આ આયુર્વેદિક જડીબુટ્ટી વાળને મફતમાં જ કરી દેશે લાંબા, ઘાટા અને મજબૂત…. સફેદ અને ખરતા વાળથી મળી જશે કાયમી છુટકારો…

મિત્રો દરેક મહિલા પોતાના વાળને જાડા, ચમકદાર, મુલાયમ અને લાંબા કરવા માંગે છે. આ માટે તેઓ અનેક પ્રોડક્ટનો પણ ઉપયોગ કરે છે. પરંતુ તમે વાળને લાંબા, ઘાટા અને  મજબુત બનાવવા માટે અર્જુન છાલનો પણ ઉપયોગ કરી શકો છો. તેમજ જો તમારા વાળ વધુ ખરે છે તો તેના માટે પણ અર્જુન છાલ ખુબ જ ઉપયોગી છે.

આયુર્વેદમાં ઘણી એવી જડીબુટ્ટી છે, જેનો ઉપયોગ સ્વાસ્થ્ય સારું કરવાની સાથે સાથે વાળને મજબૂત બનાવવા માટે પણ કરવામાં આવે છે. તેમાંથી જ એક અર્જુનનું વૃક્ષ પણ છે. અર્જુનના વૃક્ષની છાલ વાળ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. અર્જુનની છાલ વાળને લાંબા, ઘટ્ટ અને મજબૂત બનાવવામાં ઉપયોગી છે. સાથે જ અર્જુનની છાલ સફેદ વાળની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.

અર્જુનની છાલ : અર્જુનનું વાનસ્પતિક નામ ટર્મિનેલિયા અર્જુન છે. ટર્મિનેલિયા એક લેટિન શબ્દ છે, જેનો અર્થ અંત એવો થાય છે. અર્જુનના વૃક્ષના પાંદડાઓ તેની ડાળીઓના અંતમાં હોય છે, કદાચ તે કારણે જ તેને ટર્મિનેલિયા નામ આપવામાં આવ્યું છે. તેના પોષક તત્વો વાળ માટે ખુબ જ લાભકારી છે.

અર્જુનની છાલ વાળ માટે : અર્જુનની છાલ હૃદય સંબંધિત બીમારીઓ ઘટાડે છે, સાથે જ કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે. અર્જુનની છાલને હૃદયના સ્વાસ્થ્ય માટે ઓળખવામાં આવે છે. પરંતુ, વાળની સમસ્યા દૂર કરવા માટે પણ અર્જુનની છાલનો ઉપયોગ કરવામાં આવે છે. વાળ માટે અર્જુનની છાલનો પાવડર ઉપયોગી બની રહે છે.

વાળને લાંબા બનાવે છે અર્જુનની છાલ : અર્જુનની છાલ વાળને લાંબા બનાવવા માટે ઉપયોગી છે. જો તમારા વાળ નાના અને પાતળા હોય તો, તમે અર્જુનની છાલનો પાવડર ઉપયોગમાં લઈ શકો છો. તેનાથી વાળનો વિકાસ ઝડપથી થાય છે. વાળ લાંબા અને ઘટ્ટ પણ બને છે.

સફેદ વાળની સમસ્યામાં અર્જુનની છાલ : આજકાલ મોટાભાગના લોકોને નાની ઉંમરમાં જ સફેદ વાળની સમસ્યાનો સામનો કરતા હોય છે. સમય પહેલા જ સફેદ વાળ આપણી સુંદરતાને પણ ઘટાડે છે. અર્જુનની છાલનો પાવડર, મહેંદીનું મિશ્રણ વાળમાં લગાડવાથી વાળ ધીરે ધીરે કાળા થવા લાગે છે. અર્જુનની છાલ વાળને લાંબા બનાવવાની સાથે સાથે કાળા પણ બનાવે છે.

વાળને મજબૂત બનાવે છે અર્જુનની છાલ : અર્જુનની છાલ સ્વાસ્થ્ય સારું રાખવાની સાથે સાથે વાળને પણ મજબૂત બનાવે છે. અર્જુનની છાલનો પાવડર વાળમાં લગાડવાથી વાળમાં મજબૂતી આવે છે. હેયરફોલ પણ અટકે છે, વાળ સ્ટ્રોંગ બને છે.

અર્જુનની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો ? : આમ તો, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે અર્જુનની છાલનું સેવન કરવામાં આવે છે પરંતુ, વાળને લાંબા, ઘટ્ટ અને મજબૂત બનાવવા માટે પણ અર્જુનની છાલનો હેર માસ્કના રૂપમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.

1 ) તમે અર્જુનની છાલનો પાવડર પાણી સાથે મિક્સ કરીને લઈ શકો છો.
2 ) અર્જુનની છાલનો પાવડર દૂધ સાથે લેવો પણ સ્વાસ્થ્યની સાથે સાથે વાળ માટે પણ સારું છે.
3 ) અર્જુનની છાલનો ઉપયોગ હેર માસ્કના રૂપમાં પણ કરી શકાય છે. વાળમાં અર્જુનની છાલનું હેર પેક લગાડવાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

અર્જુનની છાલની તાસીર કેવી હોય છે ? : આયુર્વેદના મત મુજબ, અર્જુનની છાલની તાસીર ઠંડી હોય છે. તે પિત્ત અને કફને વધતાં રોકે છે, જ્યારે વાતને વધારે છે. અર્જુનની છાલ શરીરને ઠંડુ પાડે છે અને પેટની બળતરા મટાડે છે.

તમે પણ વાળને લાંબા, ઘટ્ટ અને મજબૂત બનાવવા માટે અર્જુનની છાલનો ઉપયોગ કરી શકો છો. પરંતુ જો વાળથી જોડાયેલી કોઈ સમસ્યા હોય તો એક્સપર્ટની સલાહ લઈને જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment