વગર ખર્ચે ચહેરા પરના અણગમતા વાળથી ઘર બેઠા જ મળી જશે છુટકારો, લગાવી લ્યો આ એક વસ્તુ. જાણી લો આ સરળ ઉપાય, ખર્ચા જરૂર બચી જશે.

શું તમારા ચહેરા પરના અનિચ્છનીય વાળ તમને શરમ પહોંચાડે છે ? શું વેક્સિંગની પીડા સહન કર્યા બાદ પણ વાળ રહી જાય છે અને તમારી સુંદરતા પર ગ્રહણ લગાવે છે ? ચાહેરા પરના અણગમતા વાળથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને ઘરેલું ટીપ્સ જણાવશું, જેના દ્વારા થોડી મિનીટોમાં એ વાળને દુર કરી શકશો અને ત્વચાને ગ્લોઈંગ બનાવી શકશો.

અણગમતા વાળને દુર કરવા માટે ફટકડી ખુબ જ અસરકારક સાબિત થાય છે. ફટકડીમાં કેટલાક અન્ય વસ્તુઓને મિક્સ કરીને રેડીમેઈડ રેસિપીથી વાળને દૂર કરીને સુંદરતાને જાળવી શકાય છે. ચાલો જાણીએ કે ચહેરા પરના અનિચ્છનીય વાળને દૂર કરવા માટે ફટકડીનો ઉપયોગ કેવી રીતે થાય છે.ફટકડીના ઉપયોગ : લગભગ મોટાભાગના લોકો શેવિંગ પછી બળતરાને દૂર કરવા માટે ફટકડીનો ઉપયોગ કરે છે. ફટકડી ઘણા પ્રકારની આવે છે, પરંતુ પોટેશિયમ ફટકડીનો ઉપયોગ વધારે ઘરના કામોમાં થાય છે. ફટકડી અનિચ્છનીય વાળને દૂર કરવા માટે તો થાય છે, આ સિવાય જો ત્વચા પર કોઈ પણ ચીરા એટલે કે ઘા લાગ્યો હોય તો પણ ફટકડીથી ઠીક થઈ જાય છે અને લોહીના સ્ત્રાવને ઓછું કરવા માટે પણ ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. ફટકડીનો ફેસપેકના રૂપમાં ઉપયોગ ત્વચા પર પડેલ ડાગ દૂર કરી અને ખીલને ઓછા કરીને ત્વચાને સુંદર બનાવે છે.

વાળને દૂર કરવા માટે ફટકડી : પ્રાચીન કાળથી ફટકડીનો ઉપયોગ ચહેરા પર રહેલ અણગમતા વાળને દૂર કરવા માટે ઘરેલુ ઉપાય તરીકે કરવામાં આવે છે અને તે ખરેખર સારી રીતે કાર્ય કરે છે. ચહેરાના અને શરીરના અણગમતા વાળને દૂર કરવા માટે અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે. ફટકડીનો પાવડર પાણીની સાથે અથવા તો ગુલાબજળ સાથે ચહેરા પર અને શરીર પર લગાવી શકાય છે.

આ પેસ્ટથી સમયની સાથે શરીરમાં રહેલ વાળના વિકાસને ધીમા કરી દે છે. ફટકડીને ત્વચા પર ઘસવામાં આવે છે અને ચહેરા પર રહેલ વાળને કાયમી ધોરણે દૂર કરવામાં મદદ કરે છે. ફટકડી સાથે ગુલાબજળનો ઉપયોગ કરવાથી ત્વચા પરની રૂખી ત્વચાથી બચી શકાય છે.જરૂરી સામગ્રી : ફટકડી પાવડર – 2 ચમચી, ગુલાબજળ – 4 ચમચી, લીંબુનો રસ – 4 ટીપાં, હળદર – 1 ચપટી.

બનાવવાની રીત : સૌથી પહેલા ફટકડીનો પાવડર તૈયાર કરી લો અને તેને એક બાઉલમાં લઈ લો. આ ફટકડીના પાવડરમાં ગુલાબજળ, લીંબુનો રસ અને હળદર મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો.

ઉપયોગ કરવાની રીત : ચહેરાને સારી રીતે ફેશવોસ દ્વારા સાફ કરી લો. તૈયાર પેસ્ટને સારી રીતે ત્વચા પર લગાવી લો. પેસ્ટને સારી રીતે સુકાવા દો અને જ્યારે પેસ્ટ સારી રીતે સુકાઈ જાય, એ પછી ગોળાકાર ગતિમાં ઘસવાનું શરૂ કરી દો. ધીમે ધીમે ફટકડીના ફેસપેકને ચહેરા પરથી દૂર કરી દો. આ પેક ચહેરા પરના અણગમતા વાળના મૂળને નબળા કરી દે છે અને વાળને દૂર કરવામાં મદદ કરે છે.વાળને દૂર કરવા માટે લાગવા માટેનો સમય : ફટકડીના આ પેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં 2 વાર કરી શકો છો. આવું કરવાથી ચહેરા પરના વાળના વિકાસમાં રૂકાવટ આવી જાય છે અને ચહેરા પરના વાળનો વિકાસ ધીમે-ધીમે ઓછો થવા લાગે છે. તમારા વાળ કેટલા જાડા અને મોટા છે, તેના પર પણ અણગમતા વાળ દૂર કરવા માટે લેવાયેલો સમય મોટાભાગે નિર્ભર રાખે છે.

જો ચહેરા પરના વાળ ખુબ જ મોટા છે, તો વાળના મૂળ નબળા પડવામાં થોડો સમય લાગી શકે છે. ગુલાબજળ ભલેને ત્વચાને સુકાતા રોકે છે, પરંતુ જો તમારી ત્વચા વધારે સૂકી છે, તો ફટકડી ત્વચાને સૂકી બનાવી શકે છે. તેથી આ ઉપચારને કર્યા પછી ત્વચા પર મોઈશ્ચરાઈજરનો ઉપયોગ જરૂરથી કરવો.ફટકડીનો ઉપયોગ ત્વચા પર રહેલ અણગમતા વાળને દૂર કરવા માટે એક ખુબ જ સારી રીત છે, પરંતુ સંવેદનશીલ ત્વચા પર તેનો ઉપયોગ કરતાં પહેલા પેચ ટેસ્ટ કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment