દરરોજ સવારે ખાલી પેટ આ એક ટુકડો ચાવી જાવ, આ નુસ્ખાથી વારંવાર ડોક્ટર પાસે નહિ જવું પડે. નાની મોટી બીમારો થઈ જશે દૂર…

આદુનો ઉપયોગ લગભગ દરેકના ઘરોમાં અનેક વાનગીઓ બનાવવા માટે થતો હોય છે. કેટલાક લોકો સવારે ચા માં આદુ નાખીને જ ચા પીવાનું પસંદ કરતા હોય છે. આદુની અંદર અનેક ઔષધિય ગુણો હોય છે. આદુના સેવનથી હૃદય રોગની બીમારીને ઓછી કરી શકાય છે. સ્ત્રીઓને માસિકધર્મ દરમિયાન, થતાં દુઃખાવાને પણ આદુના સેવનથી ઓછો કરી શકાય છે. આદુ એ એક એવો ખાદ્ય પદાર્થ છે, જેનું સેવન દરેક સિઝનમાં સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

આદુનું સેવન કરવાથી પેટમાં ગેસ અને ઉલ્ટી જેવી નાની-મોટી સમસ્યા પણ દૂર થાય છે. આદુ કેટલીક દવાઓના બદલામાં એક સારું ઓપ્શન છે. કેટલીક ઘરેલુ ટીપ્સોમાં આદુનો ઉપયોગ કરવામાં આવે છે. ઇમ્યુનિટી બુસ્ટ કરવાથી લઈને શરીરના દુઃખાવાને દૂર કરવા માટે, આદુ આપણી માટે ખુબ જ ફાયદાકારક છે. પરંતુ આદુનું જો ખાલી પેટે સેવન કરવામાં આવે, તો તે વિશેષ રૂપથી શરીર માટે ગુણકારી સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ આદુનું ખાલી પેટે સેવન કરવાથી શરીરને થવા વાળા ફાયદાઓ વિશે.હૃદયના સ્વાસ્થ્ય માટે : ખાલી પેટે આદુનું સેવન હૃદય સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, આદુમાં ઔષધિય ગુણ હોય છે, જે બ્લડ ક્લોટિંગ, બ્લડ પ્રેશર અને લિપિડને નિયંત્રણમાં રાખે છે. તેનો પ્રભાવ સંયુક્ત હૃદય પર પડે છે. જે તમારા હૃદય માટે ખુબ જ સારું સાબિત થાય છે. જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો, તો ખાલી પેટે આદુના પાણીને પીવો અથવા તો આદુને ચૂસો. આમ કરવાથી તમને ઘણા લાભ થશે.

માસિક ધર્મની સમસ્યામાં :

આદુમાં ઉત્તમ પીડા માંથી મુક્ત થવાનો ગુણધર્મ હોય છે. ખાલી પેટે આદુનું સેવન કરવાથી માંસપેશિયોમાં તાણ ઓછી થાય છે. ખાસ કરીને માસિકધર્મ દરમિયાન થવા વાળી એઠન દૂર કરવા માટે આદુ અસરકારી સાબિત થયું છે. સાથે જ આ દરમિયાન માંસપેશિયોમાં થતું ખેંચાણ અને સોજાને પણ આદુના સેવનથી દૂર કરી શકાય છે. માસિકધર્મમાં આદુનું ખાલી પેટે સેવન કરવાથી અનેક લાભ તમને થઈ શકે છે. તેથી જ, જ્યારે પણ તમને માંસપેશિયોમાં દુઃખાવાનો અનુભવ થાય, ત્યારે ખાલી પેટે 1 ઇંચ આદુના ટુકડાને ગરમ કરીને ચાવો. આમ કરવાથી તમને ઘણો ફાયદો થશે.સ્કીનને સુંદર બનાવવા માટે : જો તમે તમારા ચહેરા પર નિખાર લાવવા માંગો છો, તો આદુનું સેવન તમારી માટે ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. ખાસ કરીને ખાલી પેટે આદુનું સેવન કરવાથી સ્કીન પર ચમક આવે છે. આ સાથે જ સ્કીન પરના ડાગ પણ દૂર થાય છે. સુંદર સ્કીન મેળવવા માટે સવારે ખાલી પેટે 1 ઇંચ આદુના ટુકડાને નવશેકા પાણીની સાથે ખાવ. આમ કરવાથી તમારી સ્કીન પર નિખાર આવી શકે છે.

પાચન સુધારવા માટે :

ખાલી પેટે આદુનું સેવન કરવાથી પાચનને લગતી સમસ્યા દૂર થઈ શકે છે. આ માટે ખાલી પેટે આદુનું પાણી પીવો. તેનાથી પાચનથી જોડાયેલ સમસ્યા જેવી કે, ગેસ, કબજિયાત, ઉલ્ટી, અપચોની સમસ્યા દૂર થાય છે.આર્થરાઈટિસના દુઃખાવા દૂર કરવા : આદુમાં એન્ટિ ઇમ્ફ્લેમેટરી અને એનાલ્જેસિક ગુણ હોય છે, જે શરીરમાં થવા વાળા સોજાને અને દુઃખાવાને દૂર કરવામાં મદદ કરે છે. તેના આ ગુણને કારણે જ, તે આર્થરાઈટિસના રોગીઓ માટે વધારે ફાયદાકારક છે. એક્સપર્ટનું કહેવું છે કે, જો તમે દરરોજ સવારે ખાલી પેટે આદુ અથવા તો આદુના પાણીનું સેવન કરો છો, તો અર્થરાઇટીસમાં થવા વાળી સમસ્યાને ઓછી કરી શકાય છે.

ડાયાબિટીસ નિયંત્રણમાં કરવા :

જો તમને ડાયાબિટીસ છે, તો બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે તમે સવારે ખાલી પેટે આદુનું સેવન કરી શકો છો. હેલ્થ એક્સપર્ટ અનુસાર, આદુમાં બ્લડ શુગરને નિયંત્રણ કરવાનો ગુણ હોય છે. આદુ ઇન્શુલીનની સક્રિયતાને વધારવાનું કામ કરે છે. તેવામાં આદુ વ્યાપક રૂપથી ડાયાબિટીસમાં થવા વાળી સમસ્યાને દૂર કરવામાં અસરકારી સાબિત થઈ શકે છે.વજન ઘટાડવામાં મદદગાર : કેટલાક હેલ્થ એક્સપર્ટ વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટે આદુનું પાણી પીવાની સલાહ આપે છે. આપણામાંથી કેટલાક લોકો આ ટિપ્સને ફોલો પણ કરી ચૂકયા હશે. ખાલી પેટે આદુ અથવા આદુનું પાણી પીવાથી મેટાબોલીઝ્મ રેટ વધે છે, જેના કારણે તમારું વજન ઓછું થાય છે. એટલું જ નહીં, પરંતુ ખાલી પેટે આદુનું સેવન કરવાથી, પેટ, કમર વગેરે પરની ચરબી સહેલાઈથી ઓગળવા લાગે છે. વજનને ઓછું કરવા માટે તમે આદુથી ડિટોક્સ ડ્રિંક પણ તૈયાર કરી શકો છો.

ખાલી પેટે આદુનું સેવન ગર્ભવતી સ્ત્રી માટે પણ ખુબ જ સારું માનવામાં આવ્યું છે. તેનાથી ગર્ભવતી સ્ત્રીને આવતી મતલી ઉલ્ટી જેવી સમસ્યાને ઓછી કરી શકાય છે. કારણ કે તેનાથી આંતરડાનો ગેસ ઓછો કરી શકાય છે. આ પેટ માટે ખુબ જ સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખો કે, ગરમીની સિઝનમાં આદુનું સેવન વધારે માત્રામાં ન કરવું જોઈએ. તેનાથી તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર પણ થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment