પગ, હિપ્સ અને જાંઘો પરની વધારાની ચરબી માખણ જેમ પીગળી જશે, ફક્ત કરો આ ત્રણ કામ વગર ખર્ચે ફિગર બની જશે ફિટ.

સ્ત્રીઓ માટે વધતું જતું વજન એ ખુબ જ મોટી ચિંતાનું કારણ હોય છે. સ્ત્રીઓની ચિંતા વધારે ત્યારે વધી જાય છે કે, જ્યારે તેની ચરબી પગ, જાંધ અને હિપ્સ પર વધી જાય છે અને તેથી તેનું ફિગર ખરાબ થઈ જાય છે. આવું એટલા માટે થાય છે કે, આ જગ્યાઓ પર ચરબી ખુબ જ ઝડપથી જમા થઈ જાય છે અને ટોન કરવા માટે તમારા શરીરનો સૌથી મુશ્કેલ નીચેનો ભાગ હોય છે. ઘણી વાર એવું થાય છે કે, જીન્સમાં ફિટ થવા માટે એક દૈનિક સંઘર્સ જેવું લાગે છે. પરંતુ તમારે તમારી મોટી જાંધ, વધારે જાડા પગ અને મોટા હિપ્સથી નફરત કરવાની જગ્યા પર આ બધાને ઓછું કરવા પર વિચાર કરવો જોઈએ.

શું તમે જાણવા માંગો છો કે, જાંધ અને હિપ્સની ચરબીને કેવી રીતે ઓછી કરી શકાય છે, કે જેથી તમારું અનહેલ્દી વજન ઓછું થઈ જાય અને તમારા પગ સ્મૂદ અને ટોંડ દેખાય. તો આ આર્ટીકલને જરૂરથી વાંચો. આજે અમે તમારા માટે 3 કસરત લઈને આવ્યા છીએ, જે તમારા શરીર પરના આ 3 ભાગમાં વધતી જતી ચરબીને ઘટાડશે.

તમે આ કસરતને ઘર પર પણ કરી શકો છો. જાંધ અને બટ-શેપિંગ કસરત જે તમારા શરીરને મજબૂત બનાવવા માટે, ચરબીને ઓગાળવા માટે અને તમને સારી રીતે ટોંડ શેપ દેવા માટે મદદ કરશે. અમે સલાહ આપીએ છીએ કે, દરેક કસરતને એક સેટ સાથે શરૂઆત કરો. તમે જો એક વારમાં તેને સહેલાઈથી કરી શકો, તો પછી, તમે 2 સેટ કરો. અને આ રીતે તમે વધારી પણ શકો છો. જો તમે પણ આ 3 ભાગોમાંથી ચરબીને ઓછી કરવા માંગો છો, તો વાર કંઈ વાતની, વર્કઆઉટ સ્નિકર્સ પહેરીને આજથી જ આ કસરતને શરૂ દો.

જંપિંગ લેજસ : તમારા ડાબા પગની સાથે આગળ તરફ નમો, તમારી પીઠને સીધી રાખો અને તમારા જમણા ઘૂંટણને ડાબી બાજુથી નીચે રાખો. તમારા હાથ વડે તમારાથી જેટલું જમ્પ થઈ શકે તેટલું જમ્પ કરો. તમારા જમણા પગની સાથે, તમારા પગને હવામાં બદલો અને લેજસ પોઝિશનમાં ઉતરો. લૈંડિગના પહેલા દરેક સમયે તમારા પગને બદલતાની સાથે 10 થી 12 રેપ્સની સાથે શરૂ કરો. ધીમે-ધીમે રેપ્સની સંખ્યાને વધારીને 30 સુધી કરો.

જંપ ક્રંચેસ :

આ કસરતને કરવા માટે તમારા ઘૂંટણને થોડા વાળો, અને તમારા હાથને પાછળની તરફ સ્ટ્રેચ કરો. સીધા ઉપર જંપ કરો અને તમારા ઘૂંટણને જેટલા બને ત્યાં સુધી ઉપર કરવાની કોશિશ કરો. આ કસરતને કરવા માટે, બીજાની તુલનામાં વધારે પ્રયાસ કરવાની જરૂર છે. તમારા પહેલા પ્રયાસમાં 30 જંપ કરવા મુશ્કેલ છે, તેથી વચ્ચે 1 મિનિટના આરામ સાથે, તેને 10 રેપ્સના 3 સેટ્સમાં વહેંચી લેવા જોઈએ.સાઈડ લેગ રેજસ : આ કસરત કરવા માટે તમે, જમણી બાજુ પર સુવો અને તમારા શરીરનો વજન તમારા હાથ પર રાખો. તમારા ડાબા હાથને તમારી સામે ફર્શ પર મૂકો. ધીમે ધીમે તમારા જમણા પગને કોઈ તીવ્ર હિલ-ચાલ કર્યા વગર પગને ઊભો કરો. હવે આ જ રીતે બીજા પગ સાથે પણ કરો. આ કસરત જાંધ અને હિપ્સ બંને માટે ઉપયોગી છે.

ચેયર પોજ :

સૌથી પહેલા સીધા તાડાસનમાં ઊભા રહી જાવ. પછી તમારા પગ અને હિપ્સને પણ થોડા વાળો. બિલકુલ એવી પોઝિશનમાં આવી જાવ કે જેવી રીતે તમે ખુરશીમાં બેઠા હોય. હવે શ્વાસ લો અને તમારા બને હાથને માથાની ઉપર તરફ લઈ જાવ. થોડી વાર સુધી આ પોઝિશનમાં રહો અને શ્વાસને છોડતા રહો અને લેતા રહો. આમ કરવાથી તમારા શરીરનો વજન તમારા પગ પર પડે છે, ખાસ કરીને હિપ્સ પર અને થાઈજની મસલ્સ પર. આ કરવાથી તમારા પગ તો ટોન થશે જ, સાથે જ તે પૂરા ભાગની મસલ્સ મજબૂત થશે અને ચરબી પણ ઓછી થશે.ડંબલ લેજસ : તમારી પીઠને હાથથી સીધી રાખો, પછી સીધી રાખતાની સાથે, તમારા જમણા પગની સાથે રિવર્સ લંગસ કરો. હવે તમારી ડાબી સાઈડથી પણ આ રીતે કરો. તમારા પગને એક સાચી રીતે એંગલથી નમીને, ડીપ લેંજસ કરવાની કોશિસ કરો. ડંબલની જગ્યા પર બોટલનો પણ ઉપયોગ કરી શકો છો.

આ કસરતને તમે તમારા ઘર પર ખુબ જ સહેલાઈથી કરી શકો છો અને આ કસરતને કરીને તમે તમારી બોડીના નીચેના ભાગની ચરબીને ઓછી કરી શકો છો. આમ જે લોકો પગ, હીપ્સ અને જાંઘની ચરબીથી પરેશાન છે તેમના માટે આ કસરત ખુબ જ ઉપયોગી છે. તેમજ તેમાંથી તમે વધારાની ચરબીને ઝડપથી દુર કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment