ખાવાની આ 10 વસ્તુ શરીર માટે છે ખતરનાક… શરીરને સમય પહેલા કરી દેશે બીમાર અને ખોખલું, જીવલેણ બીમારીથી બચવું હોય તો ખાસ જાણો આ માહિતી….

મિત્રો આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ એ ખુબ જ અગત્યનું છે. પરંતુ આ કોલેસ્ટ્રોલ પણ બે પ્રકારના હોય છે. એક સારું કોલેસ્ટ્રોલ અને બીજું ખરાબ કોલેસ્ટ્રોલ. જો તમે પોતાના ખાનપાન પર વિશેષ ધ્યાન આપો તો તમારું સારું કોલેસ્ટ્રોલનું સ્તર જળવાઈ રહે છે. પરંતુ જો તમારી ખાણીપીણી ખરાબ છે, તો તમારું કોલેસ્ટ્રોલ વધી શકે છે. આથી જ તમારે પોતાના ખોરાક અંગે થોડું જાગૃત થવાની જરૂર છે.

કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં જરૂરી હોય છે. તે નર્વસ સેલ્સને પ્રોટેક્ટ કરવા, વિટામીન બનાવવા અને હાર્મોન્સના ઉત્પાદનમાં મદદ કરે છે, પરંતુ તેનું લેવલ વધવાથી તમને ઘણા પ્રકારની સ્વ્સથ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. બ્લડમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી તમને હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

લીવરમાં બનતા વેક્સ જેવા પદાર્થને કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. એક હેલ્દી શરીર માટે કોલેસ્ટ્રોલની ખુબ જ જરૂર પડે છે. કોલેસ્ટ્રોલ કોશિકાઓના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ નર્વસ સેલ્સને સુરક્ષિત કરે છે. એવી ઘણી વસ્તુઓ હોય છે જેને ખાવાથી પણ શરીરને કોલેસ્ટ્રોલ મળે છે, જેમ કે માંસ, અને ડેરી પ્રોડક્ટ્સ.

આપણા શરીરમાં મુખ્ય બે પ્રકારના કોલેસ્ટ્રોલ જોવા મળે છે. હાઈ ડેન્સીટી લિપોપ્રોટીન, અને લો ડેન્સીટી લિપોપ્રોટીન. LDL કોલેસ્ટ્રોલને ખરાબ કોલેસ્ટ્રોલ પણ કહેવામાં આવે છે. LDL કોલેસ્ટ્રોલનું લેવલ હાઈ થવાથી હાર્ટ ડિસીઝ  અથવા સ્ટ્રોકનું જોખમ ઘણું વધી જાય છે.

HDL કોલેસ્ટ્રોલને સારું કોલેસ્ટ્રોલના રૂપમાં જોવામાં આવે છે. આ તમારા બ્લડમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને લીવર સુધી લઈ જાય છે અને તેનાથી છુટકારો અપાવે છે. HDL કોલેસ્ટ્રોલ તમારા શરીરને ઘણી રીતે સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવે છે.

શા માટે ખરાબ હોય છે હાઈ કોલેસ્ટ્રોલ ? : કોલેસ્ટ્રોલ તમારા લોહીમાંથી વહે છે. LDL કોલેસ્ટ્રોલ વધવાથી રક્ત વાહિકાઓની દીવાલ પર કોલેસ્ટ્રોલ જામવા લાગે છે. જેના કારણે તેની અસર હૃદય સુધી લોહી લઈ જનાર રક્ત વાહિકાઓ પર પડે છે. રક્ત વાહિકાઓમાં વધુ પ્રમાણમાં કોલેસ્ટ્રોલ જામવાથી બ્લડનો ફલો ઘણો ઓછો થઈ જાય છે. જેનાથી તમને ઘણા પ્રકારની હાર્ટ ડિસીઝ અથવા સ્ટ્રોક જેવી સમસ્યાઓ થઈ શકે છે.

શરીરમાં LDL કોલેસ્ટ્રોલ વધવાનું મુખ્ય કારણ સ્મોકિંગ, હાઈ બ્લડ પ્રેશર, અને હાઈ ફેટ ડાયટ છે. આપણા શરીરમાં ટ્રાઈગ્લીસરાઇડ્સ નામનું ફેટ મળે છે. જયારે આ તત્વ અને LDL કોલેસ્ટ્રોલ લેવલ હાઈ અને HDL કોલેસ્ટ્રોલ લો થાય છે તો રક્ત વાહિકાઓમાં પ્લાક જામવા લાગે છે.

સાથે જ હાઈ સેચ્યુરેટેડ ફેટ યુક્ત વસ્તુઓ પણ બ્લડ કોલેસ્ટ્રોલના લેવલને વધારી શકે છે. સેચ્યુરેટેડ ફેટને અનહેલ્દી ફેટ માનવામાં આવે છે. તેમાં વસ્તુઓ સામેલ છે જે રૂમના તાપમાનથી પણ સોલીડ રહે છે. આ વસ્તુઓ બ્લડમાં LDL કોલેસ્ટ્રોલના લેવલને વધારવાનું કામ કરે છે. બ્લડમાં LDL કોલેસ્ટ્રોલનું લેવલ વધુ થવાથી રક્ત વાહિકાઓમાં બ્લોકેઝ થવા લાગે છે. જેનાથી હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આ માટે જરૂરી છે કે, તમે એ વસ્તુઓના સેવનથી બચો જેમાં સેચ્યુરેટેડ ફેટ રહેલ છે.

ચોકલેટ અને ચોકલેટ સ્પ્રેડ : ચોકલેટ સ્પ્રેડમાં ખુબ વધારે ખાંડ અને સેચ્યુરેટેડ ફેટ હોય છે. જયારે દૂધ અને વ્હાઈટ ચોકલેટમાં પણ હાઈ લેવલમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે. જે તમારા કોલેસ્ટ્રોલના ખરાબ સાબિત થઈ શકે છે. એવામાં જરૂરી છે કે, ચોકલેટ અને ચોકલેટ સ્પ્રેડ ખરીદતી વખતે તેના લેબલ પર લખેલ વસ્તુઓને સારી રીતે ચેક કરો. જો તમને સ્વીટ ખાવાનું મન થાય છે તો ડાર્ક ચોકલેટ ખાઈ શકો છો.

ચીઝ : ચીઝમાં સેચ્યુરેટેડ ફેટની માત્રા ઘણી વધુ હોય છે. ખાસ કરીને જે ચીઝ ફૂલ ફેટ મીલ્સથી બનેલ હોય છે. જો કે ઓછી માત્રામાં ચીઝનું સેવન કરવું સારું છે. પરંતુ તેનું સેવન વધુ કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધી શકે છે.

નારિયેળ તેલ : નારિયેળ તેલમાં 90% સેચ્યુરેટેડ ફેટ હોય છે. નારિયેળના તેલ માખણ કરતા પણ વધુ ખરાબ માનવામાં આવે છે. નારિયેળનું તેલનું સેવન કરવાથી HDL અને LDL બંને ઘણું વધી જાય છે. ખુબ જ વધુ પ્રમાણમાં નારિયેળ તેલનું સેવન કરવાથી હાર્ટ ડિસીઝનું જોખમ વધી શકે છે.

લીવર અને ઓફલ : લીવરની જેમ ઓફલ અથવા ઓર્ગન મીટ પોષક તત્વોના સારા સ્ત્રોત છે. પણ તેમાં કોલેસ્ટ્રોલની માત્રા વધુ હોય છે. બીફ લીવર અને બકરીના બચ્ચાનું લીવર, કોડની અને હૃદયમાં સેચ્યુરેટેડ ફેટ અને કોલેસ્ટ્રોલનું લેવલ ઘણું હાઈ હોય છે.

ફ્રાઈડ ફાસ્ટ ફૂડ : ફ્રેંચ ફ્રાઈસ અથવા ફ્રાઈડ ચીકન જેવા ડીપ ફ્રાઈડ ફાસ્ટ ફૂડ સેચ્યુરેટેડ ફેટ, મીઠું અને હાઈ કેલરીથી ભરેલા હોય છે. આ તમારા કોલેસ્ટ્રોલના લેવલ માટે ખરાબ માનવામાં આવે છે. ફ્રાઈડ ફાસ્ટ ફૂડનું નિયમિત અને વધુ માત્રામાં સેવન કરવાથી HDL કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું થવા લાગે છે. અને LDL કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય છે. શરીરમાં હેલ્દી કોલેસ્ટ્રોલ લેવલને બનાવી રાખવા માટે ફાસ્ટ ફૂડનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ.

બટર અને ચરબી : માખણ અને પશુઓની ચરબીમાં હાઈ માત્રામાં સેચ્યુરેટેડ ફેટ જોવા મળે છે. જે તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલના લેવલને વધારી શકે છે. આથી ભોજનમ માખણની જગ્યાએ તમે ઓલીવ ઓઈલનો ઉપયોગ કરી શકો છો.

રેડ મીટ : બીફ અને લેન્બ જેવા રેડ મીટમાં સેચ્યુરેટેડ ફેટ અને કોલેસ્ટ્રોલની માત્રા ખુબ જ વધુ હોય છે. આથી જો તમે પોતાના શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરવાની કોશિશ કરી રહ્યા હો, તો રેડ મીટની જગ્યાએ ચિકનનું સેવન કરી શકો છો.

પ્રોસેસ્ડ મીટ : બેકન અથવા સોસેજ જેવા પ્રોસેસ્ડ મીટમાં મીઠું અને ફેટની માત્રા ખુબ જ વધુ હોય છે. ડબ્બા બંધ, નમકીન, સ્મોક્ડ, ડ્રાઈડ મીટમાં પણ સેચ્યુરેટેડ ફેટ વધુ પ્રમાણમાં હોય છે. જે તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલના લેવલને વધારી શકે છે. જો તમે પોતાના કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરવાની કોશિશ કરી રહ્યા હો, તો સલામી, હેમ, અને કોર્ન બીફ, અને બીફ બરફી જેવી વસ્તુઓનું સેવન કરી શકો છો.

ક્રીમ : ફૂલ ફેટ મિલ્કથી બનેલ હેવી ક્રીમમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ ખુબ જ વધુ રહેલ છે. માર્કેટમાં મળતા વ્હીપ્ડ ક્રીમ પણ તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ કેલરીને વધારવાની સાથે કોલેસ્ટ્રોલના લેવલને પણ વધારે છે.

પેકેજ્ડ ફૂડ : પેકેજ્ડ સ્નેક્સ અને મીઠાઈ જેવી ચિપ્સ, ડોનટ્સ, કેક, બિસ્કીટ અને કુકીજમાં સેચ્યુરેટેડ ફેટ અને કેલરીનું પ્રમાણ ખુબ જ વધુ હોય છે. જો તમે નિયમિત રૂપમાં આમાંથી કોઈ પણ વસ્તુનું સેવન કરો છો તો તે તમારા કોલેસ્ટ્રોલ લેવલને વધારી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment