રસોડામાં રહેલા લોટમાંથી બનાવેલું આ ફેસપેક લગાવી દો ચહેરા પર. દાગ, ખીલ, કરચલી સહિત સમસ્યા દુર કરી વધારી દેશે ચહેરાની ચમક…

લોટથી આપણે ઘણા બધા પ્રકારની વાનગી બનાવીએ છીએ, પરંતુ શું ક્યારેય આપણે સુંદરતાને વધારવા માટે તેનો ઉપયોગ કર્યો છે ? જો ના તો આજથી સુંદરતા ઉપર ચાર ચાંદ લગાવવા માટે લોટનો ઉપયોગ શરૂ કરો. ખરેખર લોટનો ઉપયોગ કરવાથી આપણી ત્વચા ઉપરની ઘણી બધી તકલીફ દૂર થઇ શકે છે. જે તમારા બજેટમાં પણ છે. તેમાં તમારે કંઈ જ ખર્ચ કરવાની જરૂર નથી. માત્ર રસોડામાં રહેલ લોટ અને બીજી વસ્તુઓની મદદથી તમે તમારી સુંદરતાને વધારી શકો છો. આજે આપણે આ લેખમાં લોટથી સુંદરતા વધારવા માટેની રીત જાણીશું .

1) ચહેરાના થાકને દૂર કરે : ચહેરાના થાકને દૂર કરવા માટે તમે લોટના ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારી સ્કિન એક્સફોલિએટ થશે. જે આપણા ચહેરાના ડાઘ ધબ્બાને દૂર કરવા માટે અસરદાર છે. થાકેલ ચહેરાની તકલીફ દૂર કરવા માટે ફેસ પેક બનાવવો ખૂબ જ આસાન છે.

સામગ્રી અને રીત : કાચુ દૂધ 3 મોટી ચમચી, કકરો લોટ 2 ચમચી, હળદર એક ચપટી.
સૌપ્રથમ એક વાડકીમાં દૂધ લો. ત્યારબાદ તેમાં લોટ નાખીને યોગ્ય રીતે મિક્સ કરો પછી તેમાં હળદર ઉમેરીને એક પેસ્ટ તૈયાર કરો, હવે આ મિશ્રણને પોતાના ચહેરા અને ગરદન પર લગાવો. ત્યારબાદ જ્યારે આ મિશ્રણ સુકાઈ જાય ત્યારે તેને સ્ક્રબની જેમ થોડો સમય મસાજ કરો. ત્યારબાદ નોર્મલ પાણીથી સાફ કરો તેનાથી તમારી સ્કિન ફ્રેશ દેખાશે.

2) ઓઈલી સ્કિનની તકલીફ દૂર કરવા : જો તમારી સ્કિન ઓઈલી છે તો લોટનો ઉપયોગ તમે કરી શકો છો તેના ઉપયોગથી ચહેરા ઉપરનું વધારાનું ઓઇલ ગાયબ થઈ શકે છે. આવો જાણીએ ઓઈલી સ્કીન વાળા વ્યક્તિ કેવી રીતે કરવો લોટનો ઉપયોગ.

સામગ્રી અને રીત : લોટ- 4 મોટી ચમચી, દૂધ -3 મોટી ચમચી, મધ- 2 મોટી ચમચી, ગુલાબજળ- 2 મોટી ચમચી.
ઓઈલી સ્કિનની તકલીફ દૂર કરવા માટે દૂધ અને લોટનું મિશ્રણ તમારી ત્વચા માટે ખૂબ જ સારું હોઈ શકે છે. તેની માટે સૌપ્રથમ દૂધને ઉકાળો. હવે તેમાં મધ અને ગુલાબ જળ મિક્સ કરો, ત્યારબાદ તેમાં ધીમે ધીમે લોટ ઉમેરો. ધ્યાન રાખો કે તેમાં ગાંઠ પડે નહીં અને ધીમે ધીમે લોટને ઉમેરો. ત્યારબાદ થોડા સમય સુધી ઠંડું થવા દો. હવે આ મિશ્રણને તમારા ચહેરા અને ગરદન ઉપર લગાવો. જ્યારે આ પેક સુકાઈ જાય ત્યારે ગરમ પાણીની મદદથી તેને દૂર કરો. તેનાથી તમારી ત્વચા ઓઈલ ફ્રી થઈ જશે સાથે જ ચહેરા ઉપર પણ નિખાર આવશે.

3) ટેનીંગની તકલીફ દૂર કરે : શિયાળામાં ટેનિંગની તકલીફ થઈ જાય છે. તેની લીધે આપણી સ્કિનનો રંગ ફિક્કો પડી શકે છે. તે સિવાય વધારે તાપમાન રહેવાના કારણે આપણને સન બર્ન પણ થઈ શકે છે જેના કારણે આપણી ત્વચા ઉપર બળતરાની તકલીફ થાય છે. તેમાંથી રાહત મેળવવા માટે આપણે લોટનો ફેસ પેક લગાવી શકીએ છીએ.

સામગ્રી અને રીત : ગુલાબના પાન ૧૦ થી ૧૨, નારંગીની છાલનો પાઉડર એક ચમચી, ગરમ દૂધ એક ચમચી, મધ એક ચમચી, લોટ 2 ચમચી.
સૌપ્રથમ પાણીમાં ગુલાબના પાન અને નારંગીની છાલને ઉકાળો. ત્યારબાદ આ ઉકળતા પાણીમાં થોડું ગરમ દૂધ અને મધ નાખો. તેના પછી તેમાં લોટ નાખો જ્યારે તે ગાઢ પેસ્ટ તૈયાર થાય ત્યારે તેને તમારા ચહેરા ઉપર યોગ્ય રીતે લગાવો. લગભગ 20 મિનિટ પછી તમારા ચહેરાને સાદા પાણીથી સાફ કરો. તેનાથી સનબર્નની તકલીફ દૂર થશે અને તેની સમસ્યા પણ ઘણા હદ સુધી ઓછી થઇ શકે છે.

4) ચહેરા ઉપર નિખાર લાવે : જો તમે નેચરલ રીતે તમારા ચહેરા પર નિખાર લાવવા માંગો છો તો લોટનો ઉપયોગ કરો. તેને ચહેરા ઉપર લગાવવાથી ચહેરાના દાગ-ધબ્બા દૂર થઈ શકે છે. તેની સાથે જ તમારી ત્વચામાં નિખાર આવે છે. લોટથી ચહેરા પર નિખાર મેળવવા માટે તમે તેનો ફેસ પેક લગાવી શકો છો.

સામગ્રી અને રીત : મલાઈ બે થી ત્રણ ચમચી, લોટ ૧ થી ૨ મોટા ચમચા.
સૌપ્રથમ એક વાડકી લો. હવે તેમાં મલાઈ નાખીને તેને યોગ્ય રીતે ફેંટો, ત્યારબાદ તેમાં લોટ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને તમારા ચહેરા ઉપર લગાવો જ્યારે આ પેક સુકાઈ જાય ત્યારે તેને નોર્મલ પાણીની મદદથી સાફ કરો. આ પેક લગાવવાથી તમારી સ્કિન ખૂબ જ સુંદર અને નિખારવાન થઈ જશે.

5) ડ્રાય સ્કિન માટે : ડ્રાય સ્કિનની સમસ્યાને દૂર કરવા માટે પણ તમે લોટનો ફેસ પેક લગાવી શકો છો. તેનાથી તમારી સ્કિન સોફ્ટ અને મુલાયમ થશે, તેની સાથે જ લાંબા સમય સુધી ત્વચા હાઈડ્રેટ પણ રહે છે. ત્વચા ઉપર ભેજને યોગ્ય રાખવા માટે લોટનો ફેસપેક આપણી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સામગ્રી અને રીત : ગુલાબ જળ 2 ચમચી, લોટ 4 ચમચી, ઈંડુ 1 મધ્યમ, મધ 1 ચમચી, ગ્લિસરીન 1 ચમચી.
સૌપ્રથમ એક વાટકી લો. હવે તેમાં ચાર ચમચી લોટ નાખો, ત્યારબાદ તેમાં ગુલાબજળ અને ઈંડુ નાખીને યોગ્ય રીતે મિક્સ કરો. હવે તેમાં મધ અને ગ્લીસરીન ઉમેરો, જ્યારે મિશ્રણ બની જાય ત્યારે તેને તમારા ચહેરા ઉપર લગાવો અને લગભગ પંદરથી વીસ મિનિટ સુધી આ પેકને સુકવવા દો. ત્યારબાદ તમારા ચહેરાને સામાન્ય ગરમ પાણીથી ધુઓ. તેના પછી મોઇસ્ચરાઇઝર લગાવો. તેનાથી તમારી સ્કિન ઉપર નિખાર આવશે અને તેની સાથે જ ડ્રાય સ્કિનની સમસ્યા પણ દૂર થશે.

ત્વચાની ઘણી બધી તકલીફોને દૂર કરવા માટે તમે લોટમાંથી તૈયાર કરેલા ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારી સ્કિન પર નિખાર આવશે, પરંતુ ધ્યાન રાખવું કે જો તમારી સ્કિન વધુ સેન્સિટિવ છે અથવા તો ત્વચા ઉપર કોઈપણ પ્રકારની તકલીફ થઈ રહી છે તો ડૉક્ટર અથવા સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ લો જેથી ગંભીર તકલીફ થાય નહીં.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment