20 વર્ષ માટે લીધેલી હોમ લોન હવે ચૂકવવી પડશે 25 વર્ષ સુધી… હોમ લોન કરાવતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી… નહિ તો પછ્તાશો…

RBIએ તાજેતરમાં રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. મે મહિના બાદ કેન્દ્રીય બેન્ક ચાર વાર રેપો રેટમાં વધારો કરી ચૂકી છે.આ ચાર ભાગમાં રેપો રેટમાં 1. 90 ટકા નો વધારો થયો છે. મોંઘવારીને રોકવા માટે કેન્દ્રીય બેંકે આ પગલું લીધું છે. તેની સાથે જ બેંકોએ પણ લોન મોંઘી કરી દીધી છે. એવું માનવામાં આવે છે કે રેપો રેટમાં વધુ વધારો થઈ શકે છે.

રેપો રેટ એ દર હોય છે કે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે. આમાં વધારો થવાથી બેંકોના ઉધાર ખર્ચમાં વધારો થાય છે અને તેનો બોજ ગ્રાહકો પર નાખી દે છે. તેમાં હોમ લોન સહિત બધી પ્રકારની લોન મોંઘી થઈ જાય છે. પાછલા પાંચ મહિનામાં હોમ લોન નો દર 6.5% થી વધીને 8.25% પહોંચી ચૂક્યો છે. એટલે કે જો કોઈને 20 વર્ષ માટે લોન લીધી હોય તો તેને 25 વર્ષ સુધી હપ્તા ચૂકવવા પડશે. આ માહિતી જાણવા આગળ વાંચતા રહો.બેંકો જે નવી રિટેલ લોન ઓફર કરે છે તે એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાયેલી છે. મોટાભાગના કિસ્સામાં આ રેપો રેટ થી જોડાયેલી હોય છે. આ જ કારણ છે કે રેપોરેટમાં કોઈપણ બદલાવ થી હોમ લોન ના વ્યાજ દર પર અસર થાય છે. રેપોરેટમાં વધારાથી તમારી હોમ લોન ના હપ્તા વધી જાય છે. સાથે જ MCLR, બેઝ રેટ અને BPLR સાથે જોડાયેલ જૂની હોમ લોન પર પણ તેની અસર થશે. મે મહિનાથી રેપો રેટમાં 190 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.

કેટલા વધશે હપ્તા:- જો કોઈએ 6.7 ટકા રેટ પર 20 વર્ષ માટે દસ લાખની હોમ લોન લઈ રાખી હોય તો તેને એપ્રિલમાં તેના હપ્તા 7,574 રૂપિયા હતી. આજે તે 8.6% ના દરથી 8,741 રૂપિયા થઈ ગઈ છે. આરબીઆઈ એ મે મહિનામાં રેપોરેટમાં 40 બેઝિસ પોઇન્ટ અને જૂન, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 50 50 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. બેંકો એ પણ આ હિસાબથી વ્યાજ દરમાં વધારો કર્યો છે.20 વર્ષની લોન 25 વર્ષ સુધી ચુકવવી પડશે:- જ્યારે લોનના દરમાં વધારો થાય છે તો બેંક લોનનો સમય ગાળો વધારી દે છે. એટલે કે જો કોઈએ એપ્રિલ 2019 માં 6.7 ટકા પર 50 લાખ રૂપિયાની લોન લીધી હોત તો એપ્રિલ 2022 સુધી તેને 36 હપ્તા જમા કરી ચૂક્યો હશે. એટલે કે તેની લોન મુદત માત્ર 17 વર્ષ હતી અને બાકી લોનની રકમ 46.04 લાખ રૂપિયા હતી. પરંતુ 8.6% ના દર પર તેને 22 વર્ષ અને 10 મહિના સુધી વધારે હપ્તા ચૂકવવા પડશે. એટલે કે તેના હપ્તાની સંખ્યા 60 એટલે કે પાંચ વર્ષ વધી ચૂકી છે.

જો તમે મૂળ મુદત રાખવા માંગતા હોવ તો:- બેંકો લોન લેનારની નિવૃત્તિ અનુસાર હોમ લોનની મુદત નક્કી કરે છે.  જો કાર્યકાળ લંબાવવો શક્ય ન હોય તો, લેનારા પાસે બે વિકલ્પો છે. તે હપ્તાની રકમ વધારી શકે છે કે પ્રિન્સિપલ અમાઉન્ટને ઓછું કરવા માટે એક સામટી રકમ આપી શકે છે. જો તમે મૂળ મુદત રાખવા માંગતા હોવ તો તમારા હપ્તા 5,177 વધી જશે કે તમારે 5.5 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment