વરીયાળી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, લગભગ દરેક વ્યક્તિને ભોજન કર્યા પછી વરિયાળીનું સેવન કરવાનું ખુબજ પ્રિય હોય છે. શિયાળાની ઋતુમાં પણ તેનું સેવન કરી શકાય છે. ખાસ કરીને શિયાળામાં જ્યારે તમે શેકેલી વરિયાળીનું સેવન કરો છો. ત્યારે તે તમારી માટે ખૂબ જ લાભકારી હોઈ શકે છે. નિયમિત રૂપથી શેકેલી વરિયાળીનું સેવન કરવાથી પેટમાં દુખાવો અને કબજિયાત જેવી તકલીફમાંથી રાહત મળી શકે છે. તેની સાથે જ તે નિકોટીનની આદતને ઓછી કરવા માટે પણ ખુબજ અસરકારક છે. તે સિવાય શેકેલી વરિયાળીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને બીજા ઘણા ફાયદા થઈ શકે છે.
1) કબજિયાતની સમસ્યામાંથી આપે રાહત : શિયાળામાં શેકેલી વરિયાળીનું સેવન કરવાથી કબજિયાતની તકલીફ દૂર થઇ શકે છે. તેની સાથે જ તેના કારણે પેટમાં થતાં ગેસને ઓછો કરે છે. ખરેખર તો વરિયાળીમાં ફાઇબર જોવા મળે છે. જે મળ ત્યાગમાં આપણી મદદ કરી શકે છે. કબજિયાતની તકલીફ થાય ત્યારે 1 ચમચી શેકેલી વરિયાળીને ગરમ પાણીની સાથે સેવન કરો તેનાથી તમને ખૂબ લાભ મળશે.
2) ઉધરસમાં આરામ આપે : ઉધરસની તકલીફને દૂર કરવા માટે આપણે શેકેલી વરિયાળીનું સેવન કરી શકીએ છીએ. તેમાં સૌથી સારી વાત એ છે કે તમે શેકેલી વરિયાળી બાળકોને પણ ખવડાવી શકો છો. ઉધરસની તકલીફ થાય ત્યારે એક ચમચી શેકેલી વરિયાળીનુ અંજીર સાથે સેવન કરવાથી શરદી અને ઉધરસમાં આરામ મળે છે.
3) તમાકુની લત દૂર કરે : જે લોકોને તમાકુ ખાવાની આદત હોય છે તેમને શેકેલી વરિયાળીનું સેવન કરવું જોઈએ. શેકેલી વરિયાળીને ખાવાથી વારંવાર તમાકુનુ સેવન કરવાની ઇચ્છા ઓછી થઈ જાય છે. તમાકુ ખાવાની આદતને ઓછી કરવા માટે તમારી પાસે તમાકુની જગ્યાએ શેકેલી વરિયાળી રાખો, જ્યારે તમને તમાકુ ખાવાની ઈચ્છા થાય ત્યારે તેનું સેવન કરો. આમ તમારી આ ખરાબ આદતથી દૂર થઈ શકે છે.
4) પેટના દુખાવામાં આરામ : શિયાળામાં અમુક લોકોને પેટના દુખાવાની તકલીફ વધુ રહે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે શેકેલી વરિયાળીનું સેવન કરી શકો છો. પેટના દુખાવામાં આરામ મેળવવા માટે એક ચમચી શેકેલી વરિયાળીનું ગરમ પાણીની સાથે સેવન કરો. તેનાથી પેટના દુખાવામાં ઘણો આરામ મળે છે.
5) મરડામાં ફાયદાકારક : મરડાની સમસ્યા થાય ત્યારે શેકેલી વરિયાળી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેની માટે બે ગ્રામ શેકેલી વરિયાળીને શેક્યા વગરની વરિયાળીમાં મિક્સ કરો. હવે આ વરિયાળીનુ મિશ્રી સાથે સેવન કરો. તેનાથી મરડાની તકલીફમાં ખૂબ જ આરામ મળે છે.
6) પિરિયડની સમસ્યા દૂર થાય : પિરિયડમાં થતી તકલીફને દૂર કરવા માટે તમે શેકેલી વરિયાળીનો ઉપયોગ કરી શકો છો. તેની માટે શેકેલી વરિયાળીની સાથે એક ચમચી મધનું સેવન કરો. નિયમિત રૂપે શેકેલી વરિયાળી અને મધનું સેવન કરવાથી પિરિયડમાં થતી તકલીફ દૂર થઈ જાય છે.
7) સ્તનપાન કરાવતી માતાનું દૂધ વધારે : સ્તનપાન કરાવતી મહિલા માટે શેકેલી વરિયાળીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક હોય છે. તેની માટે એક ગ્લાસ ગરમ દૂધની સાથે એક ચમચી શેકેલી વરિયાળીનું સેવન કરવામાં આવે તો તેનાથી દૂધમાં વૃદ્ધિ થાય છે. એવામાં તમે દરરોજ ગરમ દૂધની સાથે શેકેલી વરિયાળીનું સેવન કરો.
શેકેલી વરિયાળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. તેના સેવનથી પેટમાં દુખાવો, કબજિયાત, મરડા જેવી સમસ્યાઓને દૂર કરી શકાય છે. પરંતુ ધ્યાન રાખો કે જો તમને કોઈ વિશેષ પ્રકારની તકલીફ છે તો ડૉક્ટર અથવા એક્સપર્ટની સલાહ લઈને કોઈ પણ વસ્તુનું સેવન કરવું. જેથી કોઈ પણ પ્રકારની તકલીફથી બચી શકાય.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી