કરો રસોડામાં રહેલી આ 2 વસ્તુનું સેવન, આજીવન રહશે એકદમ સ્વસ્થ બચી જશો વાઇરલ બીમારીઓથી…બંધ નાક, ગળાની ખરાશ અને સાંધાના દુખાવાથી મળશે કાયમી છુટકારો…

આપણ દેશી મસાલાઓમાં મરી અને અજમો ખુબ જ મહત્વના છે. જો કે આ મસાલાઓ તમારું સ્વાસ્થ્ય સારું રાખવામાં તમારી મદદ કરે છે. તેના સેવનથી તમારા શરીરમાં રહેલ કોઈપણ મુશ્કેલી સરળતાથી દુર થઇ શકે છે. ચાલો તો આપણે આ લેખમાં અજમો અને મરી ખાવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે જાણી લઈએ.

જેમ-જેમ ઋતુ બદલાઈ રહી છે, આપણી ડાયેટમાં પણ ફેરફાર થઈ રહ્યો છે. ચોમાસામાં કે ઠંડી વધે ત્યારે આપણને એવા આહારની જરૂર પડે છે જેનું સેવન કરવાથી આપણી રોગ્રતિકારક ક્ષમતા વધે. ઇમ્યુનિટી વધારવા માટે તમે અજમો અને મરીના મિશ્રણનું સેવન કરી શકો છો. અજમો-મરીના મિશ્રણમાં એંટીઓક્સિડેંટની સારી માત્રા હોય છે.અજમો-મરીનું સેવન કરવાથી તમારા શરીરને બીમારીઓથી લડવામાં મદદ મળે છે. મરીમાં વિટામિન સીની માત્રા સારી હોય છે. તે સિવાય એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે. મરીનું સેવન કરવાથી ગળામાં ખરાશ અને બંધ નાક ખોલવામાં મદદ મળે છે. તેની સાથે જ અજમાનો ઉપયોગ ઇંડાઇઝેશન, ગેસની સમસ્યા અને બ્લોટિંગથી બચવામાં ફાયદાકારક ગણવામાં આવે છે. આ લેખમાં અજમો અને મરીના મિશ્રણને ખાવાના ફાયદાઓ જાણીશુ.

1) વધતાં વજનનો ઈલાજ:- વજન ઘટાડવા માંગતા હોય તો, દરરોજ અજમો અને મરીને સરખી માત્રામાં મિક્સ કરીને નવશેકા પાણી સાથે લેવા. અજમાનું સેવન કરવાથી ભૂખ શાંત થાય છે. અજમામાં ફાઈબર રહેલું હોય છે. સાથે જ મરીમાં રહેલ પાઇપરીનની મદદથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ મિશ્રણનું સેવન તમે દિવસમાં એક વખત કરી શકો છો.2) પાચનતંત્ર માટે ફાયદાકારક:- પાચનતંત્ર માટે અજમો અમે મરીનું મિશ્રણ ફાયદાકારક હોય છે. અજમાનું સેવન કરવાથી ગેસ્ટ્રીક એસિડ અને ડાયઝેસ્ટિવ ઇંઝાઈમ્સને વધારો આપવામાં મદદ મળે છે. તેમજ મરીમાં પાઇપરીન જોવા મળે છે જેનાથી પાચનક્રિયા સારી થાય છે. તમે લીંબુ પાણીમાં અડધી ચમચી અજમો અને મરી નાખીને પણ પી શકો છો.

3) પેટના ગેસનો ઈલાજ:- જો તમને સામાન્ય રીતે ગેસની સમસ્યા રહેતી હોય તો, અજમા અને મરીના ચૂર્ણનું સેવન કરવું. અજમામાં થાઈમોલ નામનું કમ્પાઉન્ડ જોવા મળે છે જેનાથી કબજિયાત અને ગેસની સમસ્યાથી છુટકારો મળે છે. તેમજ મરીમાં એંટીઓક્સિડેંટ જોવા મળે છે. ગેસનો ઈલાજ કરવા માટે અજમા અને મરીને તાજા વાટીને પાવડર બનાવી લો. તેમાં ચપટી સિંધાલું મીઠું મિક્સ કરીને ચૂર્ણના ફોર્મમાં ખાવું.4) વાઇરલ ઇન્ફેક્શનનો ઈલાજ:- વાઇરલ ઇન્ફેક્શનનો ઈલાજ કરવા માંગતા હોય તો, અજમા અને મરીના મિશ્રણનું સેવન કરી શકો છો. આ મિશ્રણથી બનતી ચાનું સેવા વાઇરલ ઇન્ફેક્શનમાં સૌથી ફાયદાકારક ગણવામાં આવે છે. ચા બનાવવા માટે પાણીમાં અજમો અને મરી મિક્સ કરો. પાણી અડધું થઈ જાય એટલે તેમાં ચા નાખો. પછી તેમાં મધ મિક્સ કરીને ચાનું સેવન કરો. તેનાથી વાઇરલ ઇન્ફેક્શન ઝડપથી દૂર થાય છે.

5) સાંધાના દુખાવાનો ઈલાજ:- જો તમને સાંધામાં દુખાવો રહેતો હોય તો, અજમાં અને મરીનું મિશ્રણ જરૂરથી ઉપયોગમાં લેવું. મરીમાં એન્ટિઇંફલેમેટરી અને એન્ટિઅર્થરાઈટિસ ગુણ હોય છે. તેની સાથે જ અજમામાં પણ એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે. તમે અજમો અને મરી પાવડર બનાવીને તેમાં 2 ચમચી નવશેકું પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. તેને સાંધા પર લગાડી લો. આ મિશ્રણના ઉપયોગથી દુખાવામાં રાહત મળે છે.અજમો અને મરીનો ઉકાળો:- અજમો અને મરી એક સાથે ખાવાનો સૌથી સરળ ઉપાય છે તમે તેનો ઉકાળો બનાવી લો. ઉકાળો બનાવવા માટે 2 કપ પાણી ગરમ કરો. તેમાં અજમો અને મરી મિક્સ કરો. જ્યારે પાણી અડધું થઈ જાય, તો તેમાં મધ મિક્સ કરો. અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પીઓ. તમે આ ઉકાળાનું સેવન દિવસમાં 2 વખત કરી શકો છો. અજમા અને મરીના મિશ્રણથી તમે સાંધાનો દુખાવો, વાઇરલ ઇન્ફેક્શન, ગેસની સમસ્યા જેવી અનેક ગંભીર બીમારી મળશે કાયમી છુટકારો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment