આ ઔષધી છે સોજા, સાંધા, દાંતના દુખાવાનો અકસીર ઈલાજ, મહિલાઓની આ ગંભીર સમસ્યા સહિત વાળની સમસ્યાઓ પણ કરી દેશે ગાયબ….

મિત્રો તમે કદાચ ગુંદાનું નામ સાંભળ્યું હશે, તેમજ તમને કદાચ ભાવતા જ હશે. કેમ કે મોટેભાગે ગુંદાનું અથાણું બનાવવામાં આવે છે. તેમજ તેને ખાટા હળદર, મીઠા વાળા કરીને પણ ખાવામાં આવે છે. આ ખુબ જ લાંબા સમયથી ભારતમાં બનાવવામાં આવતું અથાણું છે. જેનું સેવન તમને અનેક સ્વાસ્થ્ય લાભો આપે છે. જો કે ગુંદા ચીકણા હોય છે, પણ તેને હળદર અને મીઠામાં પલાળીને રાખવાથી તેની ચીકાશ દુર થઇ જાય છે. આજે અમે તમને ગુંદાના કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું.

ગુંદાની મદદથી તમે મોઢાના છાલા, ખીલની સમસ્યા, ખંજવાળ, સોજાની સમસ્યા, અર્થરાઈટીસનો દુખાવો, દાંતનો દુખાવો, પીરીયડસનો દુખાવો, વાળ સફેદ થવા, રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં, પેટનું અલ્સર વગેરે સમસ્યાઓ ઠીક થાય છે. લસોડા એક વૃક્ષ છે, જેના ફળ, છાલ, પાનનો ઉપયોગ કરવામાં આવે છે. તમે ગુંદાનું સેવન ઘણી રીતે કરી શકો છો. તેના પાનનો ઉકાળો બનાવી શકાય છે, ફળમાંથી પણ ઉકાળો બનાવી શકાય છે, ગુંદાની છાલનો પાવડર ઘણા રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. ગુંદામાંથી અથાણું, શાક, લાડવા પણ બનાવવામાં આવે છે. આજે આપણે આ લેખમાં તેના ફાયદાઓ અને ઉપયોગ કરવાની રીત વિશે જાણીશું.

1) દાંતનો દુખાવો દુર થાય છે : ગુંદાની મદદથી પેઢામાં થતી સોજા જેવી સમસ્યાઓ પણ દુર કરી શકાય છે. તેનાથી મોઢાના ચાંદામાં પણ આરામ મળે છે. તમે લસોડાની છાલનો પાવડર બનાવી લો, તેને બે કપ પાણીમાં ઉકાળો, તેનો ઉકાળો બનાવીને તૈયાર કરો. પછી તેનું સેવન કરો. તેનાથી દાંતનો દુખાવો દુર થાય છે.

2) ખીલની સમસ્યા દુર થાય છે : ખીલની સમસ્યા દુર કરવામાં પણ ફાયદાકારક છે. તમે લસોડાના પાનને પીસીને જીવાત કરડી ગઈ હોય તે સ્થાન પર લગાવી શકો છો. આ સિવાય જે લોકોને ખંજવાળની સમસ્યા હોય છે તેના માટે પણ ગુંદા ખુબ જ ફાયદાકારક છે. તમે તેના બીજને પીસીને ખંજવાળ વાળી જગ્યાએ લગાવો તેનાથી ખંજવાળ દુર થઇ જશે.

3) સોજાની સમસ્યા દુર કરે છે : સોજાને ઓછા કરવા માટે તમે લસોડાની છાલનો પાવડર બનાવો અને પછી તેમાં કપૂર નાખીને મિશ્રણ બનાવી લો. પછી તેને સોજા વાળા સ્થાને લગાવો, તેનાથી સોજા ઓછા થઇ જશે. ગુંદાનું અથાણું બનાવીને પણ ખાઈ શકાય છે. તેનાથી સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. તે સ્વાદમાં મીઠા હોય છે, તેના ફળના રસને સાંધા પર લગાવવાથી અર્થરાઈટીસનો દુખાવો પણ દુર થાય છે. જે મહિલાઓને પીરીયડસમાં દુખાવો થાય છે તેઓ ગુંદાની છાલ નો ઉકાળો પી શકે છે.

4) સમય પહેલા વાળ સફેદ થવાની સમસ્યા દુર કરે છે : લસોડાના ફળનો રસ વાળમાં લગાવવાથી સમય પહેલા વાળ સફેદ થવાની સમસ્યા દુર થાય છે. લસોડાના ફળના રસને તેલમાં મિક્સ કરીને પણ લગાવી શકાય છે. માથામાં દુખાવો થવા પર પણ તેનો ઉપયોગ કરી શકાય છે. લસોડાને પીસીને તેનો લેપ માથામાં લગાવવાથી માથાનો દુખાવો દૂર થાય છે.

5) શરીરમાં તાકાત વધારે છે : લસોડાથી શરીરને શક્તિ મળે છે. તમે ગુંદાને સુકવીને તેનું ચૂર્ણ બનાવી લો. તેને બેસન અને ઘી સાથે મિક્સ કરીને લાડવા બનાવી લો. તેનાથી શરીરને શક્તિ મળે છે. જે લોકોના ગળામાં ખરાશ છે તેના માટે પણ લસોડાનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તેનો પાવડર બનાવી તેને બે કપ પાણીમાં ઉકાળો. પછી આ મિશ્રણમાં મધ અને કાળા મરી ઉમેરો, જયારે પાણી અડધું રહે પછી તેનું સેવન કરો. તેનાથી ગળું ઠીક થઇ જશે. આ સિવાય છાલના પાણીથી કોગળા કરવાથી ગળામાં રાહત થાય છે.

લસોડાના ફળમાં રોગ પ્રતિકારકશક્તિ વધારવાના ગુણ રહેલા છે. તેનાથી પેટના અલ્સર, યુરીનમાં જલન વગેરે સમસ્યાઓ દુર થાય છે. જો તમને કોઈ બીમારી છે તો કોઈ ડોકટરની સલાહ લઈને જ તેનું સેવન કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment