સાપ ઘરમાં ઘુસી જાય તો મારવાની ભૂલ ક્યારેય ન કરતા, કરો આ સરળ ઉપાય વગર મહેનતે આપમેળે જતો રહેશે ઘરની બહાર.

દેશના ઘણા ભાગોમાં ચોમાસાએ પોતાની પધરામણી કરી દીધી છે. વરસાદ શરૂ થવાની સાથે ઘરમાં સાપ, વીંછી જેવા જીવો ઘુસી જવાની સંભાવના વધી જાય છે. સાપથી બચવા માટે તેને ભગાડવાની જગ્યાએ લોકો મોટાભાગે તેને મારી નાખે છે. પરંતુ માત્ર થોડી એવી સમજદારી અપનાવીને આપણે સાપને માર્યા વિના તેનાથી બચી શકીએ છીએ. છત્તીસગઢમાં પર્યાવરણ સંરક્ષણની દિશામાં કામ કરતા નોવા નેચર સોસાયટીના સેક્રેટરી મોઈજ અહમદ આ વિશે જણાવે છે કે, સાપ એક ઝેરીલો જીવ છે. તેનાથી ડરવું એ સ્વાભાવિક છે. પણ તેને મારવો યોગ્ય નથી.

કેમ જરૂરી છે સાપનું સંરક્ષણ : આ વિશે જાણવા મળતી માહિતી મુજબ ભારતમાં મળતા સાપમાં 20% જ સાપ ઝેરીલા છે. બાકીના 80% સાપમાં ઝેર નથી હોતું. આ વિશે વધુ જાણવા મળતી વિગત અનુસાર સાપને બચાવવા એટલા માટે જરૂરી છે કારણ કે તે પ્રકૃતિના ભોજન ચક્રનો સૌથી અહમ ભાગ છે.

પર્યાવરણ સંતુલનને બનાવી રાખવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. અહીં મળતા ઉંદર ખેત ઉત્પાદનનો 5 મો ભાગ ખાઈ જાય છે. આપણા ખેતરમાં મળતા સાપ અને ધામણ સાપ આ ઉંદરનો શિકાર કરે છે. જેનાથી આપણું ઉત્પાદન સુરક્ષિત રહે છે અને સાપનું સંરક્ષણ જરૂરી છે.

સાપ ઘરમાં આવી જાય તો શું કરવું ? : 1 ) જો ઘરમાં સાપ ઘુસી જાય તો કેરોસીન અથવા ફીનાઈલ છાંટી દો. તેની સ્મેલ સુંઘીને સાપ જાતે જ બહાર નીકળી જશે.

2 ) એક લાંબી લાકડી લઈને સાપની સામે ઉભા રહો, સાપ તેના પર ચઢી જશે, ત્યાર પછી તેને પકડીને બહાર કાઢો અને ઘરની દૂર જઈને તેને છોડી દો.

3 ) સાપ એક એવો જીવ છે જે દીવાલ, મેદાનની કિનારે ચાલે છે. જે જગ્યા પર સાપ હોય તેનાથી થોડે દૂર પાઈપ થી કોઈ કોથળો બાંધીને મૂકી દો. સાપ જયારે કોથળામાં ઘુસી જાય તેને બાંધીને દૂર જંગલમાં છોડી દો.

સાપ ડંખ મારે તો શું કરવું ? : 1 ) સાપ ડંખ મરે તો સૌથી પહેલા 108 નંબર પર કોલ કરવો જોઈએ. સાપ ડંખ મારે ત્યારે પીડીતે શાંત રહેવું જોઈએ. પેનિક કરવાથી બ્લડ પ્રેશર વધે છે અને તેનાથી ઝેર ઝડપથી ફેલાઈ છે. આથી મેડીકલ મદદ મળે ત્યાં સુધી પીડીતે શાંત રહેવું જોઈએ.

2 ) શરીરના જે ભાગ પર સાપે ડંખ માર્યો છે તે ભાગને સ્થિર રાખો. સાપ ડંખ મારે ત્યારે તેને ધોવા, ઘરેલું ઉપાય કરવાની જગ્યાએ તેને જલ્દીથી જલ્દી હોસ્પિટલ પહોંચવું જોઈએ.

3 ) કાપીને ચૂસવા જેવો ઉપાય ન કરો, અને ન દબાણ કરીને પટ્ટી બાંધો. આ બન્ને ઉપાય અસરકારક નથી. મોટાભાગે એવું આપણને લાગે છે કે, આ ઉપયોગી છે. કારણ કે આપણી આસપાસ જોવા મળતા સાપ મોટાભાગે ઓછા ઝેરીલા હોય છે. આ ઉપાયો કરવાથી ઘણી વખત પીડિતને વધુ લોહી નીકળી શકે છે. જેનાથી તેની મોત થઈ શકે છે. સાથે જ તેનાથી ઇન્ફેકશનનું જોખમ વધુ રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment