60 થી 90 સેકંડમાં ખબર પડી જશે તમારું હૃદય કેટલું કામ આપે છે, ઘરે બેઠા કરો આ નાનું કામ…

કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યો છે. કોરોના સિવાય દુનિયામાં ઘણી બધી જીવલેણ બીમારી છે. જેમાં હાર્ટ ડિસીઝના કારણે દુનિયામાં સૌથી વધારે અવસાન થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. તો હાલ ચાલી રહેલા કોરોના કાળમાં અમે તમને એવી ટિપ્સ વિશે જણાવીશું, જેના દ્વારા તમને જાણવા મળશે કે તમારું હૃદય(heart) કેટલું હેલ્દી છે અને કેટલું અનહેલ્દી છે.

શું તમને આ સમસ્યા થાય છે : દાદર ચડવાથી અથવા ચાલવાથી હાંફ ચડે છે, વારંવાર છાતીમાં દુઃખાવો થાય છે, કામ કરતી વખતે થાક લાગે છે, નબળાઈ અનુભવાય છે.શું ઉંમરથી નક્કી થાય બીમારી ? : ઘણા લોકો હજુ અમે માને છે કે, હૃદય રોગની બીમારી ઉંમર વધવાને કારણે થાય છે. ઘણા લોકો પોતાની હાર્ટ સ્ક્રીનિંગ નથી કરાવતા. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, હાર્ટ રોગ કોઈ પણ ઉંમરે થઈ શકે છે.

હાર્ટ ફેલ્યરના લક્ષણો : દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. નબળાઈ અને થાક વધવા લાગે છે. આ સિવાય ઉધરસ, વોટર રીટેન્શન, વજન વધવું, ભૂખ ઓછી થવી અને વારંવાર પેશાબ જવું આ તેના મુખ્ય લક્ષણો છે.શું કોરોનાથી હૃદયને નુકસાન થાય છે ? : ઓક્સફોર્ડ જર્નલના અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે ગંભીર કોરોના વાળા લગભગ 50% લોકોને પુનઃ રિકવરી કર્યાના મહિના પછી હૃદયને નુકસાન થાય છે.

આવી રીતે ઘરે જ ટેસ્ટ કરો : યુરોપિયન સોસાયટી કાર્ડિયોલોજી અનુસાર, તમે પગથિયાં ચડતાં પરીક્ષણની મદદથી ઘરે જ 90 સેકન્ડમાં તમારું હૃદય સ્વસ્થ છે કે નહીં તે શોધી શકો છો. સંશોધન મુજબ, સ્વસ્થ હૃદય ધરાવતા લોકો માત્ર 45 સેકન્ડમાં 60 પગથિયાં ચડી શકે છે. જે લોકો 45 સેકન્ડની અંદર 60 પગથિયાં ચઢે છે તેમને હૃદય રોગથી મૃત્યુનું જોખમ ઓછું હોય છે.ડોક્ટરની સલાહ ક્યારે લેવી : જો તમને 60 પગથિયાં ચડવામાં 90 સેકંડથી વધુ સમય લાગે છે, તો તેનો અર્થ એ કે તમારું હૃદય સંપૂર્ણપણે સ્વસ્થ નથી અને તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 60 પગથિયાં ચડવામાં 90 સેકંડ કરતા વધુ સમય લેતા લગભગ 58% લોકોનું હાર્ટ ફંકશન અસામાન્ય હોય.

હૃદય સ્વસ્થ ન હોવાનો સંકેત : સ્ટીઅર્સ ટેસ્ટ એ તમારા હૃદયના સ્વાસ્થ્યને તપાસવાની એક સરળ રીત છે. જો તમે 60 પગથિયાં ચડવામાં દોઢ મિનિટથી વધુ સમય લાગે, તો તેનો અર્થ એ કે તમારું હૃદય સંપૂર્ણપણે સ્વસ્થ નથી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment