રસોડામાં આમતેમ દોડતી જીવાત અને કોંક્રોચના કાયમી છુટકારા માટે વગર ખર્ચે કરો આ ઉપાય, તરત ભાગી જશે બધી જીવાત…

શું તમે પણ પોતાના ઘરમાં રસોડામાં થતા વાંદાઓના ત્રાસથી પરેશાન છો ?  જો હા, તો અમે તમને જણાવીશું એવા ઘરેલું ઉપાયોને જેને તમારે એક વખત તો જરૂર અપનાવવા જોઈએ. આ ઉપાયો તમને ખુબ જ ઉપયોગી નીવડશે.

શું તમે ક્યારેય રસોડામાં રસોઈ કર્યા પછી થોડી કલાકો પછી, પોતાના રસોડામાં ગમે તેમ આંટા ફેરા મારતા, કુદતા જીવડાઓ કે વાંદાઓ જોયા છે. જો તમે રસોડામાં ગમે ત્યાં ખોરાક છોડી દેશો તો વાંદાઓ આવી જ જાય છે. સાફ-સફાઈ પછી પણ આ રસોડાના સિંક, ખુણાઓ અને નળીઓમાં પેદા થઈ જાય છે. પણ તમે ઘણી સહેલી રીત દ્વારા તેનાથી છુટકારો મેળવી શકો છો. થોડા ઘરેલું ઉપાયો અપનાવીને તમે વાંદાઓ અને જીવડાઓથી છુટકારો મેળવી શકો છો.લીમડો : લીમડાના પાન અથવા તેલ, બંને વાંદાઓ દુર કરવામાં સૌથી અસરકારક છે. તેના ઉપયોગથી થોડા જ દિવસોમાં વાંદાઓ દુર થઈ જશે. તમારે બસ એટલું જ કરવાનું છે કે લીમડાના પાનને પોતાના રસોડામાં વાંદાઓ આવવાની જગ્યા પર મૂકી દો. અથવા જે કપડાથી તમે રસોડાની સફાઈ કરો તેમાં લીમડાનું તેલ નાખીને સફાઈ કરો. લીમડાના પાણીનો સ્પ્રે પણ કરી શકો છો.

તજ :

તજની કડક સુગંધ તમારા રસોડામાં વાંદાઓને આવવા નથી દેતી. તેમજ નાના મોટા કીડાઓની સમસ્યા પણ દુર થઈ જાય છે. તમે તજનો પાવડર બનાવીને તેને કિનાર પર લગાવી દો. જે જગ્યાએ વાંદાઓ આવે છે ત્યાં પણ તેને છાંટો. આ સાથે જ લવિંગ, તમાલપત્રને પીસીને તજની સાથે રસોડાની દીવાલ અને ખુણાઓ પર છાંટી દો.બેકિંગ સોડા અને લીંબુ : તમે રસોડાના ફર્શને સાદા પાણીથી સાફ કરતા હશો. તો તેમાં થોડો ફેરફાર કરો. 1 લીટર ગરમ પાણીમાં 1 લીંબુ, 2 મોટી ચમચી બેકિંગ સોડા નાખીને સારી રીતે મિક્સ કરી લો. ગેંડીની આજુબાજુ, આઉટલેટ સિંક અને સ્લેબની નીચે આ મિશ્રણથી સાફ કરો. જેથી કરીને રસોડામાં જીવાતનું ઉત્પાદન ઓછું થઈ જાય. તેમજ વાંદાઓથી પણ છુટકારો મળી જશે.

પાણી અને વિનેગર :

આ સૌથી સરળ ઉપાય છે. આ વસ્તુઓને મિક્સ કરીને તમે વાંદાને દુર કરી શકો છો. બસ થોડું ગરમ પાણી લો, તેમાં સફેદ વિનેગરનો 1 ભાગ નાખો અને બંને સારી રીતે મિક્સ કરી લો. હવે તેનાથી પોતાના રસોડાની સફાઈ કરો. રાત્રે રસોડાના સિંકમાં, પાઈપ અને નળીઓમાં પણ નાખો. તેનાથી તે કીટાણું રહિત થઈ જશે અને રસોડામાંથી જીવાત દુર થઈ જશે.બોરિક એસિડ/પાવડર : આ વાંદાઓ મારવાનો અને ભગાડવાનો જુનો અને અસરકારક ઉપાય છે. બોરિક પાવડર જીવાતને જડથી ખત્મ કરવામાં પ્રભાવશાળી છે. તમે થોડા પાણીમાં બોરિક પાવડર નાખીને મિક્સ કરી લો. પછી તેના ટીપા એ જગ્યાઓ પર નાખો જ્યાં વાંદાઓ આવે છે. આ મિશ્રણ નળીઓમાં પણ નાખો. તેનાથી સફાઈ કરી શકો છો. તે રસોડામાં રહેલ વાંદાઓને મારી નાખશે.

એસેશિયલ ઓઈલ :

તમે વિચારતા હશો કે બ્યુટી કેરમાં ઉપયોગમાં લેવાતી એસેશિયલ ઓઈલ કેવી રીતે જીવાત દુર કરવામાં કામ આવે છે ? પણ આ ઉપાય તમારા રસોડામાંથી જીવાતનું નામોનિશાન મિટાવી દેશે. વાંદાઓ પણ સ્ટ્રોંગ સુગંધને સહન નથી શકતા. આથી તેને ભગાડવા અને મારવા માટે લેવંડર, પેપરમીંટ અથવા કોઈ પણ તેજ મહેક વાળા ઓઈલને રસોડાની સિંક, કેબીનેટમાં એક એક ટીપું નાખો. તેને આખો રસોડામાં મહેકવા દો અને પોતાનું કામ કરો.આમ તમે અહીં આપેલ કેટલાક સરળ ઉપાયો અપનાવીને રસોડામાંથી હંમેશ માટે વાંદાઓ તેમજ નાની મોટી જીવાતને દુર કરી શકો છો અને પોતાના રસોડાને સાફ તેમજ સુંદર, જીવાત મુક્ત કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment