ફક્ત 500 રૂપિયાના રોકાણથી શરૂઆત કરો, 5 જવર્ષમાં થઈ જશે કમાલ… અને જોતજોતામાં બની જશો કરોડપતિ… જાણો કેવી રીતે…

આજના સમયમાં દરેક લોકો માલદાર બનવાના સપના જોવે છે. ક્યારેક એવું વિચારે કે મારી સેલેરી તો ખૂબ જ ઓછી છે, હું કરોડપતિ ક્યારેય નહીં બની શકું. 10-20 હાજર રૂપિયા મહિને કમાવા વાળા કેવી રીતે કરોડપતિ બની શકે છે? આવી મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે જોકે દરેક જણ એવું ઇચ્છતા હોય છે કે રિટાયરમેન્ટ બાદ તેમની પાસે મોટું ફંડ હોય. પરંતુ એ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે રોકાણની રાહ પર ચાલશો.

રોકાણ તરફ પહેલું ડગલુ ભરવા માટે મોટી રકમની જરૂરત નથી હોતી તમે દર મહિને નિયમિત રૂપે એક નાની રકમ રોકાણ કરીને મોટું ફંડ જોડી શકો છો. કારણ કે કેટલાક લોકો રોકાણની વાત આવતા જ કહે છે કે મારી સેલેરી વધી જશે ત્યારે રોકાણ કરીશું. પરંતુ તેમના માટે તો એ સમય ક્યારેય નથી આવતો. તેવી જ રીતે કેટલાક લોકો એ વાતને લઈને કન્ફ્યુઝ રહે છે કે રોકાણની શરૂઆત કેવી રીતે કરીએ? સારા વળતર માટે ક્યાં પૈસા લગાવવા?500 રૂપિયાથી કરો રોકાણની શરૂઆત:- જો તમે પણ ઘર, ગાડી, બાળકોનું ભણતર, તેમનું લગ્ન કે પછી તમારા રિટાયરમેન્ટ માટે પ્લાન કરી રહ્યા હોય તો માત્ર ₹500 થી રોકાણની શરૂઆત કરીને લક્ષ્યને મેળવી શકો છો. પરંતુ તેના માટે તમારે સતત વર્ષો સુધી રોકાણ કરવું પડશે.

સારા રિટર્ન ને જોતા આજના સમયમાં નાણાકીય સલાહકાર રોકાણકરોને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ખૂબ જ સરળ છે. કોઈપણ ઉંમરના લોકો મ્યુચ્યુઅલ ફંડમા SIP કરી શકે છે. પરંતુ નાની ઉંમરમાં રોકાણની શરૂઆત કરવાથી લક્ષ્યને સરળતાથી મેળવી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં SIP ત્રણ રીતે શરૂ કરી શકાય છે.

  • પહેલું:- મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ દ્વારા 
  • બીજું:- બ્રોકર થી ઓ નલાઇન ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાઈને SIP કરો
  • ત્રીજું:- મ્યુચ્યુઅલ ફંડના ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની એક સારી રીત છે તેના દ્વારા રોકાણ પર સારું વળતર મેળવવું સરળ બની જાય છે. SIP દ્વારા કોઈપણ ડાઈવર્સીફાઈડ મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણ કરી શકાય છે. જો તમને મોટું ફંડ જોઈતું હોય તો રોકાણને દર મહિને ચાલુ રાખવું પડશે. તેના સિવાય આવક વધવાની સાથે રોકાણની રકમમાં પણ વધારો જરૂરી છે. ઉદાહરણ સ્વરૂપે જો કોઈ 25 વર્ષનો યુવાન ₹500 થી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની શરૂઆત કરે છે તો તેને દર છ મહિને ઓછામાં ઓછા 500 રૂપિયા નું રોકાણ વધારવું પડશે.

કેવી રીતે બનાય કરોડપતિ?:- આ રીતે પાંચ વર્ષ પછી એટલે કે 30 ની ઉંમરમાં રોકાણની રકમ વધારીને 5000 રૂપિયા મહિને થઈ જશે. જ્યારે તમે શરૂઆતના બે વર્ષમાં વળતર જોશો તો તેનાથી તમને રોકાણ પ્રત્યે ઉત્સાહ વધશે. ઉદાહરણ સ્વરૂપે જો કોઈ 30 ની ઉંમર થી મ્યુચ્યુઅલ ફંડમાં આગલા 30 વર્ષ સુધી દર મહિને પાંચ રૂપિયાનું રોકાણ કરે છે તો તેને 60 વર્ષની ઉંમરમાં 1, 76, 49,569 રૂપિયા મળશે.આ ગણતરી દર મહિને 5 હજાર રૂપિયાના રોકાણ પર 12% વ્યાજ પર કરવામાં આવી છે. જો તેના પર 15% વ્યાજ મળે છે તો પછી વળતર વધીને 3,50,49,103 રૂપિયા થઈ જશે.અને વળી જો વ્યાજ 10% પણ મળે તો 5000 રૂપિયા મહિનાના રોકાણ પર 30 વર્ષ બાદ કુલ 1,13,96,627 રૂપિયા વળતર મળશે.ઘટાડો થતાં ગભરાવવું નહીં:- એક્સપર્ટ ની માનીએ તો જો રોકાણ લાંબા સમય માટે હોય તો મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારે ગભરાવવું નહીં. શેર બજારમાં ઘટાડાની અસર તમારા પોર્ટફોલિયો પર જોવાશે. પરંતુ તે શોર્ટ ટર્મ માટે હોય છે. જોકે કેટલાક મ્યુચ્યુઅલ ફન્ડે આશા પ્રમાણે રિટર્ન નથી આપ્યું. નાના રોકાણકારો માટે ફંડની પસંદગી કરવી સૌથી મુશ્કેલ કામ હોય છે, કારણ કે યોગ્ય ફંડ પસંદ કરવા માટે ઘણું સંશોધન કરવું પડે છે. તેથી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ રોકાણ કરતા પહેલા દરેક પાસાઓનો વિચાર કરવો. કોઈ નાણાકીય જાણકારની સલાહ જરૂર લેવી. કારણ કે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન હોય છે.

મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ રોકાણકારોથી પૈસા ભેગા કરે છે અને તેનો એક મોટો ભાગ શેર બજારમાં રોકાણ કરે છે. તેના બદલામાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો પાસેથી ચાર્જ લે છે. વિશેષ કરીને એવા લોકો શેર બજારમાં રોકાણના વિશે વધુ ન જાણતા હોય, તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ રોકાણનો એક સારો વિકલ્પ છે.

( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment