ફટાફટ વધી જશે તમારા વાળનો ગ્રોથ અને બનશે ચમકદાર.. અપનાવો આ 6 માંથી કોઈ એક ઘરેલુ ઉપાય

દરેક લોકોને પોતાના વાળ ખુબ જ ગમતા હોય છે. જો કે આપણે આ વાત કોઈને કહેતા નથી પણ આપણામાંથી ઘણા લોકો એવા હોય છે જે વાળનું વધુ ધ્યાન રાખતા હોય છે. જો કે આપણે એ પણ જાણીએ છીએ કે વાળને હેલ્દી રાખવા અને મજબુત બનાવવા એ પણ એક પડકાર છે. જો કે તમને એમ લાગતું હશે કે મોંઘા હેર કેર પ્રોડક્ટથી તમે વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

પરંતુ આ પ્રોડક્ટ કેમિકલ યુક્ત હોય છે. જો કે મોટાભાગના લોકો વાળના ગ્રોથને લઈને પરેશાન હોય છે. આ સમયે તમારે ઘરેલું ઉપચાર પર નજર કરવી જોઈએ. આ ઘરેલું ઉપચાર વાળના ગ્રોથને પણ વધારશે અને તેની ચમક પણ વધારશે.  તમને વાળનો ગ્રોથ વધારીને તેને ચમકદાર બનાવવા માટે થોડા ઘરેલું ઉપચાર ઘણા લાભકારી નીવડે છે. જો તમે પોતાના વાળને કુદરતી રીતે ચમક આપવા માંગો છો તો અહીં આપેલ ઘરેલું ઉપચાર જરૂરથી અપનાવી જુઓ.ડુંગળીનો રસ : ડુંગળીનો રસ વાળની ઘણી સમસ્યાઓને દુર કરી શકે છે. ડુંગળીનો રસ કામ કરે છે કારણ કે તે કેરોટીન અને પ્રોટીન વિકાસને ઉત્તેજિત કરે છે. જે તમારા વાળના વિકાસમાં મદદ કરે છે.

ઉપયોગ કરવાની રીત : પહેલા ડુંગળીને સમારી લો. તેમાંથી રસ કાઢવા માટે તેને પીસી નાખો. પોતાના વાળમાં આ રસને લગાવો અને 15 થી 20 મિનીટ સુધી રહેવા દો. પછી હળવા શેમ્પુથી ધોઈ નાખો.લીંબુનો રસ : લીંબુના રસમાં વિટામીન સીથી ભરપુર હોય છે અને એન્ટી ઓક્સીડેન્ટથી પણ ભરપુર હોય છે, જે આપણા વાળને ખરતા અટકાવે છે. એટલું જ નહી તે વાળાના વિકાસમાં પણ મદદ કરે છે. તેમજ વાળમાંથી ખોડાને પણ દુર કરે છે.

ઉપયોગ કરવાની રીત : વાળને ધોતા પહેલા વાળને લીંબુના રસથી ધોવો. તેને લગભગ 30 થી 45 મિનીટ સુધી રહેવા દો. ત્યાર પછી શેમ્પુથી વાળને ધોઈ નાખો.સફેદ સિરકા : સફેદ સિરકાનો ઉપયોગ ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. સફેદ સિરકા અથવા એપલ સાઈડર વિનેગર તમારા વાળના વિકાસ માટે સૌથી સારું છે. આ સિવાય એસીટીક એસિડ સામગ્રી તમારા તણાવને દુર કરવામાં તેમજ તેને નરમ કરવામાં અને તમને સ્વસ્થ રાખવા મદદ કરે છે.

ઉપયોગ કરવાની રીત : આ માટે તમે પહેલા તો વાળને ધોયા પહેલા ડીસ્ટીલ્ડ વ્હાઈટ વિનેગર અથવા એપલ સાઈડર વિનેગરથી ધોવો. કંડીશનરનો પણ ઉપયોગ કરી શકો છો.કેસ્ટર ઓઈલ : તેને એરંડાના તેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વિટામીન ઈ અને ઓમેગા 9 ફેટી એસિડથી સમૃદ્ધ માનવામાં આવે છે. કેસ્ટર ઓઈલ તમારા વાળને મુલાયમ બનાવે છે. તેમજ સ્કેલ્પના સંક્રમણથી બચવા માટે સૌથી સારું છે.

ઉપયોગ કરવાની રીત : પોતાના વાળમાં એરંડાનું તેલ લગાવો. તેનાથી સારી રીતે માલિશ કરો અને તેને લગભગ 45 મિનીટ સુધી રહેવા દો. અંતે ચમકદાર વાળ માટે કોઈ પણ શેમ્પુથી વાળને ધોઈ નાખો.ઈંડા : આ ઘરેલું ઉપચાર પ્રાકૃતિક વાળના વિકાસ માટે સૌથી ઝડપી અને સૌથી સારો ઉપચાર છે. કારણ કે ઈંડા પ્રોટીનનો સારો એવો સ્ત્રોત છે. અને આયરન, ફોસ્ફરસ, સલ્ફર, સેલેનિયમ અને જસટથી પણ ભરપુર છે.

ઉપયોગ કરવાની રીત : જેતુનના તેલની એક ચમચીની સાથે બે ઈંડાનો અંદરનો ભાગ મિક્સ કરો, લગભગ 20 મિનીટ માટે આ મિશ્રણને લગાવીને રાખો. તેને પહેલા પાણીથી ધોઈ નાખો અને પછી શેમ્પુથી ધોવો.આમળા : આંબળાને ભારતીય કરૌદાના નામથી પણ ઓળખવામાં આવે છે. તે વિટામીન સી અને પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. આંબળા તમારા વાળને હેર પિગમેન્ટેશનથી બચાવે છે.

ઉપયોગ કરવાની રીત : વાળના વિકાસ માટે બે ચમચી આમળાના રસ અથવા આંબળા પાવડરને લીંબુના રસની સાથે મિક્સ કરો. તેને પોતાના વાળમાં લગભગ 20 મિનીટ સુધી રહેવા દો. ગરમ પાણીથી તેને ધોઈ નાખો અને શેમ્પુથી પણ ધોવો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment