આઈબ્રો કરવાતા સમયે ચહેરા પર લગાવી દો આ એક વસ્તુ, દુખાવો કે બળતરા થયા વગર જ ફટાફટ થઈ જશે આઈબ્રો….

મિત્રો આપણા ચહેરાની સુંદરતા આપણી આઇબ્રોથી થાય છે. તમે ચહેરાને ગમે તેટલો મેકઅપ કરી લો પણ જો તમે આઇબ્રો નહિ કરી હોય તો તમારો ચહેરો ખરાબ લાગે છે. અથવા તો કહીએ કે, આઇબ્રો વગર તમારી સુંદરતા ઓછી લાગે છે. આથી જ બધી મહિલાઓ પોતાના આઇબ્રોને લઈને ખુબ જ સતર્ક રહેતી હોય છે. જો થોડી પણ વિખાય જાય તો ચહેરાનો શેપ બદલાય જાય છે. પરંતુ આ આઇબ્રો કરાવતી વખતે ખુબ જ દર્દ થાય છે અને જો તમે પણ આ દર્દને અનુભવો છો તો થોડી ટ્રીક્સ દ્વારા એ દર્દને ઓછું કરી શકો છો.

જાડી અને લાંબી આઇબ્રો દેખાવમાં ખુબ જ સુંદર લાગે છે. ઘણી મહિલાઓ તેને દર મહીને શેપ આપે છે. તેનાથી તેની સુંદરતા વધે છે. તેમજ ચહેરા અનુસાર તમારી આઇબ્રો બનાવવામાં આવે તો તમારો લુક સારો લાગે છે. ઘણા લોકો આઇબ્રોને શેપ આપવા માટે થ્રેડીંગથી બચે છે. કારણ કે તેમાં તેને દુખાવો થાય છે. જો કે જે લોકોની આઇબ્રો જાડી હોય છે તેમને દુખાવો વધુ થાય છે. તેઓ થ્રેડીંગ માટે અન્ય રીત અપનાવે છે. જેમ કે રેજર, વેક્સિંગ અને પ્લકિંગ કરવું. જો કે રેજરથી શેપ બરાબર નથી આપી શકાતો. જયારે વેક્સિંગથી શેપ આપવો ઘણા લોકોને ગમતો નથી.

આ સિવાય જે લોકોની આઇબ્રો જાડી હોય છે તેઓ પ્લકિંગથી આઇબ્રોને શેપ નથી આપી શકતા. એક એક વાળને પ્લક કરવામાં ખુબ જ મુશ્કેલી થાય છે. તેનાથી દર્દ પણ વધુ થાય છે. આ પ્રકારની પરેશાનીથી જો તમે બચવા માંગતા હો તો અહીં આપેલ કેટલીક ટ્રીક્સ અજમાવી શકો છો. જયારે જયારે તમે થ્રેડીંગ કરાવો ત્યારે આ ટ્રીક્સને ફોલો કરો.

બરફ : જો તમે થ્રેડીંગથી આઇબ્રો બનાવો છો તો તેના પહેલા બરફ લગાવો. તેનાથી તમને ઠંડકનો અનુભવ થાય છે. જેનાથી દર્દ ઓછું થાય છે. જો બરફ લગાવવાથી તમારી સ્કીન સુન્ન થઈ જાય એટલે થ્રેડીંગ દરમિયાન તમને દુખાવો નથી થતો. આ સિવાય વાળ પણ સોફ્ટ થઈ જાય છે અને તે સરળતાથી નીકળી જાય છે. આમ તમારા વાળ જાડા છે તો તમે બરફ લગાવીને આઇબ્રો કરાવો.

પાવડર : જો કે થ્રેડીંગ કરતી વખતે પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો તમને વધુ દર્દ થાય છે તો ઉચ્ચ ક્વોલીટીનો પાવડર ઉપયોગ કરો. ઘણી વખત પાર્લરમાં એક વખત પાવડર લગાડ્યા પછી બીજી વખત પાવડર નથી લગાવતા. ત્યારે તેને કહો અને વધુ પાવડર લગાવો. જેનાથી પીડા ઓછી થશે.

થ્રેડીંગ કરતી વખતે સ્કીન : થ્રેડીંગ કરતી વખતે આંગળીઓ દ્વારા સ્કીનને ટાઈટ પકડવાનું કહેવામાં આવે છે. આમ કરવાથી દુખાવો ઓછો થાય છે અને શેપ આપવામાં પણ સરળતા રહે છે. જો તમને વધુ દુખાવો થાય છે તો તમારી સ્કીનને એકદમ ટાઈટ પકડો. થોડી પણ સ્કીનને ઢીલી ન કરો.

ચ્વિન્ગમ : થ્રેડીંગથી થતા દુખાવાથી બચવા માંગો છો તો તે સમયે ચ્વિન્ગ્મ ચાવવાનું શરુ કરો. વાસ્તવમાં ચ્વિન્ગ્મ તમારા ધ્યાનને ફેરવી નાખે છે. તેનાથી તમને દુખાવાનો અનુભવ નથી થતો.

એલોવેરા જેલ : એલોવેરા જેલ આઇબ્રો કરાવતા પહેલા જ નહિ પણ પછી પણ લગાવી શકાય છે. જો તમારી પાસે બરફ નથી તો તમે એલોવેરા જેલ લગાવો. તેમાં રહેલ ઠંડકનો ગુણ તમને દર્દ અને જલનમાં આરામ આપે છે. થ્રેડીંગ કરાવતા પહેલા એલોવેરા જેલ આઇબ્રો પર લગાવો. એટલું જ નહિ તેનાથી તમારા આઇબ્રોનો શેપ પણ સારો આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment