જો કે તમે મગફળીના ફાયદાઓ વિશે જાણતા જ હશો. તે તમારી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ દુર કરવા તેમજ અનેક પોષક તત્વો પ્રદાન કરવા માટે ઓળખાય છે. તેમજ સામાન્ય માણસ માટે મગફળી એ બદામ માનવામાં આવે છે. પરંતુ મગફળીના માખણના ફાયદાઓ પણ એવા જ જબરદસ્ત છે. ચાલો તો તેના વિશે જાણી લઈએ.
મગફળીનું માખણ એક સુપર ફૂડ છે. તે પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર ખાદ્ય પદાર્થ છે. મગફળીના માખણમાં વિટામિન બી-5, ઝીંક, આયરન, પોટેશિયમ અને સેલેનિયમ હોય છે, જે વજન ઘટાડવા માટે ઉપયોગી ગણવામાં આવે છે. સાથે જ જો તમે જિમ કરો છો તો તેની સાથે પણ પિનટ બટર એટ્લે કે મગફળીના માખણનું સેવન કરી શકો છો. તેનાથી આખો દિવસ તમને ભૂખ લાગતી નથી. પિનટ બટર મગફળીના દાણાથી બને છે. તમે ચાહો તો તેને ઘરે પણ બનાવી શકો છો.
1 ) પિનટ બટર કેવી રીતે વજન ઘટાડી શકે છે : જો તમે વજન ઓછું કરવા માંગતા હો તો તેના માટે મગફળીનું માખણ ખુબ જ ઉપયોગી છે. વજન ઘટાડવામાં મદદરૂપ છે પિનટ બટર – તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન જોવા મળે છે જે લાંબા સમય સુધી તમારા પેટને ભરેલું રાખે છે. તેમાં રહેલ ફાઈબર અને ફોલેટ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય ફાઈબર તમારા પાચનમાં પણ મદદ કરે છે.
2 ) હેલ્થી ફેટથી ભરપૂર છે પિનટ બટર : એક ચમચી પિનટ બટરમાં 100 જેટલી કેલેરી જોવા મળે છે. આ કેલેરી તમારા સ્વાસ્થ્ય માટે સારી હોય છે. તે માત્ર શરીર માટે જ નહીં પરંતુ હૃદયની બીમારીઓને દૂર રાખવામાં પણ મદદ કરે છે, અને સ્થૂળતા પણ ઘટાડે છે. આમ હેલ્થી ફેટ માટે મગફળીનું માખણ ખુબ જ લાભકારી છે.
3 ) બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે : પિનટ બટરમાં બીજા પ્રોસેસ્ડ ફૂડની સરખામણીએ ઓછું ગ્લાઇસેમિક ઇંડેક્સ હોય છે. ફૂડનું ગ્લાઇસેમિક ઇંડેક્સ વધુ હોય તો શુગર લેવલ વધવા લાગે છે. માટે જ તમે શુગર રહિત પિનટ બટરનું સેવન કરી શકો છો.
4 ) ખાવાની ક્રેવિંગ નથી થતી : પિનટ બટરની એક સૌથી સારી વાત એ છે કે, તેને ખાવાથી તમને ખાવાની ક્રેવિંગ થતી નથી. તે તમને વારંવાર ખાવાની આદત પર પણ કંટ્રોલ કરે છે. તેમાં રહેલા પોષકતત્વો શરીરની જરૂરિયાતોને પૂરી કરે છે.
5 ) આંખો માટે લાભદાયી : જો તમને આંખને લગતી કોઈ તકલીફ છે તો તમે મગફળીનું માખણ ખાઈ શકો છો. જો તમારી આંખો જલ્દી થાકી જતી હોય તો તમારે તેનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલું વિટામિન એ તમારી આંખો માટે ઘણું સારું ગણવામાં આવે છે.
પિનટ બટર ક્યારે ખાવું જોઈએ : પિનટ બટરને સવારે કે સાંજે ખાઈ શકાય છે. કેમ કે આ સમયે આપણાં શરીરને ભરપૂર ભોજનની જરૂર પડે છે. તમે સવારે બ્રેડ કે સફરજન પર પિનટ બટર લગાવીને ખાઈ શકો છો. ખુબ જ વધારે ભૂખ લાગવા પર પણ તમે તેનું સેવન કરી શકો છો. એક દિવસમાં 1 કે 2 ચમચીથી વધારે તેનું સેવન કરવું જોઈએ નહીં. વધારે સેવનથી તમને અપચો કે પેટની અન્ય સમસ્યાઓ થઈ શકે છે.
પિનટ બટર કેવી રીતે ખાવું : તમે તમારા સવારના નાસ્તામાં 2 ચમચી પિનટ બટર લઈ શકો છો. સલાડમાં પણ એક ચમચી પિનટ બટર નાખીને ખાઈ શકો છો. આ સિવાય તેને રોટલી સાથે પણ ખાઈ શકાય છે. ડુંગળી, લસણ અને ટમેટાની સાથે થાઈ શૈલીમાં પિનટ બટર સૂપ બનાવી શકાય છે. દહીં સાથે પણ તેને ખાઈ શકાય છે. ઓટ્સ સાથે પણ પિનટ બટરનું સેવન કરી શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી