોકોને હાર્ટએટેક આવતા હોય છે. જો કે હવે તો નાની ઉંમરના લોકોને પણ હાર્ટએટેક આવી જાય છે. એટલે સુધી કે હાલતા ચાલતા લોકોને હાર્ટએટેક આવી જાય છે. આથી લોકોને બચવાનો સમય જ નથી મળતો. આ બીમારી એવી છે જેના લક્ષણો વિશે મોટાભાગના લોકો અજાણ હોય છે. આથી હાર્ટએટેકની આ સમસ્યાને નાની ન સમજતા તેને ગંભીર રીતે લેવી જોઈએ. આથી જો તમારા શરીરમાં અમુક લક્ષણો દેખાય તો તમે અગાઉથી તેનાથી પોતાનો બચાવ કરી શકો છો.

વૈજ્ઞાનિકોએ હવે એક એવો ટેસ્ટ શોધ્યો છે, જેની મદદથી ત્રણ વર્ષ પહેલા જ હાર્ટએટેકના જોખમની જાણ થઈ શકે છે. તેનાથી હાર્ટએટેકથી થતાં મૃત્યુનું જોખમ ઘણી હદે ઓછું થઈ શકે છે.

હૃદયની બીમારીઓનો શિકાર હવે માત્ર ઘરડા જ નહિ, પરંતુ યુવા પેઢીના લોકો પણ ઝડપથી થઈ રહ્યા છે. હાર્ટએટેકના વધતાં કેસો પોતે જ તે વાતનું સબૂત છે. જો કે વૈજ્ઞાનિકોએ હવે એક એવો ટેસ્ટ શોધ્યો છે જેની મદદથી લગભગ ત્રણ વર્ષ પહેલા જ હાર્ટએટેકના જોખમની જાણ થઈ શકે છે. તેનાથી હાર્ટએટેકથી થતાં મૃત્યુનું જોખમ ઘણી હદે ઓછું થઈ શકે છે. આમ જો તમે આ લક્ષણને સમજીને તેનો સમયસર ઈલાજ કરો છો તો તેનાથી બચી શકાય છે.

તે માટે વૈજ્ઞાનિકોએ હાર્ટએટેકના પૂર્વ પીડિતોના સી-રીએક્ટિવ પ્રોટીનની તપાસ કરી છે. એટલે કે એક એવો સંકેત કે જે ઈમ્ફ્લેમેશન વિશે જણાવે છે. તેઓએ ટ્રોપોનીનનો પણ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કર્યો છે. તે એ પ્રોટીન છે જે હાર્ટ ડેમેજ થાય ત્યારે લોહી માંથી નીકળે છે. રિપોર્ટ જણાવે છે કે, NHS ના લગભગ અઢી લાખ દર્દીઓમાં જેમનું સીઆરપી લેવલ વધેલું હતું અને ટ્રોપોનીન ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યા હતા, તેમનામાં મૃત્યુની સંભાવના લગભગ 35% હતી.

વૈજ્ઞાનિકોની આ શોધથી સાચા સમયે મોનિટરિંગ અને એન્ટિ-ઇમ્ફ્લેમેટરીઝ દવાઓની સલાહ આપીને લાખો લોકોનો જીવ બચાવી શકાય છે. ઈમ્પીરિયલ કોલેજ ઓફ લંડનના ડો. રમજી ખમીજે જણાવ્યુ કે, આ ટેસ્ટની શોધ એવા સમયે થઈ છે જ્યારે અન્ય ટેસ્ટથી વધુ નબળા લોકોમાં આ જોખમની ઓળખ કરવામાં આવી રહી છે.

આ સ્ટડી માટે ફંડ જમા કરનાર બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના પ્રોફેસર જેમ્સ લીપરે કહ્યું કે, તે ડોક્ટર્સની મેડિકલ કિટમાં સમાવિષ્ટ થનારું એક ખુબ જ કિંમતી ટૂલ છે. એક સ્ટડીમાં જોવા મળ્યું કે, દિવસમાં લગભગ 4 કલાક એક્ટિવ રહેવાથી હાર્ટ ડિસિજનું જોખમ 43% સુધી ઘટી જાય છે.

હાર્ટએટેકના લક્ષણ : સેન્ટર્સ ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશને હાર્ટ એટેકના ઘણા બધા લક્ષણો જણાવ્યા છે. તેમાં છાતીમાં દુખવાઓ અથવા મુંજારો સૌથી વધુ મહત્વપૂર્ણ છે. નબળાઈ, જડબા, ગળા કે કમરમાં દુખાવો પણ તેના પ્રમુખ લક્ષણોમાં સમાવિષ્ટ છે. તે સિવાય બંને હાથ કે, ખભામાં દુખાવો કે બેચેનીના લક્ષણથી પણ હાર્ટએટેકને ઓળખી શકાય છે. શ્વાસ લેવામાં તકલીફ પણ હાર્ટએટેકનો સંકેત હોય શકે છે.

આમ તમને જો અગાઉથી ખબર પડી જાય કે તમને હાર્ટમાં કોઈ તકલીફ છે તો તમે તેનો અગાઉ ઈલાજ કરાવી શકો છો. અહી વૈજ્ઞાનિકો એ કરેલ સંશોધનમાં જાણવા મળ્યું છે કે, તમારૂ શરીર જયારે તમારા શરીરમાં કોઈ ગંભીર બીમારી આવવાની હોય છે ત્યારે તેનો સંકેત આપે છે. જેને મોટેભાગે લોકો અવગણે છે અને તેનો ઈલાજ નથી થતો. જેને કારણે લોકોને હાલતા ચાલતા હાર્ટએટેક આવી જાય છે. પરંતુ તમે કેટલીક સાવચેતીથી હાર્ટએટેક આવવાથી બચી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment