આ છે ઉનાળાની ગરમીમાં થતી રફ, ડ્રાય અને ખરતા વાળની તમામ સમસ્યાનો 100% સટીક ઉપાય, વાળ રહેશે કુદરતી સિલ્કી, શાયની અને સુંદર…

મિત્રો હવે તો ઉનાળાએ પોતાના આકરા દિવસો શરુ કરી દીધા છે. આથી ઉનાળામાં પોતાની સ્કીન અને વાળની સંભાળ રાખવી ખુબ જરૂરી બની જાય છે. ઉનાળામાં સ્કીન જ નહિ, પરંતુ વાળ પણ ગરમીને કારણે ખરાબ થઈ શકે છે. આથી ઉનાળામાં તમારે સ્કીનની સાથે વાળની દેખરેખ રાખવી જરૂરી બની જાય છે.

ગરમીની ઋતુએ તેનો પ્રભાવ દેખાડવાનું શરૂ કરી દીધું છે. જ્યાં ધોમધખતો તડકો લોકોને પરેશાન કરી રહ્યો છે, ત્યાં જ ગરમ હવા અને લૂના કારણે બહાર નીકળવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. તેવામાં ગરમીથી બચવા માટે ત્વચાની સાથે સાથે વાળને પણ ગરમ હવાના સાઈડ ઇફેક્ટ્સથી બચાવવા જરૂરી છે. માટે વાળથી જોડાયેલી કેટલીક જરૂરી વાતો ધ્યાનમાં રાખીને તમે વાળને ડેમેજ થતાં અટકાવી શકો છો.

વાસ્તવમાં ગરમીમાં બહાર નીકળતા પહેલા મોટાભાગના લોકો ત્વચાને તડકા અને લૂથી બચાવવા માટે અગણિત નુસ્ખા ટ્રાય કરે છે. પરંતુ વાળની કેરને ઘણી વખત નજરઅંદાજ કરવામાં આવે છે. જેના કારણે હેરફોલ, ડ્રાઈનેસ અને ડેમેજ વાળની સમસ્યા સામાન્ય વધી જાય છે. પરંતુ જો તમે ચાહો તો અમુક સામાન્ય રીતની મદદથી વાળને ગરમીમાં પણ હેલ્થી રાખી શકો છો.

માથાને કરો કવર : ઉનાળામાં વાળની સલામતી માટે તમે જયારે પણ તડકામાં બહાર જાવ ત્યારે વાળને ઢાંકીને રાખો. ગરમીમાં ઘરથી બહાર જતા સમયે માથાને ઢાંકવું ભૂલવું નહીં. તે માટે તમે કોઈ કપડાંની મદદ લઈ શકો છો. તેમજ માથા પર સ્કાર્ફ લગાડવો પણ આજકાલ ખુબ જ ટ્રેન્ડમાં છે. તેવામાં તમે સ્કાર્ફ યુઝ કરીને ફેશનની સાથે સાથે હેર પ્રોટેક્શન પણ કરી શકો છો.

કંડિશનિંગ કરવાનું ન ભૂલવું : વાળને ડેમેજ ફ્રી રાખવા માટે અને ડ્રાયનેસથી છૂટકારો મેળવવા માટે વાળને નિયમિત રૂપથી કંડિશનિંગ જરૂરથી કરવા જોઈએ. તેનાથી વાળને પોષણ મળે છે અને વાળ હેલ્થી દેખાવા લાગે છે.

શેમ્પૂ કરતી વખતે : ગરમીમાં દરરોજ શેમ્પૂ કરવાથી વાળ ઝડપથી ડેમેજ થવા લાગે છે. માટે જ વાળમાં શેમ્પૂનો ઉપયોગ અઠવાડિયામાં 2 થી 3 વાર જ કરવો. સાથે જ વાળને ધોતા સમયે તેમને વધારે રગડવાથી બચવું જોઈએ.

હીટિંગ ટૂલ્સ : જો તમે વાળને સ્ટાઈલિશ બનાવવા માટે હેર ડ્રાયર અને હેર સ્ટ્રેટનર જેવા હીટિંગ ટૂલ્સનો ઉપયોગ કરતાં હોય. તો તે તમારા વાળ માટે નુકશાનદાયક થઈ શકે છે. કારણ કે તેનાથી વાળ શુષ્ક અને બેજાન દેખાવા લાગે છે. માટે ગરમીમાં વાળ પર હીટિંગ ટૂલ્સનો પ્રયોગ ઓછો કરો તો વધારે સારું રહે છે.

કાંસકાનો ઉપયોગ : ગરમીમાં વાળમાં કાંસકાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. ખાસ કરીને તડકામાંથી આવ્યા પછી તરત જ કાંસકાનો ઉપયોગ કરવાથી વાળ કમજોર બની જાય છે. જેના કારણે હેર ફોલ થઈ શકે છે. તેમજ વાળની ઘૂંચ કાઢવા માટે મોટા દાંતા વાળા કાંસકાનો ઉપયોગ કરવો જોઈએ.

વાળમાં હેર પેક : ગરમીમાં વાળને ભરપૂર પોષણ આપવા માટે અઠવાડિયામાં એક વખત હેર પેક જરૂરથી લગાડવું જોઈએ. તમે તમારા વાળની ટાઈપ મુજબ હેર પેક પસંદ કરી શકો છો. જણાવી દઈએ કે, હેર પેક વાળને નેચરલ કરીને સિલકી અને શાઈની બનાવવામાં મદદ કરે છે.

ટ્રિમિંગ : ગરમીમાં દર ત્રણથી ચાર અઠવાડિયામાં વાળને ટ્રિમિંગ કરવા ખુબ જ જરૂરી છે. તેનાથી બે મોઢા વાળા વાળની સમસ્યાથી છુટકારો મળે છે અને હેર ગ્રોથ પણ સારો થાય છે.

આમ તમારા વાળ ખરતા હોય, બે મુખા હોય, વાળ શુષ્ક થઈ ગયા તો તમારે વધારે કેર કરવાની જરૂર પડે છે. જેથી તમારા વાળનું સ્વાસ્થ્ય સારું રહી શકે. આમ ઉનાળામાં પણ તમારે વાળની કેર કરવી જરૂરી બની જાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment