મિત્રો આજે આ લેખમાં અમે તમને પલાળેલા સિંગદાણા સાથે ગોળ ખાવાના ફાયદા વિશે જણાવશું. જેનું સેવન દરરોજ સવારે એક મુઠ્ઠી કરવામાં આવે તો તમારા શરીરને અનહદ ફાયદા થાય છે. સાથે જ અનેક બીમારીઓમાં પણ રાહત થાય છે.
જો સિંગદાણાને ગોળસાથે ખાવામાં આવે સ્વાદ બમણો થઈ જાય છે. તેમજ ઘણી વાર મુસાફરી દરમિયાન ફેમીલી સાથે સારો ટાઈમ પાસ કરવાનું માધ્યમ પણ બની જાય છે. એટલું જ નહિ, સ્વાસ્થ્ય માટે પણ સિંગદાણા અને ગોળનું સેવન અનેક રૂપે ફાયદાકારક છે. મગફળીમા ભરપુર માત્રામા પ્રોટીન મળી આવે છે. અને જો મગફળીને ખાવામાં થોડો ફેરફાર કરવામાં આવે તો તેના સ્વાસ્થ્ય લાભ ખુબ જ વધી જાય છે.
રાત્રે એક મુઠ્ઠી સિંગદાણા પાણીમાં પલાળી દો. બીજે દિવસે તેને કાચા કે બાફીને ગોળની સાથે ખાવ. તેનાથી તમને ઘણો ફાયદો મળશે. આ તમારા શરીરમા લોહીની ઉણપ પુરી કરવામાં, ઇમ્યુનિટી વધારવામાં, સાથે સાથે બીજી ઘણી બિમારીઓથી રાહત અપાવે છે.
સિંગદાણામાં મળી આવતા તત્વો : 250 ગ્રામ સિંગદાણામાં 300 ગ્રામ પનીર, 2 લીટર દુધ અને 15 ઈંડાની બરોબર પ્રોટીન હોય છે. પ્રોટીનની સાથે સાથે તેમા વિટામીન બી કોમ્પલેક્ષ, નિયાચીન, રીબોફ્લેવિન, થીયામીન, વિટામીન બી6, વિટામીન બી9 અને પેંટોથેનીક એસિડ જેવા ઘણા વિટામીન અને મીનરલ્સ, ન્યુટ્રીએટ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે શરીરમા ઉર્જા ઉત્પન્ન કરે છે.
ગોળમાં મળી આવતા તત્વો : ગોળ શરીરને ડિટોક્સીફાઈ કરવામા મદદ કરે છે. એની સાથે તેમા કેલ્શિયમ, ફોસ્ફોરસ, આયરન, પોટેશીયમ, ઝીંક, પ્રોટીન, વિટામીન બી જેવા પોષક તત્વો વધારે માત્રામા મળી આવે છે. તો ચાલો જાણીએ કે સિંગદાણા અને ગોળ ખાવાના લાભ…
લોહીની ઉણપ : આજના સમયમા વધારે પડતી મહીલાઓને લોહીની ઉણપની સમસ્યાનો સામનો કરવો પડે છે. જે આગળ જઈને એમેનીયાનું કારણ બની શકે છે. તેવામાં પલાળેલા સિંગદાણા અને ગોળ કારગર ઈલાજ સાબીત થઈ શકે છે. કારણ કે તેમાં ભરપુર માત્રામા ફાઈબર અને આયરન મળી આવે છે જે શરીરમા હિમોગ્લોબીનની માત્રા પુરી કરી આપે છે.
કમજોરી : સારી રીતે ખાનપાન અને પોતાનું ધ્યાન ન રાખવાને કારણે કમજોરીની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેવામાં ગોળ અને સિંગદાણાનું સેવન કરી શકો.
કબજીયાત અને એસીડીટી : સિંગદાણા અને ગોળ બન્નેમાં વધારે માત્રામા ફાઈબર મળી આવે છે જે આસાનીથી પેટ સંબધી બીમારીઓથી છુટકારો અપાવે છે.
વજન : સિંગદાણા અને ગોળમાં ભરપુર માત્રામાં એવા ગુણ હોય છે કે આસાનીથી મેટાબોલીઝ્મને તેજ કરે છે, જેથી તમને એનર્જી મળવાની સાથે પેટ પણ ઓછું કરવામા મદદ કરે છે.
ઇમ્યુનિટી : તેમાં ભરપુર માત્રામા એન્ટી ઓક્સીડેન્ટની સાથે એવા ગુણ મળી આવે છે કે, જે તમારી ઈમ્યુન સિસ્ટમને મજબુત કરે છે. જેના કારણે તમે ઘણી સંક્રાત્મક બીમારીઓથી ઘણા દુર રહો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Very Helth ful
Very useful