કીડી-મકોડા અને અન્ય જીવજંતુઓથી કાયમી મળી જશે છુટકારો, મફતમાં ઘરે જ બનાવો આ ફૂલથી કીટનાશક સ્પ્રે…

મોટાભાગે એવું કહેવામાં આવે છે કે, ઘરમાં આવતા જીવજંતુઓ અને કીડી મકોડાને ઘરથી દુર રાખવા માટે બગીચામાં અમુક ફૂલના છોડ જરૂર વાવવા જોઈએ. તેવા જ ફૂલો માંથી એક કરેણના ફૂલનો છોડ છે. કરેણના ફૂલ દેખાવમાં સુંદર હોવાથી સાથે પૂજાપાઠમાં પણ ખુબ જ ઉપયોગમાં લેવાય છે. જો આપણે વાત કરીએ કરેણના ફૂલથી પ્રાકૃતિક કીટનાશક સ્પ્રેની તો આ સ્પ્રે ખુબ જ અસરકારક છે. જેનાથી કીડી મકોડા આસાનીથી ઘરમાંથી જતા રહેશે.

આ લેખમાં અમે તમને જણાવશું કે, કરેણના ફૂલથી બનાવવાવા આવતો કીટનાશક સ્પ્રેને તમે ઘરે માત્ર 10 થી 20 મિનીટમાં તૈયાર કરી શકશો. આ પ્રાકૃતિક સ્પ્રે તમને કોઈ નુકશાન નહિ કરે અને કીડાઓ સહિત અન્ય જીવજંતુઓ પણ સહેલાઈથી ભાગી જશે.બગીચાના કીડા-મકોડા દુર કરો : ઘણા લોકો છોડથી કીડા-મકોડા દુર કરવા માટે વિવિધ પ્રકારના કીટનાશક સ્પ્રેનો ઉપયોગ કરતા હોય છે. પણ તેનાથી કીડાઓ તો દુર નથી થતા, પણ છોડ જરૂર મરી જાય છે. તેવામાં કરેણના ફૂલથી તૈયાર સ્પ્રેથી કીડાઓ પણ ભાગશે અને છોડ પણ સલામત રહેશે. એવું માનવામાં આવે છે કે, કરેણના ફૂલની તીખી ગંધ કીડા-મકોડાને બગીચામાં આવતા રોકે છે. તેનો ઉપયોગ ચોમાસામાં ઘરમાં આવતા કીડાઓને દુર કરવા માટે પણ કરવામાં આવે છે.

આ રીતે બનાવો કરેણના ફૂલથી કીટનાશક સ્પ્રે :

ચોમાસા સિવાય અન્ય ઋતુમાં પણ તમે માખીઓ, મચ્છરો, શતાવરી મૃગ વગેરે કીડાઓથી પરેશાન રહો છો. તો આ કીડાઓને દુર કરવા માટે કરેણનો સ્પ્રે ઘરે સરળતાથી બનાવી શકાય છે. સ્પ્રેનો છટકાવ રસોડામાં, હોલમાં, બેડ રૂમમાં, અને બાથરૂમમાં કરી શકાય છે. તેના છટકાવથી કોઈ ખરાબ અસર નથી થતી.કીટનાશક સ્પ્રે બનાવવા માટેની આવશ્યક સામગ્રી : કરેણના ફૂલ – 5 થી 6, બેકિંગ સોડા – 1 ચમચી, લીમડાનું તેલ – 1 ચમચી, સ્પ્રેની ખાલી બોટલ – 1,  પાણી – જરૂર મુજબ.

સ્પ્રે બનાવવાની રીત : સૌથી પહેલા કરેણના ફૂલ અને એક કપ પાણીને મિક્સ કરીને મીક્ષ્યરમાં નાખી દો અને થોડું પીસી નાખો. હવે આ પેસ્ટને કોઈ કોટનના કપડામાં ગાળી લો અને નીકળેલું પાણી સ્પ્રે બોટલમાં ભરી દો. ત્યાર પછી સ્પ્રે બોટલમાં લીમડાનું તેલ અને બેકિંગ સોડા નાખી દો. હવે આ સ્પ્રે બોટલને એકથી બે મિનીટ હલાવો. જેથી કરીને અંદર બધું સારી રીતે મિક્સ થઈ જાય.

ઉપયોગ કરવાની રીત : તૈયાર કીટનાશક સ્પ્રેને ઘરના બધા જ ભાગમાં સારી રીતે છાંટો. તેની તેજ ગંધથી મચ્છર અને માખીઓ ક્યારેય પણ ઘરમાં નહિ આવે. આ રીતે આ સ્પ્રેનો છટકાવ બગીચામાં પણ કરી શકાય છે. તેનાથી કીડાઓ છોડ પર ક્યારેય નહિ આવે. રસોડામાં છટકાવ કરતી વખતે ભોજનને ઢાંકીને રાખો.આ રીતે તમે કરેણના છોડમાંથી માખીઓ, મચ્છર, કીડાઓ દુર કરવા માટેનો સ્પ્રે તૈયાર કરી શકો છો. તેમજ કાયમ માટે કીડીઓઓથી છુટકારો મેળવી શકો છો. તેમજ આ એક પ્રાકૃતિક ઉપાય હોવાથી તે તમને કોઈ નુકશાન પણ નથી કરતું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment