હાથની મહેંદી ઉપર લગાવી દો ઘરમાં રહેલી આ વસ્તુ, મહેંદીનો રંગ લાંબો સમય રહેશે એકદમ ઘાટો અને ચમકદાર.. રંગ જોઇને બધા ચોંકી જશે..

લગ્નમાં મહેંદી લગાવવી એક રિવાજ હોય છે, કહેવામાં આવે છે કે મહેંદીનો રંગ જેટલો ગાઢ હોય છે પતિ પાસેથી એટલો જ વધુ પ્રેમ મળે છે. એવામાં મહેંદીનો રંગ ગાઢ કરવા માટે મહિલાઓ ઘણા બધા ઉપાય અજમાવે છે. અમુક આસાન ટિપ્સ અપનાવીને તમે મહેંદીના રંગને ખૂબ જ ગાઢ કરી શકો છો. જેથી તમારા ઘરમાં રહેલી અમુક વસ્તુની મદદ લેવી પડશે અને તમારી મહેંદીનો રંગ એકદમ ગાઢ થઈ જશે.

લગ્નની સિઝન ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે અને હવે આપણે જ્યાં જુઓ ત્યાં લગ્ન જોવા મળે છે. લગ્નના સમારોહમાં દુલ્હનથી લઈને તેમની બહેનપણીઓ સુધી દરેકના હાથમાં મહેંદી લગાવેલી જોવા મળે છે. લગ્ન હોય અને મહિલાઓએ મહેંદી ન લગાવી હોય તેવું ક્યારેય જોવા મળ્યું નથી. લગ્નમાં મહેંદી લગાવવી એક રિવાજ હોય છે. કહેવામાં આવે છે કે મહેંદીનો રંગ જેટલું ગાઢ હોય પતિથી તેમને એટલો પ્રેમ વધુ મળે છે. તેવામાં મહેંદીનો રંગ ગાઢ કરવા માટે મહિલાઓ અહીં આપેલી અમુક આસાન ટિપ્સ અપનાવી શકે છે. જેનાથી તેમની મહેંદીનો રંગ એકદમ ગાઢ થઈ જશે.

મહેંદીનો રંગ ગાઢ કરવાના ઉપાય : 1) મહેંદી લગાવતા પહેલા હાથ યોગ્ય રીતે સાફ કરો, ત્યારબાદ મહેંદીનું તેલ અથવા નિલગિરીનું તેલ જરૂરથી લગાવો.
2) મહેંદી લગાવ્યા પછી તેને સંપૂર્ણ રીતે સૂકવવા દો અને મહેંદી સુકાઈ ગયા બાદ તેને ઉખાડો નહીં પરંતુ મહેંદીને તેની જાતે જ નીકળવા દો.

3) ઓછામાં ઓછા પાંચ કલાક સુધી મહેંદીને હાથમાં લગાવેલી રહેવા દો.
4) લીંબુ અને ખાંડનો રસ મહેંદીનો રંગ કાળો કરવામાં ખૂબ જ મદદ કરે છે. તેની માટે થોડી ખાંડને પાણીમાં નાખીને ઉકાળો ત્યારબાદ તેને ઠંડુ થવા મૂકો. હવે આ મિશ્રણને એક બાઉલમાં બહાર કાઢીને લીંબુના રસના અમુક ટીપા તેમાં ઉમેરો, ત્યારબાદ આ મિશ્રણને મહેંદી સુકાઈ ગયા બાદ હાથ પર લગાવો.

5) મહેંદી સુકાઈ ગયા બાદ તેને પાણીની મદદથી ન કાઢો. તેનાથી મહેંદીનો રંગ સામાન્ય થઈ જાય છે.
6) મહેંદીનો રંગ ગાઢો કરવા માટે તેની ઉપર બામ, આયોડેક્ષ, વિક્સ અથવા સરસવનું તેલ લગાવો. આ દરેક વસ્તુ હથેળીને ગરમાહટ આપે છે. જેનાથી મહેંદીનો રંગ ધીમે ધીમે ગાઢ થઈ જાય છે.

7) મહેંદી સુકાઈ ગયા બાદ પાણી લગાવ્યા વગર મહેંદી વાળી હથેળી ઉપર ચૂનો રગડવાથી મહેંદીનો રંગ ખૂબ જ ગાઢ થાય છે.
8) મહેંદીનો રંગ ગાઢો કરવા માટે તેને થોડી સુકાઈ જવા દો ત્યારબાદ કોઈપણ કંબલ અથવા રજાઈથી મહેંદીને ઢાંકો.

9) તમે ઈચ્છો તો મહેંદી વાળા હાથ ઉપર લવિંગનો ધુમાડો પણ લગાવી શકો છો.
10) લગ્નમાં આ ઉપાય તમે આસાનીથી અપનાવી શકો છો અને તે સિવાય તમે મહેંદી ઉપર અથાણાનુ તેલ પણ લગાવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment