100 થી વધુ રોગોના ઈલાજ માટે દવા કરતા પણ છે વધુ ગુણકારી છે આ ઔષધિનો પાવડર, જાણો ઉપયોગ કરવાની સાચી પધ્ધતિ અને અઢળક ફાયદા વિશે…

મિત્રો આપણા શરીરની અનેક બીમારીઓમાં એક બીમારી છે ડાયાબિટીસ. જેને નાબુદ તો નથી કરી શકાતો પણ તેને કાબુમાં જરૂર રાખી શકાય છે. આથી જ લોકો બને ત્યાં સુધી એવી દવાની શોધ કરતા હોય છે જે આયુર્વેદ અનુસાર અસરકારક હોય. કારણ કે આયુર્વેદિક દવા તમારા શરીરમાંથી કોઈપણ રોગને જલદી દુર કરી શકે છે. ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ આપણા શરીરને ખુબ જ નુકશાન કરતા રોગો છે.

આથી તેને કંટ્રોલ કરવા જરૂરી છે. અને તમે તેને કંટ્રોલ કરવા માટે આ લેખમાં આપેલ એક ખાસ છોડના પાનને અપનાવી શકો છો. આ છોડના પાનમાં એવા ગુણો રહેલા છે જે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને દુર કરવામાં તમારી મદદ કરી શકે છે.મોટાભાગના લોકો માત્ર ફળોના ઝાડ-છોડને ખાસ માને છે અને ઓળખે છે, કારણ કે તેમાથી ફળ મળે છે. પરંતુ તમારી પાસે એવા હજારો છોડ રહેલા છે જેમાંથી ફળ તો નથી મળતા પરંતુ તેના પાંદડા, ડાળીઓ, મૂળ અને ફૂલ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. એવું જ એક છોડ છે મોરિંગા જેને સહજનના નામથી પણ ઓળખવામાં આવે છે. 

સરગવાના ફાયદાઓ શું છે? આ ઝાડના પાંદડા વાળને ખરતા અટકાવે છે, એનીમિયા, સંધિવા, થાઈરૉઈડ, અસ્થમા, નબળી પ્રતિરક્ષા, ડાયાબિટીસ અને વજન ઘટાડવા સુધીની બધી જ સમસ્યાઓમાં ઉપયોગી છે. આયુર્વેદમાં તેને ઔષધિય છોડ ગણવામાં આવે છે. જેનો ઉપયોગ ઘણા રોગોના ઉપચારમાં કરવામાં આવે છે. આ છોડ પોષકતત્વોનો એક ખજાનો છે. તેમાં વિટામિન એ, વિટામિન બી1, બી2, બી3, બી6, ફોલેટ, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ અને ઝીંક જેવા જરૂરી પોષકતત્વો જોવા મળે છે. 

સરગવાના ગુણ:- તે ઓલ ઇન વન હર્બ છે. આ છોડ એક એન્ટિબાયોટિક, એનાલ્જેસિક, એન્ટિઓક્સિડેંટ, એન્ટિ-ઇમ્ફ્લેમેટરી, એન્ટિ-કેન્સર, એન્ટિડાયાબિટીક, એન્ટિફંગલ અને સૌથી આશ્ચર્યજનક રૂપમાં એન્ટિએજિંગના રૂપમાં કાર્ય કરે છે.

સરગવાના ફાયદા:- તે હિમોગ્લોબિનને સારું બનાવવામાં મદદ કરે છે. બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. લીવર અને કિડનીને ડિટોક્સિફાઈડ કરે છે, રક્ત શુદ્ધ કરે છે, ચામડીના રોગોને દૂર કરે છે વજન ઘટાડવામાં મદદ કરે છે.સરગવાના પાંદડા ખાવાના ફાયદા:- ચયાપચયમાં સુધારો કરે છે. તમારા શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. તણાવ અને ચિંતાને ઘટાડે છે. થાઈરૉઈડ ફંક્શનમાં સુધારો કરે છે. નર્સિંગ માતાઓમાં સ્તનના દૂધના ઉત્પાદનને વધારે છે. 

કઈ રીતે કરવો સરગવાનો ઉપયોગ:- આ છોડના બધા જ ભાગો ફાયદાકારક હોય છે પરંતુ તેના પાંદડા સૌથી વધારે ગુણકારી હોય છે. તમે તાજા પાંદડાના રસ કે સૂકા પાંદડાના પાવડરનો ઉપયોગ કરી શકો છો. તેના ફળને ઉકાળીને તેનું સૂપ પીવાથી સંધિવાના દુખાવા અને વજન ઘટાડવામાં મદદ મળે છે.ખાવામાં પણ થઈ શકે છે તેનો ઉપયોગ:- સરગવાના પાંદડા કે પાવડરને તમે તમારી રોટલી, સ્મૂદી, એનર્જી ડ્રિંક, દાળ વગેરેમાં મિક્સ કરીને ખાઈ શકો છો. જોકે, તેનો ઉપયોગ કરતાં પહેલા તમારે કોઈ ડોક્ટર કે એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. 

સરગવાના સાઈડ ઇફેક્ટ્સ:- સરગવા ગરમ પ્રકૃતિનું હોય છે માટે ગરમીની સમસ્યાથી પીડિત લોકોએ ગરમીઓમાં તેનાથી બચવું જોઈએ અથવા સાવધાની સાથે તેનું સેવન કરવું જોઈએ. શિયાળામાં પિત વાળા લોકો પણ કોઈ પણ પ્રકારની ચિંતા વગર ખાઈ શકે છે. આમ સરગવાનું સેવન પણ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે. તેમજ તેના પાનમાં રહેલા પોષક તત્વો તમને ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવા ગંભીર રોગો સામે પણ રક્ષણ પૂરું પાડે છે. આ સિવાય સરગવો તમારા સ્વાસ્થ્યની અન્ય બીમારી સામે પણ લડવાની ક્ષમતા ધરાવે છે. શરીરના પૂર્ણ સ્વાસ્થ્ય માટે સરગવાનું સેવન હિતકારક છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment