લીલા ધાણાની પેસ્ટમાં આ એક વસ્તુ ઉમેરી લગાવી દો તમારા વાળમાં. ખોડો, ખરતા વાળ દુર કરી બનાવી દેશે એકદમ લાંબા, મજબુત અને આકર્ષક..

લીલા ધાણાની પેસ્ટ આપણા વાળના મૂળને મજબૂત કરવામાં મદદ કરે છે. જેનાથી વાળનું ખરવું ઓછું થઈ જાય છે, અને બીજા નવા વાળ પણ ઉગે છે. આજે અમે તમને એવા જ અમુક પેક વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે આપણા વાળને ચમકદાર બનાવશે અને મજબૂતી પણ આપશે.

લીલા ધાણાને આપણે દરેક વાનગીમાં સજાવટના રૂપે અને સ્વાદ વધારવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેનો વાળ માટે પણ ઉપયોગ તમારી માટે એક નવો અનુભવ હોય શકે છે. તેનાથી થતા ફાયદા જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. લીલા ધાણામાં વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ હોય છે જે વાળ માટે ખુબ જ લાભદાયક હોય છે. ધાણાની પેસ્ટ આપણા વાળના મૂળને મજબૂત કરવામાં મદદ કરે છે. જેનાથી વાળનું ખરવું ખૂબ જ ઓછું થઈ જાય છે. આજે અમે તમને એવા જ પેક બતાવીશું જેનાથી તમારા વાળ ચમકદાર અને મજબૂત થઈ જશે.

1 ) લીલા ધાણાની પેસ્ટ : વાળને મજબૂતી આપવા માટે એક મુઠ્ઠી દાંડી સહિત તાજા લીલા ધાણા લો અને તેને યોગ્ય રીતે ધોઈને બ્લેન્ડરમાં થોડું પાણી ઉમેરીને પાતળી પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને વાળમાં અને ખોપડીમાં લગાવીને 40 થી 60 મિનિટ સુધી લગાવીને રહેવા દો. ત્યારબાદ માઈલ્ડ શેમ્પૂથી તમારા વાળને ધોવો. તેનાથી તમારા વાળ જાડા અને મજબૂત થશે. વાળની દેખભાળ માટે તેનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરી શકો છો.

2 ) લીલા ધાણા અને એલોવેરા : એક મુઠ્ઠી યોગ્ય રીતે ધોયેલા તાજા લીલા ધાણા લઈને તેને બ્લેન્ડરમાં નાખો, હવે તેમાં થોડું એલોવેરા જેલ નાખો ત્યારબાદ આ બંનેને પીસીને એક પેસ્ટ તૈયાર કરો. તે જ્યારે ગાઢ થઈ જાય ત્યારે તેમાં થોડું પાણી ઉમેરો, ત્યારબાદ આ પેસ્ટને તમારી સંપૂર્ણ ખોપરીમાં લગાવો અને આંગળીઓની મદદથી મસાજ કરો. 30 થી 40 મિનિટ સુધી લગાવીને રહેવા દો. ત્યારબાદ માઈલ્ડ શેમ્પૂથી માથું ધોવો.અઠવાડિયામાં બે વખત આ પેસ્ટનો ઉપયોગ તમે કરી શકો છો. તેનાથી તમારા વાળ ખરવાની સમસ્યામાં આરામ મળશે અને તમારા વાળ મુલાયમ થશે.

3 ) લીલા ધાણા અને નારિયેળનું તેલ : એક મુઠ્ઠી તાજા અને યોગ્ય રીતે ધોયેલા ધાણા લો અને તેમાં થોડું પાણી નાખીને પેસ્ટ તૈયાર કરો. હવે તેને બહાર કાઢીને તેમાં થોડું નારિયેળનું તેલ ઉમેરો આ મિશ્રણને તમારી ખોપડી માથા વાળ પર લગાવો અને હલકા હાથથી મસાજ કરો. એક કલાક સુધી આ મિશ્રણને રહેવા દો, ત્યારબાદ માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ નાખો. તેનો ઉપયોગ અઠવાડિયામાં બેથી ત્રણ વખત કરી શકો છો. તેનાથી તમારા વાળમાં ચમક આવશે અને રુક્ષપણું દૂર થશે તથા વાળને ખુબ જ પોષણ મળશે.

4 ) લીલા ધાણા અને જૈતૂનનું તેલ તથા મધ : એક મુઠ્ઠી તાજા અને યોગ્ય રીતે ધોયેલા ધાણા લો અને તેમાં થોડું પાણી નાખીને પેસ્ટ તૈયાર કરો. તેને બહાર કાઢીને તેમાં થોડું મધ અને જૈતૂનનું તેલ ઉમેરો. દરેક વસ્તુને ઉમેરીને એક પેસ્ટ તૈયાર કરો તેને પોતાની ખોપરીમાં લગાવો અને આંગળીઓથી મસાજ કરો, તેને 30 થી 40 મિનિટ સુધી રહેવા દો, ત્યારબાદ તેને ધોવા માટે માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો. તેનો ઉપયોગ તમે અઠવાડિયામાં બે વખત કરી શકો છો. આનો પ્રયોગ કરવાથી તમારા માથામાં ખોડાની સમસ્યા દૂર થઈ જશે અને તમારી ખોપરી પણ સાફ અને સ્વસ્થ રહેશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment