આ પીળા ટુકડા ખાવાથી કબજિયાત, બ્લડ પ્રેશર અને વજન આવી જશે કંટ્રોલમાં… ક્યારેય નહિ થાય હાડકા, હૃદય અને આંખને લગતી બીમારીઓ… અનેક બીમારીઓ રહેશે આજીવન દુર…

આપણી આસપાસ અનેક શાકભાજી છે. જે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક હોય છે. ડોક્ટર અને આપણા વડીલો પણ શાકભાજી ખાવાની સલાહ આપે છે. આવા શાકભાજીઓ માંથી એક કોળું છે. જે અત્યંત સ્વાદિષ્ટ અને ફાયદાકારક શાક છે. પરંતુ ઘણા ઓછા લોકો કોળું ખાવાનું પસંદ કરતા હશે. તમને જણાવીએ કે કોળાથી માત્ર શાક જ નહિ. પરંતુ હલવો, ખીર વગેરે સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવી શકાય છે. કોળાનો અનેક બીમારીઓથી છુટકારો મેળવવા માટે પણ ઉપયોગ કરી શકાય છે.

કોળામાં કેલેરી કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઇબર, આયર્ન, ફોલેટ અને સોડિયમ જેવા પોષકતત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેના સિવાય આમાં વિટામીન સી, વિટામિન ઈ વગેરે ગુણ પણ પ્રાપ્ત થાય છે, જે ત્વચા અને વાળને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. કોળામાં એન્ટી ડાયાબિટીસ, એન્ટી ઓક્સીડન્ટ, એન્ટી કારસોનોજેનિક અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પણ ઉપલબ્ધ હોય છે. કોળાનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને તમે તમારા ડાયટમાં કોળાને સામેલ કરી શકો છો. કારણ કે તેમાં કેલેરી અત્યંત ઓછી હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. કોળાના આવા સરસ ફાયદા જાણવા આગળ વાંચતા રહો.

1) કબજિયાતથી છુટકારો : જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન હોવ તો કોળાની મદદ લઈ શકો છો. કોળાના બીજમાં ફાઇબરના ગુણ ઉપલબ્ધ હોય છે જે પાચન તંત્રને મજબૂત બનાવવા અને કબજિયાતથી રાહત અપાવવા મદદ કરે છે. માટે કોળું અને તેના બીજનું, બંનેનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી કબજિયાત કાયમી દુર થઈ જાય છે.

2) ડાયાબિટીસને નિયંત્રિત રાખે : કોળાને ડાયાબિટીસના રોગ માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. કોળાના બીજથી બનેલી વસ્તુઓ ડાયાબિટીસને નિયંત્રિત કરી શકે છે. કોળાના બીજ ફાઇબરનો સારો સ્ત્રોત છે, જે ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. માટે ડાયાબિટીસના દર્દીએ કોલુંના બીજનું સેવન કરવું જોઈએ.

3) આંખો માટે ફાયદાકારક : આંખોને સ્વાસ્થ્યવર્ધક રાખવા માટે કોળાને ડાયટમાં શામેલ કરી શકો છો. કોળામાં ઉપલબ્ધ દરેક પોષક તત્વોમાં બીટા કેરોટીન પણ સામેલ છે જે આંખોને સ્વસ્થ બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. માટે આંખોનું સ્વાસ્થ્ય જાળવી રાખવું હોય તો કોળું ખાવું જોઈએ.

4) હૃદય માટે ઉપયોગી : હૃદયના સ્વાસ્થ્ય માટે કાળજીની સાથે સાથે પોષક તત્વોનું સેવન પણ જરૂરી છે. કોળામાં હાજર પોટેશિયમ રક્તચાપને નિયંત્રિત કરીને હૃદયના જોખમોને દૂર કરવામાં મદદ કરે છે. હાર્ટએટેકથી બચાવી બ્લડ પ્રેશર રાખશે કંટ્રોલમાં.

5) હાડકા મજબૂત બનાવે : કોળાને કેલ્શિયમનો સારો સોર્સ માનવામાં આવે છે તેના સેવનથી હાડકાને મજબૂત બનાવી શકાય છે, કારણ કે હાડકાના વિકાસ, તેના નિર્માણ અને દેખભાળ માટે કેલ્શિયમ સૌથી જરૂરી તત્વ છે. કેલ્શિયમની ઉણપથી ઓસ્ટીયોપોરાસીસ થવાનું જોખમ વધી શકે છે.

6) વજન ઘટાડે : કોળાની દાંડીમા અંડાશય વિરોધી ગુણ હોય છે. કોળાના સેવનથી વધેલા વજનને ઓછું કરી શકાય છે. તેને ડાયટમાં સામેલ કરવાથી વજન સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.

7) ઇમ્યુનિટી મજબૂત બનાવે : કોળામાં વિટામીન એ, વિટામિન સી, વિટામિન ઈ અને બીટા કેરોટીનની સાથે જ ફાઇબર, રાઈબોફ્લેવીન, પોટેશિયમ જેવા ગુણ ઉપલબ્ધ હોય છે જે આપણી ઇમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment