આયુર્વેદિક પદ્ધતિ દ્વારા માત્ર 10 રૂપિયામાં ઘર બેઠા ફેફસાની સફાઈ કરો … ખુબજ ઉપયોગી પ્રયોગ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

👩‍⚕️ માત્ર દસ રૂપિયામાં એક જ દિવસમાં કરો ફેફસાની સફાઈ.. 👩‍⚕️

👩‍⚕️ મિત્રો ફેફસા દરેક વ્યક્તિને શ્વાસ લેવા માટે ઉપયોગી છે. મિત્રો આજકાલની જીવનશૈલી અને અયોગ્ય ખોરાકનું સેવન વ્યક્તિને ઘણી બધી તકલીફોમાં મૂકી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. તેમાં કોઈને કોઈ રીતે આ જીવનશૈલી અને યોગ્ય ખોરાકની અસર તમારા ફેફસા પર પણ પડતી હોય છે. મિત્રો આપણે આપણા શરીરની બહારથી તો ખુબ જ સારી રીતે સ્નાન કરીને સાફ રાખીએ છીએ. તેમજ આપણે ચહેરાની ખુબ જ સારસંભાળ લેતા હોઈએ છીએ અને ત્વચાની પણ ખાસ કાળજી લેતા હોઈએ છીએ ઘણા બધા દેશી ઉપચારો તેમજ ક્રીમો લગાવીને. Image Source :

👩‍⚕️ પરંતુ ક્યારેય તમે તમારા શરીરની અંદર આવેલા ઓર્ગન્સ વિશે વિચાર્યું છે ? જો નહિ તો આજથી વિચારવાનું ચાલુ કરો. કારણ કે જે રીતે ત્વચાની સંભાળ જરૂરી છે તે જ રીતે શરીરની અંદર આવેલા અમુક ઓર્ગન્સની સફાઈ પણ આપણા માટે જરૂરી બની જાય છે. તેમાનું એક ઓર્ગન છે આપણા ફેફસા. ફેફસા વગર માણસના જીવનની કોઈ કલ્પના જ નથી. જો તે જ ફેફસામાં કંઈ સમસ્યા આવે તો તે શ્વાસ તેમજ તેને સંબંધી અન્ય બીમારીઓનો ભોગ બનવું પડે છે અને ક્યારેક એટલી ગંભીર પરિસ્થિતિ અને સમસ્યાઓ સર્જાય છે કે જેના કારણે દર્દીનું મૃત્યુ પણ નીપજી શકે છે.

Image Source :

👩‍⚕️ આપણા ફેફસા ખુબ જ જરૂરી અને અનિવાર્ય ઓર્ગન છે તેનું મુખ્ય કાર્ય છે વાતાવરણમાંથી ઓક્સીજન લેવું અને કાર્બનડાયોકસાઈડને બહાર કાઢવાનું. માટે આપણા ફેફસા યોગ્ય રીતે કાર્ય કરે તે ખુબ જ જરૂરી છે. પરંતુ જો તે વ્યવસ્થિત કામ ન કરે તો હૃદય અને શ્વાસ સંબંધી સમસ્યાઓ થવાની સંભાવના રહે છે. માટે તેની સફાઈ કરવા માટે અમે એક ખુબ જ જબરદસ્ત ઘરેલું ઉપચાર લાવ્યા છીએ.

👩‍⚕️ ફેફસાની કોઈ સમસ્યા સર્જાઈ તે પહેલા જ જો આપણે તેની યોગ્ય કાળજી લઈએ તો આપણે ક્યારેય ફેફસા સંબંધી ડોક્ટરની મુલાકાત નહિ લેવી પડે. સારવારમાં પૈસા નાખવા તેના કરતા તો તેનો ઉપચાર કરી લેવો વધારે સારો રહે છે મિત્રો. તેના સંદર્ભમાં જ આજે અમે એવા ઉપચાર લાવ્યા છીએ કે જેમાં તમે ઘરે બેઠા તમારા ફેફસાની સફાઈ ખુબ જ સરળતાથી કરી શકો છો. વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી અને હંમેશા તમારા ફેફસા સ્વસ્થ અને કાર્યક્ષમ રહેશે.

Image Source :

હળદર ,આદૂ અને લસણના  ઉપચાર માટે જોઈતી સામગ્રીઓ:-

👉  એક લીટર પાણી,👉 બે ચમચી હળદર,👉 આદુનો એક નાનો ટૂકડો,👉 ચારસો ગ્રામ લસણ છીણીને ટૂકડા કરેલું,👉 ચારસો ગ્રામ ગોળ,

👩‍⚕️  ઉપચાર બનાવવાની વિધિ :- 👩‍⚕️

👉 સૌપ્રથમ ગેસ પર એક લીટર પાણી ગરમ થવા માટે રાખી દો. તેમાં ગોળ નાખી દો.👉 હવે તેમાં આદૂ અને લસણના ટૂકડા અને હળદર પણ ઉમેરી દો.👉 હવે તે મિશ્રણને ઉકળવા દો.👉 ઉકળી  જાય ત્યાર બાદ તેને ઠંડુ થવા દો.👉 ઠંડુ થયા બાદ તેને એક પેક્ડ વાસણમાં ભરી ફ્રીઝમાં રાખી દો.

👩‍⚕️ હવે તમારે સવારે બે ચમચી અને સાંજે બે ચમચી આ મિશ્રણનું સેવન કરવું તેનાથી ફેફસા ડીટોકસીફાઈ થશે એટલે કે સાફ રહેશે.

Image Source :

👩‍⚕️ મિત્રો તમે બીજો ઉપચાર પણ અપનાવી શકો છો. આ ઉપચાર છે ગાજરનો. 👩‍⚕️

👩‍⚕️ ગાજરનો ઉપચાર કરતી વખતે જોઈતી સામગ્રીઓ:👩‍⚕️

👉 અડધો કિલો ગાજર,👉 જરૂરીયાત મુજબ પાણી,👉 ત્રણથી ચાર ચમચી મધ,

  ગાજરનો ઉપચાર બનાવવાની વિધિ:- 👩‍⚕️

👉 સૌપ્રથમ તો ગાજરને નાના ટૂકડામાં સમારી લો.👉  હવે તેમાં પાણી નાખી તેને પકાવવાના છે.👉 ગેસ પર ગાજરમાં પાણી નાખી મૂકો અને જ્યાં સુધી ગાજર પાકે નહિ ત્યાં સુધી તેને પકાવો.👉 ગાજરમાં પાણી એટલું નાખવાનું કે જેમાં તમારે ગાજર પાક્યા પછી પણ પાણી બચે.👉 હવે ગાજર પાક્યા બાદ ગાજરને મીક્ષ્યરમાં નાખો અને તેનું પાણી સંભાળીને રાખો.

Image Source :

👉 ગાજરને મીક્ષ્યરમાં પીસીને તેની પેસ્ટ બનાવી લો.👉 પેસ્ટ બન્યા બાદ તેમાં ઉપરથી ચાર ચમચી મધ નાખી તેને બરાબર મિક્સ કરી લો.👉 હવે ત્યાર બાદ તેમાં જે ગાજર પકાવ્યા હતા તેનું પાણી હતું તે પણ મિક્સ કરી દો.👉 હવે આ મિશ્રણને કોઈ વાસણમાં ઢાંકીને અથવા તો કોઈ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં સ્ટોર કરી રાખો.

👩‍⚕️ તમારે તમારા ફેફસાની સફાઈ કરવા માટે દિવસમાં ત્રણ વખત આ મિશ્રણનું સેવન કરવાનું છે. દરેક વખતે તમારે બે ચમચીનું સેવન કરવાનું છે. આવું કરવાથી તમારા ફેફસાં વધારે કાર્યક્ષમ રહેશે અને તેમાં ક્યારેય ગંદકી જમા નહિ થાય તેમજ  ફેફસા સાફ રહેશે.

👩‍⚕️ મિત્રો આ ઉપચારથી તમે ઘરે બેઠા તમારા ફેફસાની સફાઈ કરી શકો છો અને તે પણ ખુબ જ સરળતાથી.

(નોંધ )-ગુજરાતી ડાયરો ની આ જાણકારી, દેશી ઉપચાર અને આયુર્વેદ પર આધારિત છે આ માહિતી નેટ , બુક્સ અને લેખકો દ્વારા સંકલિત કરવામાં આવી છે , કોઈ પણ દવા કે સુજાવ તમારા શરીર અને તાસીર પર આધાર રાખે છે તો લેતા પેહલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી એ જવાબદારી તમારી રહેશે .

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ    (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

     

1 thought on “આયુર્વેદિક પદ્ધતિ દ્વારા માત્ર 10 રૂપિયામાં ઘર બેઠા ફેફસાની સફાઈ કરો … ખુબજ ઉપયોગી પ્રયોગ”

Leave a Comment