શરીરના અનેક રોગોમાં ઔષધિ સમાન છે ઘરમાં રહેલી આ એક વસ્તુનો રસ, જાણી લો ઉપયોગ કરવાની રીત અને બીમારીઓ થઈ જશે ગાયબ…

મિત્રો ડુંગળી એ એવું ફૂડ છે જેને લગભગ બધા લોકો ખાવાનું પસંદ કરતા હોય છે. કોઈને તે કાચી ખાવી ગમે છે તો કોઈને તેનું શાક ભાવે છે, તો કોઈને તેના વગર શાક પણ ભાવતું નથી. ડુંગળી એ તમને સારું સ્વાસ્થ્ય આપવાનું કામ કરે છે. આથી જ લોકો ખુબ જ ગરમીમાં ઠંડક મેળવવા માટે ડુંગળીનું સેવન વધુ કરે છે. આમ ડુંગળી તેમજ તેનો રસ પણ અનેક ઔષધીય ગુણોનો ખજાનો છે. 

ડુંગળીને લગભગ દરેક શાકમાં નાખવામાં આવે છે. તેને સલાડના રૂપમાં કાચી પણ ખાવામાં આવે છે. લીલી ડુંગળી અને સુકી ડુંગળી બંનેનું સેવન કરવામાં આવે છે. સાચું છે કે ડુંગળી નાખવાથી ભોજનનો સ્વાદ વધી જાય છે. જો કે તે ભોજનને સ્વાદિષ્ટ નથી બનાવતી પણ તેમાં રહેલ અનેક પોષકતત્વો જે શરીરને પોષણ આપવાનું કામ કરે છે. તેમજ અનેક રોગોમાં તે ઔષધિનું કામ કરે છે. તે ભોજનને પચાવવાનું કામ કરે છે અને શરીરને શક્તિ મળે છે. ડુંગળીએ રક્તવિકાર નાશક પણ છે.

1) રક્તવિકારને દુર કરવા માટે 50 ગ્રામ ડુંગળીના રસમાં 10 ગ્રામ મિશ્રી અને 1 ગ્રામ સેકેલું જીરું મિક્સ કરી દો.
2) કબજિયાતના ઈલાજ માટે ભોજનની સાથે દરરોજ એક કાચી ડુંગળી ખાવી. જો અજીર્ણની ફરિયાદ હોય તો ડુંગળીના નાના ટુકડા કરીને તેમાં લીંબુનો રસ નાખો, વિનેગર નાખો પછી ભોજનની સાથે તેનું સેવન કરો.

3) બાળકોને જો પેટ ખરાબ હોય તો તેને ડુંગળીના જ્યુસના 3-4 ટીપા પાવાથી લાભ થાય છે. અતિસારના પાતળા જાડા માટે એક ડુંગળી પીસીને રોગીની નાભી પર લેપ કરો. તેના પર કપડું રાખીને બાંધી દો.
4) જાડા ઉલટી હોય તો દર કલાકે રોગીને ડુંગળીનો રસ મીઠું નાખીને પીવાથી આરામ મળે છે. પ્રત્યેક 15-15 મિનીટ પછી 10 ટીપા ડુંગળીનો રસ અથવા 10-10 મિનીટ પછી ડુંગળી અને ફુદીનાનો રસ એક એક ચમચી પીવાથી જાડા ઉલ્ટીમાં રાહત મળે છે.

5) જો તમને જાડા ઉલટી થયા હોય તો સાવધાની સાથે એક ગ્લાસ સોડામાં એક ડુંગળીનું જ્યુસ, એક લીંબુનો રસ, થોડું મીઠું, થોડું મરી પાવડર અને થોડો આદુનો રસ નાખીને મિક્સ કરો. તેનાથી બદહજમી દુર થઇ જશે.
6) 12 ગ્રામ ડુંગળીના ટુકડાને પાણીમાં નાખીને ઉકાળો બનાવો, દિવસમાં ત્રણ વખત નિયમિત રૂપે પીવાથી પેશાબ સંબંધી કષ્ટ દુર થાય છે. તેનાથી પેશાબ છૂટથી થાય છે.

7) ઉધરસ, શ્વાસ, ગળા અને ફેફસાના રોગી માટે ડુંગળીને પીસીને નાસ લેવાથી લાભ થાય છે. તાવમાં પણ ડુંગળીનું સેવન કરવાથી આરામ મળે છે.
8) કમળાના નિદાનમાં પણ ડુંગળી મદદ કરે છે. આ માટે નાના એવા આકારની અડધો કિલો ડુંગળીને સમારીને વિનેગરમાં નાખો, થોડું મીઠું અને કાળા મરી પણ નાખો. દરરોજ નિયમિત રૂપે સવાર સાંજ એક ડુંગળી ખાવાથી કમળામાં રાહત મળે છે.

9) ડુંગળીને ઝીણી પીસીને પગના તળિયે લેપ કરવાથી લૂ ને કારણે થતા માથાના દુખાવામાં રાહત મળે છે.
10) કાનમાં દુખાવો થતો હોય, સોજો હોય તો ડુંગળી અને અળસીનો રસ ગરમ કરીને બે-બે ટીપા કાનમાં નાખવાથી આરામ મળે છે. જો તમે કોઈક વખત દાઝી ગયા હોય તો પ્રભાવિત સ્થાન પર ડુંગળી લગાવવાથી આરામ મળે છે. 

આમ તમે ડુંગળીની મદદથી ઘણા રોગોનો ઈલાજ કરી શકો છો. ડુંગળીએ અનેક પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. આથી તેનું સેવન તમને ઠંડી તેમજ ગરમી બંનેમા રાહત આપવાનું કામ કરે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment