મિત્રો તમે કદાચ જયારે પોતાનું વાહન લઈને જાવ છો ત્યારે તમારે FASTag ભરવો છે. જેમાં ઘણી વખત ખુબ જ સમય લાગે છે. પણ સરકાર આ વિશે વધુ સક્રિય બનતા હવે પછી ટોલ ટેક્સની વસુલી માટે તેઓ નંબર પ્લેટનો ઉપયોગ કરશે. ચાલો તો આ વિશે વધુ વિગત જાણી લઈએ.
દેશમાં જલ્દી જ FASTagની ઝંઝટથી આઝાદી મળવાની છે. તેની સાથે જ ટોલ પ્લાજા પણ જૂની વાત થઈ જશે. વાસ્તવમાં, સરકાર નેશનલ હાઇવેથી ટોલ દૂર કરીને હવે ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરાથી ટોલ ટેક્સની વસૂલી કરવાની યોજના પર કામ કરી રહી છે. તેની જાણકારી માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જણાવી છે. FAStag ની જગ્યાએ નંબર પ્લેટથી વસૂલી:- બિઝનેસ સ્ટાન્ડર્ડમાં છપાયેલી એક મીડિયા રિપોર્ટ મુજબ, અત્યારે ટોલ પ્લાજા પર FASTag દ્વારા ટેક્સ કાપવામાં આવે છે. પરંતુ જલ્દી જ ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા આ કામ કરશે. કેમેરા આ ઓટોમેટિક નંબર પ્લેટને રીડ કરશે અને ટોલ ટેક્સના પૈસા તમારા બેન્ક અકાઉન્ટમાંથી કટ થઈ જશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ આ સંબંધમાં જાણકારી આપતા જણાવ્યુ છે કે, આ યોજના પર પાઇલટ પ્રોજેકટના રૂપમાં કામ શરૂ છે. તેમણે કહ્યું કે, આ યોજનાને લાગુ કરવા માટે કાનૂની સંશોધન પર પણ વિચાર કરવામાં આવશે.
નંબર પ્લેટ રીડર કેમેરા લગાડવામાં આવશે:- નિતિન ગડકરીએ કહ્યું કે, હવે ટોલ પ્લાજાને દૂર કરવા અને નંબર પ્લેટ રીડર કેમેરા લગાડવાની તૈયારી છે, જે વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સની વસૂલી કરશે. રિપોર્ટ મુજબ, ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા દ્વારા ટોલ ટેક્સની વસૂલીમાં લાગનાર સમય ઓછો થશે. ગડકરીએ કહ્યું જોકે, આ પ્રોજેકટમાં અમુક અડચણો પણ સામે આવી રહી છે. જેમકે, જો નંબર પ્લેટ પર જો નંબર સિવાય બીજું પણ લખેલું હોય તો, કેમેરાને રીડ કરવામાં સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાઓ દૂર કરવાનો પ્રયત્ન:- કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે તે સિવાય એક બીજી મોટી સમસ્યાની વાત કરીએ તો ટોલ ટેક્સ ન આપનાર વાહન ચાલકને કઈ રીતે દંડિત કરવામાં આવે, કારણ કે ટોલ ટેક્સને સ્કીપ કરનાર વાહન સ્વામીને દંડિત કરવાનો કોઈ કાનૂની નિયમ હજુ સુધી નથી. તેમણે કહ્યું કે, તેને પણ કાનૂની બાબતમાં લાવવાની જરૂર છે. ગડકરીએ એ વાત પર પણ જોર કર્યું કે જે ગાડીઓમાં આ પ્રકારના નંબર પ્લેટ નહીં હોય, તેમને તે લગાડવા માટે નિશ્ચિત સમય આપવામાં આવશે.
અત્યારે 97% કલેક્શન FASTag દ્વારા:- સરકાર તરફથી ટોલ ટેક્સ કાપ માટે FASTag લાગુ થયા પછી કટોતીમાં લાગનાર સમય સાથે ટોલ પ્લાજા પર થતી લાંબી લાઈનોથી પણ ઘણી હદે રાહત મળી છે. હાલમાં હાઇવે પર લગભગ 40,000 કરોડ રૂપિયાના કુલ ટેક્સમાં 97% કલેક્શન FASTag દ્વારા થઈ રહ્યું છે. જ્યારે ત્રણ ટકા ટેક્સ કેશ કે કાર્ડ દ્વારા વસૂલવામાં આવી રહ્યો છે.આ પ્રક્રિયામાં થતાં સમયની વાત કરીએ તો, FASTag આવ્યા પછી એક ગાડીને ટોલ પ્લાજા પાર કરવામાં લગભગ 47 સેકેંડનો સમય લાગી શકે છે. પહેલા એક કલાકમાં ટોલ પ્લાજા માંથી લગભગ 112 વાહન પસાર થતાં હતા, તે આ સુવિધાથી 260 થી વધુ ગાડીઓ સરળતાથી ટોલ પાર કરી લે છે.
FASTag સાથે આ સમસ્યાઓ:- દેશમાં ટોલની વસૂલીની FASTag વ્યવસ્થા લાગુ થયા બાદ જ્યાં અમુક ફાયદા થયા છે, તો તેની સામે અમુક મોટી સમસ્યાઓ પણ સામે આવી છે. જેમકે, અમુક વાહનો પર FASTag લાગેલ હોય છે, પરંતુ અકાઉન્ટ બેલેન્સ ઓછું હોવાને કારણે લેટ-ફી થાય છે. તે સિવાય અમુક અમુક ટોલ પ્લાજા પર ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યાઓ પણ થાય છે. જેના કારને ઘણો સમય લાગી જાય છે. આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખતા સરકારે નવી યોજના તૈયાર કરી છે. તેમાં થયેલી સમસ્યાઓ દૂર કર્યા પછી આ વ્યવસ્થા જલ્દી જ દેશમાં લાગુ થઈ શકે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી