સામાન્ય એવી આ ભસ્મ શરીરની 9 બીમારીઓ જડમૂળથી કરી દેશે ગાયબ, વાત્ત, કફ, પાચન સહિત પેટની તમામ સમસ્યાઓ કરી દેશે દુર. જાણો ઉપયોગની રીત અને ફાયદા…

તાંબાની ભસ્મ તાંબામાથી તૈયાર કરેલ એક આયુર્વેદિક ઔષધી છે. આયુર્વેદમાં ઘણી બીમારીઓને દૂર કરવા માટે તાંબાની ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિશે આયુર્વેદાચાર્ય જણાવે છે કે તાંબાની ભસ્મનો ઉપયોગ એક દવાના રૂપમાં કરવામાં આવે છે. આ તમને ઘણા પ્રકારની બ્રાંડમાં મળી જાય છે. તાંબાની ભસ્મની તાસીર ગરમ હોય છે. માટે જ તેનો ઉપયોગ ઓછામાં ઓછો કરવામાં આવે છે. તે જૂનામાં જૂની ઉધરસ અને કફની મુશ્કેલીને દૂર કરવામાં મદદ કરે છે. આટલું જ નહીં, તેના સેવનથી અસ્થમા, શરીરમાં લોહીની ઉણપ, કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા જેવી ઘણી બીમારીઓને દૂર કરી શકાય છે. લીવર રોગીઓ માટે તાંબાની ભસ્મ ઘણી રીતે ઉપયોગી બને છે. આજે અમે તમને આ લેખમાં તાંબાની ભસ્મના ફાયદા અને ઉપયોગની વિધિ જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ તેના વિશે.

તાંબાની ભસ્મમાં રહેલા તત્વો : આયુર્વેદિક ઔષધિના રૂપમાં તાંબાની ભસ્મનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. તેમાં રહેલા એન્ટિ-હાઇપર્લિપિડેમીક, એન્ટિ ઓક્સિડેન્ટ ગુણો ઘણી બીમારીઓ દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. આ બધા તત્વો અસ્થમા, એનીમિયા, જળોદર, ટયૂમર, કેન્સર, સ્થૂળતા, થાઈરૉઈડ, કિડનીથી જોડાયેલી બીમારી, એડકીની સમસ્યા, કફ વગેરેને દૂર કરવામાં મદદ કરે છે.

તાંબાની ભસ્મના ફાયદાઓ : 1) પાચન ક્રિયામાં સુધાર કરે છે : તાંબાની ભસ્મના ઉપયોગથી ઉદર એટ્લે કે પેટની સમસ્યાઓ દૂર કરી શકાય છે. તેના સેવનથી તમે પાચનમાં સુધારો લાવી શકો છો. તે તમારા પેટમાં રહેલા ગેસ, એસિડિટીને ઘટાડવામાં અને પેટથી જોડાયેલી બધી જ સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.

2) યકૃતના વિકારને દૂર કરે છે : યકૃતના રોગોને દૂર કરવા માટે તામ્ર ભસ્મ ઉપયોગી બની રહે છે. વાસ્તવમાં પેટની અગ્નિ મંદ થઈ જવાને કારણે યકૃતની કાર્યક્ષમતા પર અસર થવા લાગે છે. આવી સ્થિતિમાં તાંબાની ભસ્મના ઉપયોગથી યકૃતના વિકારને ઘટાડી શકાય છે.

3) પિત્ત દોષને ઘટાડે છે : શરીરમાં પિત્ત વધી જાય ત્યારે તમે તામ્ર ભસ્મનો ઉપયોગ કરી શકો છો. તાંબાની ભસ્મ પિત્ત દોષને ઘટાડવામાં અસરકારક ગણવામાં આવે છે. પિત્તદોષની સમસ્યા થાય ત્યારે અડધી રત્તિ જેટલી તામ્ર ભસ્મ લેવી. હવે તેમાં 1 રત્તિ સ્વર્ણ માક્ષિકા ભસ્મ મિક્સ કરો. બંનેને સરખી રીતે મિક્સ કર્યા બાદ મધ સાથે તેનું સેવન કરવું. આમ કરવાથી પિત્ત દોષ ઘટે છે.

4) અપચાના રોગીઓ માટે ગુણકારી : અપચાના રોગીઓ માટે પણ તામ્ર ભસ્મનો ઉપયોગ અસરકારક ગણવામાં આવે છે. હૈજા થાય ત્યારે 1\4 રત્તિ તામ્ર ભસ્મ લેવી. તેમાં કપૂર રસની 2 ગોળી અને ડુંગળીનો રસ મિક્સ કરવો. તેનું સેવન થોડા થોડા સમયના અંતરાલે કરવું. તેનાથી હૈજાના રોગીઓને ઘણો ફાયદો મળી શકે છે.

5) એનીમિયાની સમસ્યા દૂર કરી શકે છે : શરીરમાં લોહીની ઉણપ હોય તો તમારા માટે તામ્ર ભસ્મ ઘણી જ અસરકારક સાબિત થઈ શકે છે. જો કે તામ્ર ભસ્મની તુલનાએ લોહ ભસ્મ એનીમિયાના રોગીઓ માટે ફાયદાકારક ગણવામાં આવે છે. પરંતુ પાચનના કારણે શરીરમાં લોહીની ઉણપ થાય ત્યારે તમે તાંબાની ભસ્મનો ઉપયોગ કરી શકો છો. આ સીવાય તમે તામ્ર ભસ્મ અને લોહ ભસ્મ બંનેને એક સાથે મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકો છો.

6) કફના વિકાસને ઘટાડે છે : કફની સમસ્યાને તામ્ર ભસ્મના ઉપયોગથી દૂર કરી શકાય છે. કફની સમસ્યા વધે ત્યારે તામ્ર ભસ્મની સાથે 1 માશા કાચા ગૂલ્લર ફળના ચૂર્ણને મિક્સ કરો. હવે આ ચૂર્ણનું સેવન એક સાથે કરવું. તેનાથી કફ વિકાર થોડા દિવસોમાં જ સરખો થઈ જાય છે.

7) ભૂખ વધારવામાં અસરકારી : તાંબાની ભસ્મના ઉપયોગથી ભૂખ ન લાગવી કે ઓછી ભૂખ લાગવાની સમસ્યાને દૂર કરી શકાય છે. તેના માટે લાંબા કાળા મરી, મધ, આદુંનો રસ અને તામ્ર ભસ્મને સરખી માત્રામાં મિક્સ કર્યા પછી તેનું સેવન કરવું. તેનાથી ભૂખ ન લાગવાની તકલીફ દૂર થાય છે.

9) એડકી કંટ્રોલ કરવામાં : જો તમને વારંવાર એડકી આવતી હોય તો તેના માટે તાંબાની ભસ્મનું સેવન ઉપયોગી ગણવામાં આવે છે. તેના માટે તામ્ર ભસ્મની સાથે લીંબુનો રસ અને કાળા મરીનો પાવડર મિક્સ કરો. આ મિશ્રણના સેવનથી એડકીની તકલીફને ઘટાડી શકાય છે.

8) પિત્તાશયની પથરી : તાંબાની રાખનાં સેવનથી પિત્તાશયની પથરીને પણ ઘટાડી શકાય છે. તેના માટે કાએલના જ્યુસમાં 1 ચપટી તામ્ર ભસ્મનું નિયમિત રૂપથી સેવન કરવું જોઈએ. તેનાથી પિત્તાશયની પથરી ધીરે ધીરે ઓગળીને બહાર આવી જાય છે.

તામ્ર ભસ્મથી સાવધાની : તામ્ર ભસ્મનું સેવન કરતાં પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ. ડોક્ટરની સલાહ વગર તેના સેવનથી બચવું જોઈએ. આયુર્વેદાચાર્ય જણાવે છે કે તેનું સેવન દિવસમાં 2 વખત 30 મિલિગ્રામથી વધુ કરવું જોઈએ નહીં. તેના વધુ સેવનથી કેટલીક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે પેશાબમાં બળતરા, પેટમાં બળતરા અને એસિડિટી, નાકમાથી લોહી આવવું, બ્લડ પ્રેશરમાં ઘટાડો, પિરિયડ્સ વખતે વધારે રક્ત્સ્ત્રાવ, માથાનો દુખાવો અને ચક્કર આવવા.

ધ્યાનમાં રાખવું કે તામ્ર ભસ્મ એક આયુર્વેદિક ઔષધિ છે તેનું સેવન વધુ માત્રામાં કરવું જોઈએ નહીં.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment